Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
યુપીમાં રેપની ઘટના બાદ સોશ્યલ મીડિયા પર આ મુદ્દે ખુબજ ચર્ચાઓ અને તસવીરો પોતાના વિચારો અને તર્ક અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યા છે. ત્યારે એક તસ્વીર વાયરલ થયેલ છે, જેમાં એક મહિલા કાંટાળા તાર માંથી બનાવેલ ડ્રેસ પહેરીને મોદી સરકાર મહિલાઓ ની સુરક્ષા કરવામાં અસમર્થ હોવાનો મેસેજ આપી રહી હોવાના દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે. ફેસબુક અને ટ્વીટર પર આ તસ્વીર “ ये तस्वीर प्रधानमंत्री और केंद्र सरकार के मुँह पर करारा तमाचा है जिसकी गुंज सिर्फ भाजपाइयों को छोड़कर पुरे विश्व को सुनाई देगी भारत में बढ़ती बलात्कार की घटनाओं को लेकर इस महिला ने अपने पुरे जिस्म को काटेंदार तार से लपेटकर ये संदेश दिया है कि इस सरकार मे महिला सुरक्षित नही है” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા શેયર કરવામાં આવેલ છે.
વાયરલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા thehansindia દ્વારા ડિસેમ્બર 2019ના પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ આ મહિલા હૈદ્રાબાદમાં ડોક્ટર સાથે થયેલ રેપની ઘટના બાદ આ પ્રકારે કાંટાળા તાર માંથી બનાવેલ ડ્રેસ પહેરીને દેખાવ કરી રહી છે. જયારે આ દાવો પણ આમારી તપાસ દરમિયાન ભ્રામક સાબિત થાય છે.
એન્ટી રેપ ડ્રેસના નામે વાયરલ થયેલ આ તસ્વીર પર સર્ચ કરતા artfarmsrilanka વેબસાઈટ પર આ મુદ્દે કેટલીક માહિતી જોવા મળે છે. જે મુજબ શ્રીલંકાના કોલંબોમાં ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલનું આયોજન થયેલ હતું, જેમાં અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આ મહિલા Janani Cooray દ્વારા આ ડ્રેસ બનાવવામાં આવ્યો હતો.
આ મુદ્દે વધુ સર્ચ કરતા jananicooray વેબસાઈટ પર આ ડ્રેસઅપ વિશે સંપૂર્ણ માહિતી જોવા મળે છે. જે મુજબ કોલંબોના મલ્ટિ-કુશળ કલાકાર જનાની કુરે શ્રીલંકાના પ્રથમ પ્રદર્શન કલાકારમાંના એક છે અને યુનિવર્સિટી ઓફ વિઝ્યુઅલ અને પ્રીમફોર્મિંગ આર્ટ્સના સ્નાતક છે.
જયારે ફેસબુક પર jananicoorayના ઓફિશ્યલ પેજ પર તેમના આર્ટ વર્ક વિશે જોવા મળે છે, તેઓ દ્વારા આ પ્રકારે અવનવા આર્ટ બનવવામાં આવે છે. તેમજ તેમના પ્રોફાઈલ પર વાયરલ તસ્વીર પણ જોવા મળે છે.
એન્ટી રેપ ડ્રેસ પહેરીને મહિલા વિરોધ કરી રહી હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર ખરેખરમાં શ્રીલંકાના કોલંબોમાં રહેતી મહિલા jananicooray છે, જે પર્ફોર્મિંગ આર્ટસની સ્ટુડન્ટ હતી. ન્યુઝ સંસ્થાન thehansindia અને ફેસબુક-ટ્વીટર પર વાયરલ થયેલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક છે. આ મહિલા દ્વારા બળાત્કારના વિરોધમાં હૈદ્રાબાદમાં આ પ્રકારે પ્રદશન નથી કરી રહી, પરંતુ શ્રીલંકામાં આયોજિત કોલંબો ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ દરમિયાન રજૂ કરવામાં આવેલ આર્ટવર્ક છે.
jananicoorayના – Facebook
artfarmsrilanka
jananicooray -web
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Komal Singh
November 19, 2024
Prathmesh Khunt
July 13, 2020
Prathmesh Khunt
July 28, 2020