Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
રાજ્યભરમાં માલધારી સમાજ પોતાની માંગણીને લઈને વિરોધ પ્રદશન કરી રહ્યા છે. ઠેર-ઠેર દૂધ રસ્તા પર ઢોળવા અને દૂધની ગાડીઓ સાથે તોડફોડની ઘટનાનો બની રહી છે. સરકાર દ્વારા લાગુ કરાયેલા ઢોર નિયંત્રણ કાયદાને પાછા ખેંચવાની માંગ સાથે પશુપાલકોમાં રોષે ભરાયા છે. અમદાવાદ અને સુરત ખાતે દૂધની અછત સર્જાઈ હોવાના સમાચારો પણ જોવા મળી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર માલધારી સમાજ દ્વારા કરવામાં આવી રહેલ રેલીઓ અને વિરોધ પ્રદશનની અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે.

આ ક્રમમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ભેળસેળ યુક્ત દૂધને લઈને કેટલીક પોસ્ટ વાયરલ થઈ રહી છે. દાવાઓ કરવામાં આવ્યો છે કે “WHOએ ભારતને સાવચેત કર્યું છે, ભેળસેળયુક્ત દૂધના કારણે 2025 સુધીમાં 87% ભારતીયો કેન્સરનો ભોગ બનશે“
આ પણ વાંચો : ગુજરાતમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રતિમા સાથે તોડફોડ થઈ હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ
માલધારી સમાજ દ્વારા કરવામાં આવી રહેલ રેલીઓ અને વિરોધ પ્રદશનના સંદર્ભમાં સોશ્યલ મીડિયા પર ભેળસેળ યુક્ત દૂધને લઈને WHOના હવાલે કરવામાં આવેલ દાવા અંગે WHOની અધિકારીક વેબસાઈટ પર સર્ચ કરતા એક પ્રેસ રિલીઝ જવા મળે છે. WHO દ્વારા જણાવવામાં આવ્યું કે કેટલાક મીડિયા અહેવાલો બાદ અમે જણાવવામાં માંગીએ છીએ કે WHO દ્વારા ભેળસેળયુક્ત દૂધ અંગે કોઈપણ એડવાઈઝરી ભારત સરકારને જાહેર કરવામાં આવેલ નથી.

મળતી માહિતીના આધારે ગુગલ સર્ચ કરતા ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ મંત્રી ડો.હર્ષ વર્ધન દ્વારા લોકસભામાં ભેળસેળયુક્ત દૂધ અંગે WHO દ્વારા જાહેર કરવામાં આવેલ એડવાઈઝરી અંગે પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબ આપતા તેઓએ જણાવ્યું કે WHO દ્વારા આવી કોઈ એડવાઈઝરી જાહેર કરવામાં આવી નથી, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

વધુમાં હર્ષ વર્ધને જણાવ્યું કે 2018માં FSSAI દ્વારા હાથ ધરવામાં આવેલ રાષ્ટ્રવ્યાપી દૂધ સલામતી અને ગુણવત્તા સર્વેમાં બહાર આવ્યું છે કે કુલ લેવામાં આવેલ સેમ્પલના માત્ર 7% સેમ્પલમાં લેવામાં આવેલ દૂધ વપરાશ માટે અસુરક્ષિત સાબિત થયું છે. સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ દ્વારા નિયમિત દેખરેખ અને નિરીક્ષણ હાથ ધરવામાં આવે છે, તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ નિર્ધારિત જોગવાઈઓનું પાલન થાય છે કે નહીં તે પણ ચકાસે છે.
ભેળસેળ યુક્ત દૂધને લઈને WHOના હવાલે કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક છે. WHO દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભેળસેળયુક્ત દૂધ અંગે કોઈપણ એડવાઈઝરી જાહેર કરવામાં આવેલ નથી. હાલમાં રાજ્યમાં ચાલી રહેલ માલધારી સમાજના વિરોધ પ્રદશન અને દૂધની અછતના સંદર્ભમાં વાયરલ પોસ્ટ ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Our Source
WHO Clarification on Viral Claim
Loksbha Reply By Dr. HarshVradhan
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
February 28, 2025
Kushel Madhusoodan
November 27, 2024
Dipalkumar Shah
August 6, 2024