પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રેલીમાં ગોળીબાર થયો, જેમાં તેઓ ઘાયલ થયા છે. જોકે હવે તેઓ ખતરાની બહાર હોવાનું કહેવાય છે. આ ક્રમમાં ઇમરાન ખાનની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં તે બેડ પર પોતાના બંને હાથ ઉપર રાખીને સુતેલા જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે ઈમરાન ખાનની આ તસ્વીર તેમના પર થયેલા હુમલા બાદની છે. ઉલ્લેખનીય છે કે કેટલાક ન્યુઝ સંસ્થાઓએ પણ આ તસ્વીર સાથે ન્યુઝ રિપોર્ટ શેર કર્યા છે.

ફેસબુક યુઝર્સ GujjuRocks દ્વારા “ઈમરાન ખાન પર થયો ગોળીબાર, અંધાધુંધ ગોળીઓ વરસાવી” ટાઇટલ સાથે ઇમરાન ખાનની પથારી પર બે હાથ ઊંચા રાખીને સુતેલા હોવાની તસ્વીર શેર કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : મોરબી ધારાસભ્ય બ્રિજેશ મેરેજા પાણીમાં કૂદીને બચાવ કાર્ય કરી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ
Fact Check / Verification
ઈમરાન ખાનની રેલીમાં ગોળીબાર થયો હોવાની ખબર સાથે વાયરલ થઈ રહેલ તસ્વીર 2014ની છે. વાયરલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરવા પર ઑગસ્ટ 2014ના ધ હિન્દુ દ્વારા પ્રકાશિત એક લેખ જોવા મળે છે, અહીંયા અહેવાલ સાથે વાયરલ તસ્વીર પણ જોઈ શકાય છે.
વધુમાં જાણવા મળ્યું કે, ઈમરાન ખાને 17 ઓગસ્ટ 2014ના રોજ આ તસ્વીર પોતના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કરી હતી. તે સમયે ઈમરાન ખાન વિપક્ષી નેતા તરીકે નવાઝ શરીફની સરકાર વિરુદ્ધ પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને ધરણા પર બેઠા હતા.
17 ઓગસ્ટ 2014ના રોજ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના ટ્વિટર હેન્ડલ પરથી ધરણા સમયની અન્ય એક તસ્વીર પણ જોઈ શકાય છે.
Conclusion
ઈમરાન ખાનની રેલીમાં ગોળીબાર થયો હોવાની ખબર સાથે વાયરલ થઈ રહેલ તસ્વીર 2014માં લેવામાં આવેલ છે. વાયરલ તસ્વીરને સોશ્યલ મીડિયા યુઝર્સ અને કેટલાક ન્યુઝ સંસ્થાનો હાલમાં પાકિસ્તાનમાં ઇમરાન ખાન પર થયેલ ગોળીબારના ભ્રામક સંદર્ભમાં શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
Twitter Post Of Imran Khan, on AUG 2014
Twitter Post Of PTI, AUG 2014
The Hindu Article, on AUG 2014
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044