Authors
વૈજ્ઞાનિકો કેન્સરના ઈલાજ પર સંશોધન કરી રહ્યા છે, આજે પણ કેન્સર એક જીવલેણ રોગ ગણાય છે. ત્યારે એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્સરનો ઈલાજ મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે “કેન્સરને હરાવ્યું” – ગરમ પાણીમાં અનાનસનું સેવન કરવાથી કેન્સરના જંતુનો નાશ થાય છે. વોટ્સએપ ગ્રુપમાં ફરતા વાયરલ મેસેજ મુજબ, ગરમ પાણીમાં સમારેલા પાઈનેપલના થોડા ટુકડા ઉમેરીને આ મિશ્રણ પીવાથી શરીરની બીમારી સામે લડવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે.
નોંધનીય છે કે આ દાવો અગાઉ 2021માં પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ઘણા યુઝર્સ દ્વારા પોસ્ટને શેર કરવામાં આવી હતી. જયારે ન્યૂઝચેકરને અમારી વોટ્સએપ ટિપલાઈન (+91 9999499044) પર પણ આ દાવો કેટલાક યુઝર્સ દ્વારા સચોટ માહિતી જાણવા માટે મોકલવામાં આવેલ છે.
સોશ્યલ મીડિયા પર વાયરલ ફોરવર્ડ મેસેજ ICBS જનરલ હોસ્પિટલના પ્રોફેસર ડૉ. ગિલ્બર્ટ એ ક્વોકના હવાલે શેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે “ગરમ અનાનસ કેન્સર વિરોધી પદાર્થોને મુક્ત કરે છે, અસરકારક કેન્સર સારવાર માટે દવામાં નવીનતમ પ્રગતિ છે.“
“ગરમ અનાનસ ફળ કોથળીઓ અને ગાંઠોને મારી નાખવાની અસર ધરાવે છે. તમામ પ્રકારના કેન્સરને સુધારવા માટે સાબિત થાય છે. ગરમ પાણી અને અનાનસ એલર્જીના પરિણામે શરીરમાંથી તમામ જંતુઓ અને ઝેરને મારી શકે છે. અનાનસના અર્ક સાથેની દવાનો પ્રકાર માત્ર હિંસક કોષોનો નાશ કરે છે, તે તંદુરસ્ત કોષોને અસર કરતું નથી. વધુમાં, અનાનસના રસમાં રહેલા એમિનો એસિડ અને પાઈનેપલ પોલિફેનોલ્સ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે, આંતરિક રક્ત વાહિનીઓના અવરોધને અસરકારક રીતે અટકાવી શકે છે, રક્ત પરિભ્રમણને સમાયોજિત કરી શકે છે અને લોહીના ગંઠાવાનું ઘટાડી શકે છે,” તે વધુમાં ઉમેરે છે.
Fact Check / Verification
ગરમ પાણીમાં અનાનસનું સેવન કરવાથી કેન્સરના જંતુનો નાશ થતો હોવાના વાયરલ દાવા અંગે તપાસ શરૂ કરતા ગુગલ પર ‘ડો. ગિલ્બર્ટ એ ક્વોક’ અંગે સર્ચ કર્યું કે જેઓ કથિત રીતે ICBS જનરલ હોસ્પિટલના પ્રોફેસર છે. પંરતુ આ અંગે કોઈપણ માહિતી જોવા મળતી નથી. જો કે અમને ગિલ્બર્ટ અનિમ ક્વોક નામના વ્યક્તિની લિંક્ડઇન પ્રોફાઇલ જોવા મળે છે, જે મુજબ આ વ્યક્તિ ઘાના બ્રોડકાસ્ટિંગ કોઓપરેશનના સંપાદક તરીકે પોતાને ઓળખાવે છે.
આ મુદ્દે thereporters.com.ng નામની વેબસાઈટ પર એક અહેવાલ જોવા મળે છે, જેમાં જણાવાયું છે કે ઉક્ત ડૉક્ટર ચનાની ICBS હોસ્પિટલમાં કામ કરે છે, પરંતુ અહીંયા કોઈપણ દેશનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી.
કેન્સર પર પાઈનેપલની અસરો જાણવા માટે તાઈવાનમાં ડોકટરોના એક જૂથ દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસમાં જાણવા મળ્યું કે અનાનસમાં જોવા મળતા બ્રોમેલેન “કોલોરેક્ટલ કેન્સર કોષો (કોલોન કેન્સર)” ની પ્રજનન ક્ષમતાને અટકાવે છે.” કેટલાક અભ્યાસો દર્શાવે છે કે બ્રોમેલેન કોષની વૃદ્ધિને અટકાવી શકે છે અને વિવિધ માર્ગો દ્વારા કેન્સર સેલ એપોપ્ટોસીસને પ્રેરિત કરી શકે છે.
