IIM ના રસ્તે IIT ચાલી રહી છે, ટ્યૂશન ફીમાં 12 ગણો વધારો કરવાની તૈયારી કરવામાં આવી છે. IITની ફી 2 લાખથી વધી 24 લાખ થવાની સંભાવના છે. સોશ્યલ મીડિયા પર એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થયેલ છે, જેમાં IITની ફીમાં વધારો થવાની માહિતી સાથે 2 લાખથી 24 લાખ સુધી ફી વધારા અંગે દાવો કરવામાં આવ્યો છે. ટ્વીટર પર “स्टूडेंट्स पर तो भारत सरकार की नजर बनी हुई है। लगता है अब गरीब किसान मजदूर का लड़का भी आत्मनिर्भर बन जाएगा, क्योंकि अब उसको नरेगा में वेकेंसी ओपन मिलेंगी।” કેપશન સાથે ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થયેલ જોવા મળે છે.
Factcheck / Verification
IITની ટ્યૂશન ફીમાં વધારો થવાના વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા collegedekho તેમજ thedailyguardian વેબસાઈટ પર એપ્રિલ-મેં 2020ના પબ્લિશ કરાયેલ ખબર જોવા મળે છે. જે મુજબ યુનિયન મિનિસ્ટર રમેશ પોખરિયાલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020 -21 દરમિયાન IITની ટ્યુશન ફીમાં વધારો નથી કરવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવેલ છે. ઉપરાંત IIT દ્વારા 10% ટ્યૂશન ફી વધારા નિર્ણયને હાલ લાગુ કરવામાં નહીં આવે.


જયારે collegedekho પર IIT B.Tech (ફી સ્ટ્રક્ચર) 2020 પર ભારતમાં આવેલ તમામ IIT પર લેવામાં આવતી ફી તેમજ SC-ST-OBC સીટ પર લેવામાં આવતી ફી વિશે માહિતી જોવા મળે છે.
વાયરલ દાવા પર વધુ તપાસ કરતા ટ્વીટર PIB દ્વારા 26 એપ્રિલના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, જેમાં શૈક્ષણિક વર્ષ 2020 દરમિયાન IITની ફીમાં વધારો નહીં કરવામાં આવે. યુનિયન મિનિસ્ટર રમેશ પોખરિયાલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
Conclusion
ન્યુઝ પેપરના કટિંગ સાથે કરવામાં આવેલ દાવો IITની ફીમાં વધારો એક ભ્રામક વાત છે. યુનિયન મિનિસ્ટર રમેશ પોખરિયાલ દ્વારા 2020માં IITની ફીમાં વધારો નહીં કરવામાં આવેની માહિતી આપવામાં આવેલ છે. જયારે વાયરલ પોસ્ટમાં 2 લાખથી ફી વધીને 24 લાખ થવાની હોવાના દાવા પર IIT ફી સ્ટ્રક્ચર મુજબ તે દાવો પણ ભ્રામક હોવાનું સાબિત થાય છે.
Result :- Misleading
Our Source
collegedekho : https://www.collegedekho.com/articles/iit-btech-fee-structure/
thedailyguardian : https://thedailyguardian.com/iits-nitsnotto-hike-fees-for-new-academic-session-hrd-minister/
Press Trust of India : https://twitter.com/PTI_News/status/1254407581310742529
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)