Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
ખેડૂત વિરોધી કાયદાઓને પાછા ખેંચવાની માગણી સાથે ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ એચએસ લાખોવાલે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું હતું. જે બાદ કિસાનોની સરકાર સાથે થયેલ બેઠકોમાં કોઈ પરિણામ ના મળતા, કિસાનોએ આજે અંબાણી અને અદાણીની પ્રોડકટનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. જે મુદ્દે આજે સોશ્યલ મીડિયા પર એલ તસ્વીર વાયરલ થયેલ છે, જેમાં કિસાન JIO સિમ કાર્ડને સળગાવી વિરોધ નોંધાવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ટ્વીટર યુઝર્સ પત્રકાર રોહિણી સિંઘ દ્વારા વાયરલ તસ્વીર શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
દિલ્હી ખાતે ચાલી રહેલ ખેડૂત આંદોલન મુદ્દે સરકાર પર દાબણ લાવવા માટે ખેડૂતોએ રિલાયન્સ અને અદાણી કંપનીમાં બનતી વસ્તુનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જેમાં Reliance Jio SIMsનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે, જે બાદ સોશ્યલ મીડિયા પર કિસાનો દ્વારા પેક્ડ સિમ કાર્ડ સળગાવવામાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન timesofindia , indiatoday દ્વારા 2 ઓક્ટોબર 2020ના પબ્લિશ કરવામાં આર્ટિકલ જોવા મળે છે.
ઓક્ટોબર મહિનામાં પંજાબના અમૃતસરમાં ચાલી રહેલ કિસાન આંદોલન દરમિયાન ‘સીમકાર્ડ સત્યાગ્રહ’ એટલેકે JIOની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવા માટે તેમને સળગાવવામાં આવી હતી.
આ મુદ્દે વધુ તપાસ કરતા tribuneindia દ્વારા સપ્ટેમ્બર 30ના પબ્લિશ કરાયેલ વિડિઓ જોવા મળે છે, જેમાં સીમકાર્ડ તેમજ બેનરો સળગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત હાલમાં વાયરલ થયેલ તસ્વીરમાં જે કિસાન જીઓ સીમકાર્ડ સાથે જોઈ શકાય છે, તે સમાન તસ્વીર હાલમાં વાયરલ કરવામાં આવેલ છે.
Conclusion
Jio SIMsને સળગાવવામાં આવ્યા હોવાની તસ્વીર સપ્ટેમ્બર મહિનામાં અમૃતસરમાં થયેલ પ્રોટેસ્ટ સમયની છે. હાલમાં દિલ્હી ખાતે ચાલી રહેલ આંદોલન દ્વારા આજે jio-અદાણી પ્રોડકટનો બહિષ્કાર કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જે ઘટના સંબંધિત જૂની તસ્વીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
tribuneindia
timesofindia ,
indiatoday
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.