રવિવારે ફિફા વર્લ્ડકપ (FIFA WC 2022) જીત્યા બાદ મેદાન પર મેસ્સીને ગળે લગાવતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ દાવો કરી રહ્યા છે કે તે ફાઇનલમાં ફ્રાન્સ સામેની જીત બાદ મેસ્સી તેની માતા, સેલિયા મારિયા કુસીટીનીને ગળે લગાવે છે. ન્યૂઝચેકરને આ દાવો ખોટો હોવાનું જણાયું છે, વાયરલ ક્લિપમાં દેખાતી મહિલા મેસ્સીની માતા નથી.

કેટલાક ન્યૂઝ આઉટલેટ્સ દ્વારા વાયરલ વીડિયોમાં મહિલાની ઓળખ મેસ્સીની માતા તરીકે આપવામાં આવી છે. આ ક્રમમાં ગુજરાતી જાગરણ ન્યુઝ દ્વારા “મેચ જીત્યા બાદ માતાને ભેટી ભાવુક થયો મેસી” હેડલાઈન સાથે આ ઘટના પર એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે. ઉપરાંત, આવા અન્ય કેટલાક સમાચારોના આર્કાઇવ અહીં અને અહીં જોવા મળી શકે છે.

Fact Check / Verification
મેસ્સીની માતા સેલિયા કુસીટીની અંગે ગુગલ સર્ચ કરતા વાયરલ વીડિયો પર ઘણા અહેવાલો સામે આવ્યા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફાઇનલમાં જીત બાદ મેસ્સી તેની માતાને ગળે લગાવે છે. આ અંગે, 18 ડિસેમ્બર, 2022 ના રોજ ધ સન ન્યુઝ દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે, જ્યાં મેસ્સી અને અન્ય વૃદ્ધ મહિલાની તસ્વીર જોવા મળે છે. તસ્વીરના કેપશનમાં લખ્યું છે કે “મેસ્સી તેની માતા સેલિયા કુસીટીની સાથે એક ખાસ ક્ષણનો આનંદ માણતા જોવા મળ્યા“

ન્યુઝ અહેવાલમાં જોવા મળતી મહિલા સેલિયા કુસીટીનીએ જાંબલી રંગની ટી-શર્ટ પહેરી હતી, જ્યારે વાયરલ ક્લિપમાં દેખાતી મહિલાએ આર્જેન્ટિનાની ટીમની સત્તાવાર જર્સી પહેરી હતી.
આ ઉપરાંત, ગેટ્ટી ઈમેજી વેબસાઈટ પર મેસ્સીની માતાના આર્જેન્ટિના માટે ચીઅર કરી રહ્યા હોય તેવી કેટલીક તસ્વીર જોવા મળે છે. નોંધનીય છે કે આ તમામ તસવીરોમાં સેલિયા કુસીટીની જાંબલી જર્સીમાં જોવા મળે છે. અહીંયા, વર્લ્ડ કપ જીત્યા બાદ મેસ્સી તેની માતાને ગળે મળ્યો હોવાની તસ્વીર પણ વેબસાઈટ પર જોઈ શકાય છે.

વાયરલ વીડિયોમાં મેસીને ગળે મળી રહેલ મહિલા કોણ છે?
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો હતો કે વાયરલ વીડિયોમાં મેસ્સીને ગળે લગાડતી જોવા મળેલી મહિલા ભૂતપૂર્વ સોકર પ્લેયર કુન એઝુરોની માતા છે, જે મેસ્સીની નજીકની મિત્ર છે. સ્પેનિશ – ભાષાના સમાચાર અહેવાલોએ તેણીની ઓળખ એન્ટોનીયા ફારિયાસ તરીકે કરી છે, જે ટીમ આર્જેન્ટિનાના રસોઈયા તરીકે સેવા આપે છે.

Conclusion
ફિફા વર્લ્ડકપ જીત્યા બાદ માતાને ભેટીને મેસ્સી ભાવુક થયો હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ન્યુઝ ચેનલો અને સોશ્યલ મીડિયા યુઝર્સ વર્લ્ડકપની જીત બાદ મેસ્સીને ગળે મળી રહેલ મહિલા તેની માતા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો શેર કરી રહ્યા છે.
Result : False
(આ અહેવાલ ન્યૂઝચેકર ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો)
Our Source
Report By The Sun, Dated December 18, 2022
Getty Images
Reuters
Self Analysis
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044