Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
સોશિયલ મિડિયા પર ફેસબુક યુઝર દ્વારા 14 નવેમ્બર,2019 ના એક પોસ્ટ શેયર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, “जब राधा-कृष्ण के भजन की धुन में बर्फ पर नाचा विदेशी-जोड़ा”….
આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયોમાં વિદેશી કપલ રાધા-કૃષ્ણની ધુન પર ડાન્સ કરે છે, આ પોસ્ટને અનેક લોકો દ્વારા શેયર પણ કરવામાં આવી હતી. આ સાથે કેટલાક ટ્વીટર યુઝર્સ દ્વારા પણ આ પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી.
વેરીફીકેશન :-
સોશિયલ મિડિયામાં વાયરલ થઇ રહેલ પોસ્ટનું સત્ય જાણવા માટે અમે ગુગલ કીવર્ડની મદદ વડે શોધવાના પ્રયાસ કર્યા, જેમાં ઘણા પ્રકારના પરિણામો જોવા મળે છે, અને યુટ્યુબ પર પણ આ વિડીઓને વાયરલ કરવામાં આવ્યો છે.
जब राधा-कृष्ण के भजन की धुन में बर्फ पर नाचा विदेशी-जोड़ा…
Proud of being Hindu, Our Culture Inspiring the world. https://t.co/lqWuQsAywH— Rahul Shukla (@rahulshukla385) July 8, 2019
જયારે યુટ્યુબ પર આ વાયરલ પોસ્ટ સાથેના લખાણને સર્ચ કરવામાં આવ્યું ત્યારે અનેક પરિણામો જોવા મળ્યા તેમાં કેટલાક યુઝર્સ દ્વારા અસલી વિડીઓ પબ્લીશ કરવામાં આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે ડાન્સ કરનાર કપલના નામ પણ બતાવવામાં આવ્યા છે, “devis&white” તેમજ વાયરલ વિડીઓ માં પણ સ્કોર બોર્ડ પર બન્નેનું નામ જોઈ શકાય છે.
જયારે આ બન્નેના નામ devis&white સાથે ગુગલ પર સર્ચ કરતા તેમના પરર્ફોમન્સના ઘણા વિડીઓ તથા આર્ટીકલ જોવા મળે છે. સાથે જ વાયરલ વિડીઓમાં જે ડાન્સ બતાવવામાં આવ્યો છે તે પણ જોવા મળે છે.
જયારે અસલી વિડીઓ જોતા ખબર પડે છે કે આ કપલે બોલીવુડ ટયુન પર ડાન્સ તો કર્યો છે, પરંતુ રાધા કૃષ્ણના જે ગાયન સાથે વિડીઓ વાયરલ કરવામાં આવ્યો છે તે એક ભ્રામક વિડીઓ છે અને તેને એડિટ કરવામાં આવ્યો છે. યુટ્યુબ પર મળી આવતા અસલી વિડીઓમાં કોમેન્ટેટર સાથે બોલીવુડની ટયુન પર ડાન્સ કરતા આ કપલનો વિડીઓ આ દાવાને સાબિત કરે છે.
આ વાયરલ વિડીઓ 2010ના ઓલમ્પિકનો છે, જેમાં કપલ દ્વારા બોલીવુડ ટયુન પર બરફ પર ડાન્સ કરવામાં આવ્યો હતો. જયારે સોશિયલ મિડિયામાં આ વિડીઓ સાથે છેડછાડ કરી તેને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે.
ટુલ્સ:-
ફેસબુક સર્ચ
યુટ્યુબ સર્ચ
ટ્વીટર સર્ચ
ગુગલ રીવર્સ ઈમેજ
પરિણામ :- ફેક ન્યુઝ (ભ્રામક દાવો)
(કોઈપણ શંકાસ્પદ ખબર , કોઈપણ વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)
Dipalkumar Shah
March 8, 2025
Dipalkumar Shah
March 7, 2025
Dipalkumar Shah
March 6, 2025