Fact Check
મહિલાઓ ટ્રેક્ટર ચલાવી ખેડૂત આંદોલનમાં જોડાવા આવી રહી હોવાના ભ્રામક દાવા સાથે 2017ની તસ્વીર વાયરલ

સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે.જેમાં એક મહિલા ટ્રેક્ટર ચલાવતા જોઇ શકાય છે, તસ્વીર શેર કરનાર યુઝર્સનો દાવો છે કે હરિયાણાની કેટલીક મહિલાઓ જાતે ટ્રેક્ટર ચલાવી દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવી રહી છે. ફેસબુક પર “જો આ બહેનો બંગડીઓ મોકલાવે તો આપણે ગુજરાતના ખેડૂતો એ પહેરી લેવી જોઈએ” કેપશન સાથે આ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
કેન્દ્ર દ્વારા બનાવાયેલા નવા કૃષિ કાયદાનો વિરોધ છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીની સરહદોમાં ચાલી રહ્યો છે. પંજાબ, હરિયાણા સહિત દેશના અનેક રાજ્યોમાં ખેડૂત અને ખેડૂત સંગઠનોએ વિરોધનો મોરચો લીધો છે. દેશના ખેડુતો નવા કૃષિ કાયદો પાછો ખેંચવા અને પાક માટે લઘુતમ ટેકાના ભાવની બાંયધરી માટે આંદોલન કરી રહ્યા છે. તેમ છતાં કેન્દ્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તે ખેડૂતો સાથે વાટાઘાટો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યું નથી.
મહિલાઓ ટ્રેક્ટર ચલાવીને ટિકારી બોર્ડર પર આવી રહી હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ગૂગલ પર રિવર્સ ઇમેજ સર્ચ કરતા 06 ફેબ્રુઆરી 2017 ના રોજ hindustantimes વેબસાઇટ પર પબ્લિશ થયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ સરકારી નોકરી અને શિક્ષણમાં જાટ સમાજ દ્વારા કરવામાં આવેલ આંદોલનમાં જોડાયેલ મહિલાઓ જેમણે ટ્રેકટર ચાલવી રોહતક ખાતે ધરણા પ્રદશન કર્યું હતું.

આ મુદ્દે વધુ તપાસ કરતા ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા outlookindia વેબસાઈટ દ્વારા જાટ અનામત આંદોલન મુદ્દે થયેલ ધરણા અને મહિલાઓ દ્વારા ટ્રેક્ટર ચાલવી રોહતક ખાતે ધરણા માટે આવ્યા હોવાની માહિતી આપવામાં આવેલ છે.

જાટ અનામત આંદોલન શું છે તે વિશેની માહિતી મેળવવા માટે અમે ગુગલ પર સર્ચ કરતા દૈનિક ભાસ્કર દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ હરિયાણાની 30 ટકા વસ્તી સાથે જાટ સમુદાય પોતે ઓબીસી (અન્ય પછાત વર્ગ) આરક્ષણ માંગે છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૨ માં હરિયાણા કોંગ્રેસની તત્કાલીન ભૂપેન્દ્રસિંહ હૂડા સરકારે ખાસ પછાત વર્ગ હેઠળ શીખ, રોડ, બિશ્નોઇ અને ત્યાગી સમુદાયને અનામત આપી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે જાટને પછાત માનવાનો ઇનકાર કરીને સરકારના આદેશને રદ કર્યો હતો.
Conclusion
ખેડૂતો દ્વારા ચાલી રહેલ આંદોલનમાં મહિલાઓ ટ્રેકટર ચાલવી ટિકારી બોર્ડર પર આવી રહી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર 2017માં હરિયાણામાં થયેલ જાટ અનામત આંદોલન સમયે મહિલાઓ રોહતક ખાતે ટ્રેકટર ચલાવીને ધરણા પ્રદશન માટે આવેલ હતી તે સમયની છે. આ તસ્વીરને ભ્રામક દાવા સાથે હાલમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન સાથે જોડવામાં આવેલ છે, જયારે આ તસ્વીર 2017 જાટ અનામત આંદોલન સમયની છે.
Result :- Misleading
Our Source
દૈનિક ભાસ્કર
outlookindia
hindustantimes
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)