Fact Check
2014ની રેલીની તસ્વીર હાલ બિહારમાં CM યોગીની જનસભા હોવાના દાવા સાથે વાયરલ
બિહારમાં રાજકારણ ગરમી પકડી રહ્યું છે, આવનારા દિવસોમાં ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે બિહારમાં ચૂંટણી પ્રચાર માટે CM યોગી આદિત્યનાથ પણ આવી ચુક્યા છે. જે બાદ સોશ્યલ મીડિયા પર એક રાજકીય પાર્ટીની સભામાં એકઠી થયેલ ભીડની તસ્વીર વાયરલ થયેલ છે. આ તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે, યોગી આદિત્યનાથને સાંભળવા માટે બિહાર જનસભામાં આ માણસો એકઠા થયા હતા. ફેસબુક અને ટ્વીટર પર “#योगी आदित्यनाथ जी को सुनने के लिए #बिहार की एक रैली में उमड़ा जनसैलाब” કેપશન સાથે આ તસ્વીર અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
બિહાર CM યોગી આદિત્યનાથની સભામાં આ માણસો એકઠા થયા હોવાના દાવા પર વાયરલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન deshgujarat દ્વારા 2014માં પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ નરેન્દ્ર મોદી દ્વારા કોલકતામાં 2014માં કરવામાં આવેલ એક રેલીમાં આ માણસો એકઠા થયા હતા અને આ તસ્વીર કોલકતા રેલીની છે.

વાયરલ તસ્વીર 2014માં નરેન્દ્ર મોદીની રેલીની હોવાની જાણકારી મળતા ગુગલ કીવર્ડ આધારે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન indianexpress, rediff, oneindia દ્વારા 2014માં પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ નરેન્દ્ર મોદી દ્વારા 2014 પહેલા કોલકતામાં અનેક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક સમયે 2 લાખથી પણ વધુ લોકો જનસભામાં જોડાયા હતા.

બિહાર ચૂંટણીને લઇ વાયરલ દાવા પર વધુ તપાસ કરતા 64.media અને gettyimages પર 2014 કોલકતા રેલીની તસ્વીર જોવા મળે છે. જે મુજબ ફેબ્રુઆરી 2014માં કોલકતામાં આયોજન કરવામાં આવેલ રેલીમાં આ પ્રમાણમાં જનસંખ્યા જોવા મળેલ હતી. જે તસ્વીરને હાલમાં બિહાર યોગી આદિત્યનાથની સભાના નામ પર વાયરલ થયેલ છે.
જયારે CM યોગી આદિત્યનાથની બિહારમાં થયેલ જનસભા પર ગુગલ સર્ચ કરતા ટ્વીટર પર ANI દ્વારા 20 ઓક્ટોબરના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, જે મુજબ યોગીજી કૈમુર જિલ્લાના રામગઢ ક્ષેત્રમાં ભાષણ આપવામાં માટે આવ્યા હતા.
Conclusion
CM યોગી આદિત્યનાથને સાંભળવા માટે આટલી મોટી સંખ્યામાં લોકો જનસભામાં હાજર રહ્યા હોવાના દાવા સાથે વાયરલ તસ્વીર તદ્દન ભ્રામક છે. 2014માં કોલકતામાં નરેન્દ્ર મોદીની રેલીમાં મોટી સંખ્યામાં જોડાયેલ લોકોની તસ્વીર બિહાર ચૂંટણીમાં યોગી આદિત્યનાથની સભામાં હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
ANI
gettyimages
indianexpress,
rediff,
oneindia
deshgujarat
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
