સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક ક્રિકેટ બેટ વડે પુજારીને નિર્દયતાથી મારતો નજરે પડે છે. વીડિયો શેર કરનારા યુઝરે દાવો કર્યો હતો કે ‘ગુજરાતના એક મંદિરના પૂજારીએ યુવતી સાથે છેડછાડ કરી છે જે કારણે તેને માર પડી રહ્યો છે.’
સોશિયલ મીડિયા પર પુજારીને માર મારવાના આ વાયરલ વીડિયો સાથે શેર કરવામાં આવતા દાવાની સત્યતા જાણવા અમે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અન્ય પોસ્ટ પણ જોવા મળે છે, જેમાં આ ઘટના હરિયાણાના એક ગામમાં પૂજારીની અપહરણ કરીને તેને માર મારવામાં આવ્યો છે. ટ્વીટર પર ‘A 26 years old Pujari was kidnapped n brutally beaten up by the casteist goons in a village of Haryana. D condition of pujari deteriorated while his family was taking him back 2 his native place in MP’ કેપશન સાથે આ વિડિઓ શેર કરવામાં આવ્યો છે.
Factcheck / Verification
પૂજારી સાથે થયેલ મારામારીના આ વિડિઓ પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન kohraam દ્વારા પબ્લિશ કરવામાં આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના એક ગામમાં પૂજારી દ્વારા યુવતી સાથે છેડછાડ કરવામાં આવી હોવાના સંદર્ભમાં પરિવારના લોકો તેમજ ગ્રામીણો દ્વારા પુજારીને માર મારવામાં આવ્યો છે.
ઉપરોક્ત લેખમાં મળેલ તથ્યોની પુષ્ટિ કરવા માટે ગૂગલ પર વધુ તપાસ કરતા વાયરલ વિડિઓ વિશે દૈનિક જાગરણ દ્વારા પબ્લિશ કરવામાં આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ઢાબીકલા ગામના 26 વર્ષીય પૂજારીને ગામની એક યુવતી સાથે અશ્લીલ છેડછાડ કરવાના આરોપસર ગામના લોકોએ માર માર્યો હતો.

આ ઉપરાંત ન્યૂઝ 18ની વેબસાઇટ પર આપવામાં આવેલ માહિતી મુજબ ફતેહાબાદ પોલીસે પુજારીને માર મારવાના વાયરલ વિડિઓના 4 આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ મારપીટની ઘટના 1 નવેમ્બરના બનેલ છે.

આ સિવાય ઉપરોક્ત કેસની સચોટ માહિતી માટે અમે ફતેહાબાદ પોલીસનો સીધો ફોન પર સંપર્ક કર્યો હતો. જ્યાં પોલીસે જાણકારી આપી હતી કે ઢાબીકલા ગામના પૂજારીને માર મારવાના કેસમાં કોઈ પણ જાતીય કે ધાર્મિક પક્ષ વચ્ચે થયેલ ઘટના નથી બંને પક્ષો સામાન્ય જાતિના છે.
પુજારીને માર મારવાનો આ વીડિયો બંગાળી ભાષામાં પણ વાયરલ થયો છે. જે સંદર્ભે પશ્ચિમ બંગાળની પોલીસે ટ્વિટર પર ટ્વીટ દ્વારા આ દાવો ભ્રામક હોવાની માહિતી આપેલ છે.
Conclusion
ગુજરાતના એક મંદિરના પૂજારી દ્વારા યુવતી સાથે છેડછાડ સંદર્ભે ક્રિકેટ બેટ વડે માર મારવામાં આવ્યો હોવાનો વાયરલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ ગુજરાત નહીં પરંતુ હરિયાણાના ઢાબીકલા ગામનો છે, તેમજ આ ઘટના પર હરિયાણા પોલીસ દ્વારા 4 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
kohraam
દૈનિક જાગરણ
ન્યૂઝ 18
WBPolice
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)