ક્લેમ :-
ઇટલીએ સંપૂર્ણ રીતે હાર મણિ લીધી છે. કોરોના વાયરસ હવે તેના કાબુમાં નથી. હજુ પણ સમય છે ભારતના દરેક વ્યક્તિએ પોતાની નૈતિક ફરજ સમજી જાગી જવાની જરૂર છે.
વેરિફિકેશન :-
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, જેમાં ઇટલીએ સંપૂર્ણ રીતે હાર માની લીધી છે. કોરોના વાયરસ હવે તેના કાબુમાં નથી. હજુ પણ સમય છે ભારતના દરેક વ્યક્તિએ પોતાની નૈતિક ફરજ સમજી જાગી જવાની જરૂર છે.

આ વાયરલ પોસ્ટનું સત્ય જાણવા માટે ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા કેટલાક પરિણામો મળી આવે છે, જેના પરથી આ ફેસબુક પોસ્ટમાં કરવામાં આવેલ દાવો ભ્રામક સાબિત થાય છે.


આ ઉપરાંત ફેસબુક પર ઇટલીના પ્રેસિડેન્ટના એકાઉન્ટ પરથી ઇટલીમાં કોરોનાને લગતી હાલની પરિસ્થિતિ વર્ણ કરતી એક પોસ્ટ મુકવામાં આવી છે, જેમાં તેઓએ ખુલાસો આપ્યો છે કે સરકારે કોરોના સામે સરેન્ડર નથી કર્યું, સરકાર પોતાના યથાર્થ પ્રયત્નો કરી રહી છે. સરકાર પર શંકા ના કરશો તે તેના મુશ્કેલ પ્રયત્નો પણ કરી રહી છે, સાથે સેલ્ફ-એમ્પ્લોય અને કામદારોના વખાણ પણ કર્યા હતા.
તેમજ ફેસબુક પર પ્રેસિડેન્ટ દ્વારા લાઈવ વિડિઓ કરી ઇટલીમાં કોરોનાની પરિસ્થિતિ અને તેને લગતા લેવામાં આવેલ પગલાંઓ વિષે જાણકારી આપી હતી.
ઉપરોક્ત પરિણામો પરથી વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો ઇટલીની સરકારે કોરોના સામે હાર મણિ લીધી છે. કોરોના વાયરસ હવે કાબુમાં નથી આ એક ભ્રામક દાવો સાબિત થાય છે.
SOURCE :-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
NEWS REPORTS
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)