ક્લેમ :-
સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કાશ્મીરમાં હજુ પણ હિંસા યથાવત છે, અને સાથે એક તસ્વીર પણ વાયરલ કરવામાં આવી છે.
Young Kashmiri student from Anantnag admitted in local hospital after he was brutally attached by Army with a pellet gun, his left eye is seriously damaged.
Where is Humanity? Where is UN?#KashmirStillCrying pic.twitter.com/J1d28NutmH
— Zaidu (@TheZaiduLeaks) November 17, 2019
જેમાં એક વ્યક્તિ હોસ્પિટલમાં માર માર્યાની હાલતમાં જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે, અનંતનાગમાં એક વિધાર્થીને આર્મી દ્વારા માર મારવામાં આવ્યો છે. “ક્યાં છે માણસાઈ”
વેરીફીકેશન :-
સોશિયલ મિડિયામાં વાયરલ થઇ રહેલી આ પોસ્ટને ફેસબુક અને ટ્વીટરના માધ્યમથી ખુબજ વાયરલ કરવામાં આવી છે. આ પોસ્ટ સાથે કરવામાં આવેલો દાવો તેમજ વાયરલ તસ્વીર બન્ને અમારી તપાસ દરમિયાન ખોટા સાબિત થયા છે.
વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે,” Young Kashmiri student from Anantnag admitted in local hospital after he was brutally attached by Army with a pellet gun, his left eye is seriously damaged. Where is Humanity? Where is UN? #KashmirStillCrying”
જયારે આ વાયરલ પોસ્ટનું તથ્ય તપાસવા માટે ગુગલ રીવર્સ ઈમેજ દ્વારા વાયરલ તસ્વીરને જોતા, આ તસ્વીર હોલીવુડ એકટર “એરોન પોલ” છે.
આ વાયરલ તસ્વીરની તપાસ સાથે સાફ થયું કે આ તસ્વીર નેટફ્લીક્સ (netflix) સીરીઝ “breaking bad” ના એક કેરેક્ટર (aaron paul)એરોન પોલની છે, જેને કશ્મીરના અંનતનાગની ઘટના બતાવી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી છે.
આ સાથે ગુગલ પર કીવર્ડની મદદ વડે અનંતનાગમાં કોઇપણ આ પ્રકારની ઘટના બની છે, તે તપાસવાના પ્રયત્ન કરતા જાણવા મળ્યું કે કશ્મીરમાં હાલમાં આ પ્રકારની કોઇપણ ઘટના બની નથી.
વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવા અને તસ્વીર બન્ને ખોટા છે, ભ્રામક માહિતી છે, આ પોસ્ટ માત્ર આક્રોશ ભડકાવવાના પ્રયાસ છે. જેને ફેસબુક અને ટ્વીટરના માધ્યમથી વાયરલ કરવામાં આવી રહી છે.
ટુલ્સ :-
ફેસબુક સર્ચ
ટ્વીટર સર્ચ
ગુગલ એડવાન્સ સર્ચ
ગુગલ રીવર્સ ઈમેજ
પરિણામ :- ફેક ન્યુઝ
(કોઈપણ શંકાસ્પદ ખબર , કોઈપણ વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો [email protected])