WeeklyWrap : ભાજપ માંથી ટિકિટ મળ્યા બાદ હાર્દિક પટેલે પોતાનો રંગ બદલ્યો તો બીજી તરફ ગુજરાતમાં રાહુલ ગાંધીની જાહેર સભાને લઈને ફેલાયેલ કેટલીક ભ્રામક અફવાઓ પર TOP 5 ફેકટચેક

ભાજપ માંથી ટિકિટ મળ્યા બાદ હાર્દિક પટેલે પોતાનો રંગ બદલ્યો હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ
ભાજપ માંથી ટિકિટ મળ્યા બાદ હાર્દિક પટેલે પોતાનો રંગ બદલ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો 2019માં યુપીના કૌશામ્બીમાં કોંગ્રેસની એક જાહેર સભામાં ભાષણ દરમિયાન લેવામાં આવેલ છે. નોંધનીય છે કે હાર્દિક પટેલ 2 જૂન 2022ના રોજ ભાજપમાં જોડાયો હતો. જયારે વાયરલ વિડીયો તેમણે કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે આપેલા ભાષણ સમયે 2019માં લેવામાં આવેલ છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

ફિફા વર્લ્ડકપના ઉદ્ઘાટન સમારોહમાં સ્ટેડિયમની અંદર કુરાનની આયતોનું પઠન કરવામાં આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
કતરમાં સ્ટેડિયમ ની અંદર કુરાનની આયતોનું પઠન કરતા બાળકોનો વિડીયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. ઓકોટબર 2021ના કતરના થુમામા સ્ટેડિયમ ખાતે સ્થાનિક અમીર કપ ઉદ્ઘાટન સમયે કુરાનની આયાતનું પઠન કરવામાં આવ્યું હતું. વાયરલ વીડિયોને હાલમાં ફિફા વર્લ્ડકપના ઉદ્ઘાટન સાથે જોડીને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

ગુજરાતમાં રાહુલ ગાંધીના જાહેર સંબોધન દરમિયાન ભરત સોલંકી અનુવાદ કરવાનું છોડીને જતા રહ્યા હોવાના વાયરલ વિડીયોનું સત્ય
રાહુલ ગાંધીના જાહેર સંબોધન દરમિયાન ગુજરાતી અનુવાદક સ્ટેજ પરથી અધવચ્ચે જ છોડીને જતા રહ્યા હોવાના વાયરલ વિડીયોને ભ્રામક અને મજાક સાથે શેર કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ વાયરલ વીડિયોને ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ભ્રામક રીતે શેર કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

જીતુ વાઘાણી વોટ માંગવા માટે લોકોના પગ પકડી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
ગુજરાત વિધાનસભા ચૂંટણી સંદર્ભે જીતુ વાઘાણી વોટ માંગવા માટે લોકોના પગ પકડી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ તસ્વીર ખરેખર 2020માં દિલ્હી વિધાનસભા ચૂંટણી સમયે લેવામાં આવેલ છે. વાયરલ તસ્વીરમાં લોકોના પગ પકડતા વ્યક્તિ દિલ્હી ભાજપના નેતા સંજય સિંહ છે. વાયરલ તસ્વીરને ભ્રામક દાવા સાથે ગુજરાત ચૂંટણી અને જીતુ વાઘાણીના નામ સાથે શેર કરવામાં આવી રહી છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

રાજકોટ ખાતે રાહુલ ગાંધીની સભામાં ખાલી ખુરશીઓ જોવા મળી હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
રાજકોટમાં રાહુલ ગાંધીની સભામાં મોટા પ્રમાણમાં ખુરશીઓ ખાલી જોવા મળી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. કોંગ્રેસની જનસભાના ઓફિશ્યલ વિડીયોમાં રાહુલ ગાંધીના સંબોધન સમયે લોકોની ભીડ જોઈ શકાય છે. આ ઉપરાંત, રાજકોટના સ્થાનિક પત્રકાર દ્વારા પણ વાયરલ દાવા અંગે સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું કે રાહુલ ગાંધીની સભામાં લોકોની ભીડ હાજર હતી.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044