Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ભારત સરકાર દ્વારા થોડા દિવસો આગાઉ PUBG મોબાઈલ ગેમ સાથે અન્ય 118 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. આ મુદ્દે સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચા થઇ રહી છે. PUBG ગેમનું સ્થાન કઈ ગેમ લેશે અને કઈ નવી ગેમ આવેલ છે વગેરે..વગેરે, ત્યારે આત્મનિર્ભર ભારત મિશન હેઠળ FAU-G ગેમ લોન્ચ થવા જય રહી છે, જેની માહિતી બોલીવુડ સ્ટાર અક્ષયકુમાર દ્વારા ટ્વીટ મારફતે આપવામાં આવી હતી. ત્યારે ફેસબુક પર JIO-G નામથી ગેમ લોન્ચ થવાની માહિતી આપતી પોસ્ટ જોવા મળે છે.
સોશ્યલ મીડિયા પર અન્ય એક દાવો વાયરલ થઇ રહ્યો છે, જેમાં મુકેશ અંબાણી JIO-G નામથી ટૂંક સમયમાં એક ગેમ લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ વાયરલ દાવો ટ્વીટર પર kangna ranaut નામથી બનવવામાં આવેલ ફેક એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલ છે. તેમજ ફેસબુક અને ટ્વીટર પર “Mukesh Ambani announces a new Multiplayer game called JioG after announcement of Ban on #PUBG by Indian Government” કેપશન સાથે આ પોસ્ટ વ્યાલ કરવામાં આવેલ છે.
JIO-G ગેમ લોન્ચ થવાના દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા latestly, thesocialdigital,indialivedaily વગેરે વેબસાઈટ પર આ મુદ્દે પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ આ એક ભ્રામક દાવો છે, મુકેશ અંબાણી દ્વારા JIO-G નામથી કોઈપણ મોબાઈલ ગેમ માટે જાહેરાત કરવામાં આવેલ નથી.
આ મુદ્દે સચોટ માહિતી માટે JIO ઓફિશ્યલ ટ્વીટર એકરૂણત અને વેબસાઈટ પર જઈ તપાસ કરતા આ મુદ્દે કોઈપણ માહિતી જોવા મળેલ નથી. જયારે વાયરલ પોસ્ટ જે kangna ranaut એકાઉન્ટ પરથી વાયરલ થયેલ છે, જે એક ફેક એકાઉન્ટ હોવાનું પણ સાબિત થાય છે. ઉપરાંત યુટ્યુબ પર અનેક વિડિઓ આ વિષય પર જોવા મળે છે, જેમાં JIO-G ગેમ લોન્ચ થવાની માહિતી ભ્રામક હોવાનું જણાવવામાં આવેલ છે.
PUB-G ગેમ પર પ્રતિબંધ બાદ રિલાયન્સ ગ્રુપ મુકેશ અંબાણી દ્વારા JIO-G ગેમ લોન્ચ કરવાની જાહેરાત કરાઈ હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. JIO દ્વારા આ મુદ્દે કોઈપણ ઓફિશ્યલ જાહેરાત કરવામાં આવેલ નથી. તેમજ ટ્વીટર પર kangna ranaut નામથી ફેક એકાઉન્ટ દ્વારા આ ભ્રામક દાવો પોસ્ટ કરવામાં આવેલ છે.
latestly : https://www.latestly.com
thesocialdigital : https://thesocialdigital.com/jiog-coming-after-pubg-ban-in-india-fake-news
indialivedaily : https://www.indialivedaily.com/tech-news/reliance-jiog-game-how-to-download-and-play-jiog-game-like-pubg-1155/
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
September 26, 2020
Prathmesh Khunt
October 1, 2020
Prathmesh Khunt
December 10, 2020