જો કે, મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટર દ્વારા લખવામાં આવ્યું છે કે બ્રોમેલેન કેન્સરને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે તેવો દાવો કરવા માટે પૂરતા પુરાવા નથી. “બ્રોમેલેન એ એક એન્ઝાઇમ છે જે પ્રોટીન પરમાણુઓને તોડે છે અને જે અનેનાસની દાંડીમાંથી મેળવવામાં આવે છે. એક પ્રયોગો મુજબ બ્રોમેલેન લોહીના ગંઠાઈ જવાને અટકાવે છે અને બળતરામાં ઘટાડો કરે છે. જો કે બ્રોમેલેનની કેન્સર પરની અસરો માટે મનુષ્યો પર હાલ કોઈ અભ્યાસ કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે બ્રોમેલેન કેટલાક એન્ટિબાયોટિક્સના સેવનમાં વધારો પણ કરાવી શકે છે.
ઈન્ડોનેશિયન કેન્સર ફાઉન્ડેશનના અધ્યક્ષ પ્રોફેસર ડૉ. અરુ વિસાકસોનો સુડોયોને ટાંકીને એએફપી દ્વારા પ્રકાશિત એક અહેવાલ મુજબ, “અન્ય ફળોની જેમ – સફરજન અને એવોકાડો સહિત – અનાનસ એ તંદુરસ્ત છે. તે એવા ફળો છે જે સામાન્ય આરોગ્ય અને રોગપ્રતિકારક શક્તિને ટેકો આપી શકે છે. તેનાથી વધુ નહીં. જ્યારે ફળો અને અન્ય શાકભાજીનું સેવન કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે, ત્યારે એ નોંધવું પણ અગત્યનું છે કે તે રોગની તબીબી સારવાર અથવા ઉપચારની સમકક્ષ નથી.”
ન્યૂઝચેકરે કેરળમાં કેરિટાસ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના સિનિયર ઓન્કોલોજિકલ સર્જન ડૉ. જોજો વી જોસેફનો સંપર્ક કર્યો હતો, જેમણે પુષ્ટિ કરી કે આ દાવો તદ્દન પાયાવિહોણો છે. “ફળ તરીકે અનાનસ એ કેળાના સફરજનની જેમ તમારા આહારમાં સારી આદતનો ઉમેરો છે, પરંતુ તેનો કોઈ વધારાનો ફાયદો નથી. તે કેન્સર માટે કોઈ જાદુઈ ઈલાજ નથી. અનાનસ કે અન્ય ફળનો ઉપયોગ કેન્સરના ઈલાજ તરીકે કરી શકાતો નથી. તેને લાંબા સમય સુધી ખાવાથી કેન્સરને ટાળી શકાય તે વાતની પણ ખાતરી નથી મળતી.
અનાનસના કથિત ‘આલ્કલાઇન’ ગુણધર્મ અંગે બોલતા, ડૉ. જોજોએ કહ્યું, “અનાનસ એક એસિડિક ફળ છે. અનાનસના પાણીમાં PH 3-4 હોય છે. ક્યારેય આલ્કલાઇન હોતું નથી.
Conclusion
ગરમ પાણીમાં અનાનસનું સેવન કરવાથી કેન્સરના જંતુનો નાશ થતો હોવાનો વાયરલ દાવો તદ્દન ભ્રામક છે. અનાનસ કે અન્ય ફાળો સામાન્ય આરોગ્ય અને રોગપ્રતિકારક શક્તિને ટેકો આપી શકે છે. જયારે કેટલાક અભ્યાસો દર્શાવે છે કે બ્રોમેલેન કોષની વૃદ્ધિને અટકાવી શકે છે અને વિવિધ માર્ગો દ્વારા કેન્સર સેલ એપ્ટોસીસને પ્રેરિત કરી શકે છે. વાયરલ દાવાને રદિયો આપતા સચોટ પુરાવા જોવા મળતા નથી, અનાનસ અને ગરમ પાણીને કેન્સરના ઈલાજ તરીકે ભ્રામક રીતે ફેલાવવામાં આવેલ છે.
Result : False
Our Source
Memorial Sloan Kettering Cancer Centre: https://www.mskcc.org/cancer-care/integrative-medicine/herbs/bromelain
National Library Of Medicine: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC6338369/
AFP: https://factcheck.afp.com/http%253A%252F%252Fdoc.afp.com%252F9KD4RC-4
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044