સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ AAPને સૌથી ખરાબ પાર્ટી ગણાવી છે. વાયરલ વીડિયોમાં મનીષ સિસોદિયા પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જોવા મળે છે. જ્યાં તેઓ આપ પાર્ટી દ્વારા કરવવામાં આવેલ સર્વે અંગે માહિતી આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ અહેવાલ Newschecker હિન્દી ટિમના શુભમ સિંઘ દ્વારા 9મેં ના પ્રકાશિત કરવામાં આવેલ છે.

આ વીડિઓ ફેસબુક યુઝર Chuntli Expressએ, “ભૂલથી તો ભૂલથી, પણ આખરે સત્ય તો સામે આવી જ ગયું” ટાઇટલ સાથે શેર કર્યો છે. વિડીઓમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા જણાવવામાં આવ્યું કે ‘દિલ્હી ખાતે આપ પાર્ટી દ્વારા એક સર્વે કરવવામાં આવ્યો હતો જેમાં દેશમાં કઈ રાજકીય પાર્ટી સૌથી વધુ હિંસા અને ગુંડાગીરી કરે છે, જેના જવાબમાં મનીષ સિસોદિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટી જ આ હિંસાઓ અને ખરાબ માહોલ બનાવે છે.’
ભૂતકાળમાં દેશના કેટલાક રાજ્યોમાં સાંપ્રદાયિક હિંસા પછી, દિલ્હી સરકારે હિંસક ગતિવિધિઓ માટે કયો પક્ષ જવાબદાર છે તે જાણવા માટે એક સર્વે શરૂ કર્યો હતો. એબીપી ન્યૂઝના અહેવાલ મુજબ , AAP નેતા આતિશીએ જણાવ્યું હતું કે દેશભરમાં થઈ રહેલી હિંસા સિવાય બીજેપી કાર્યકર્તાઓએ થોડા દિવસો પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના આવાસ પર હુમલો કર્યો હતો. આતિશીએ એબીપી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, “આ દિવસોમાં લોકો કહેવા લાગ્યા છે કે ભાજપ ગુંડાગીરી કરી રહી છે, તે હવે ભારતીય ગુંડા પાર્ટી બની ગઈ છે. તેને જોતા હવે આમ આદમી પાર્ટી એક સર્વે શરૂ કરવા જઈ રહી છે. અમે લોકોને પૂછવા જઈ રહ્યા છીએ કે તેઓ ભાજપ અને આમ આદમી પાર્ટી વિશે શું વિચારે છે.
Fact Check / Verification
શું દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આમ આદમી પાર્ટીને સૌથી ખરાબ પાર્ટી કહી છે? સત્ય જાણવા માટે કીવર્ડ ‘મનીષ સિસોદિયા સર્વે’ પર ગૂગલ સર્ચ કરતી વખતે, અમને 05 મે 2022 ના રોજ ETV દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. રિપોર્ટ અનુસાર, આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં એક સર્વે કરાવ્યો છે, જેમાં 91 ટકા લોકોનું માનવું છે કે ભાજપ દેશમાં અરાજકતા ફેલાવી રહી છે. આ સર્વે 21 એપ્રિલથી દિલ્હીમાં શરૂ થયો હતો, જેમાં 11 લાખથી વધુ લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. ETVના આ રિપોર્ટ સાથે એક વીડિઓ પણ જોડવામાં આવ્યો છે, જેમાં મનીષ સિસોદિયા દિલ્હીમાં થયેલા સર્વે પર પ્રેસ સંબોધતા જોવા મળે છે. ઉપરાંત, તેઓએ કોઈપણ જગ્યાએ ઉલ્લેખ કર્યો નથી કે આમ આદમી પાર્ટી સૌથી વધુ ગુંડાઓવાળી પાર્ટી છે.
આમ આદમી પાર્ટીની યુટ્યુબ ચેનલ દ્વારા 4 મે, 2022 ના રોજ અપલોડ કરવામાં આવેલ સમાન વિડિઓ જોઈ શકાય છે. જે અનુસાર, AAP દ્વારા કરાયેલા સર્વેમાં 91% લોકોનું માનવું છે કે ભાજપ દેશભરમાં કોમી રમખાણો કરાવે છે. વીડિઓમાં મનીષ સિસોદિયા એક મિનિટ 10 સેકન્ડથી બે મિનિટ 30 સેકન્ડના ભાગમાં કહી રહ્યા છે,“બે અઠવાડિયા પહેલા અમે એક સર્વે કર્યો હતો. આ સર્વેનું કામ 21મી એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું હતું અને તેમાં અમે જનતાને ત્રણ સવાલ પૂછ્યા હતા કે દેશભરમાં ગુંડાગીરી અને રમખાણો કયો પક્ષ કરાવે છે. કયા પક્ષમાં ગુંડા અને અભણ લોકો છે અને કયા પક્ષમાં શિષ્ટ, શિક્ષિત અને પ્રમાણિક લોકો છે. અમે આ સર્વે ફોન કોલ દ્વારા અને ફિલ્ડ સર્વેના રૂપમાં કરાવ્યો છે. તેથી બે અઠવાડિયામાં તેના આશ્ચર્યજનક પરિણામો આવ્યા છે. અમે લગભગ 11 લાખ લોકો સાથે વાત કરી હતી.
આ દિલ્હીના લોકોનો સર્વે છે. જનતા બહુ સ્પષ્ટ રીતે સમજે છે કે આ દેશમાં રમખાણો કરાવનાર ભારતીય જનતા પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી પોતે ગુંડાગીરી કરે છે. 91% લોકોએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુંડાગીરી અને રમખાણોમાં સામેલ છે. 8 ટકા લોકોએ કોંગ્રેસ અને એક ટકા લોકોએ અન્ય માટે કહ્યું. બીજો પ્રશ્ન એ હતો કે કયા પક્ષમાં સૌથી વધુ ગુંડાઓ અને અભણ લોકો છે. તો ભારતીય જનતા પાર્ટીની છબી જુઓ કે 89% લોકો કહે છે કે ભાજપમાં સૌથી વધુ ગુંડાઓ અને અભણ લોકો છે, 5 ટકા કોંગ્રેસ, 2 ટકા AAP, અને 4 ટકા અન્ય. ત્રીજો પ્રશ્ન એ હતો કે કઈ પાર્ટીમાં સૌથી વધુ શિક્ષિત અને પ્રમાણિક લોકો છે, જેમાં 73 ટકા લોકોએ AAP, કોંગ્રેસ 15 ટકા, BJP 10 ટકા અને અન્ય માટે 2 ટકા લોકો છે.
AAM AADMI PARTY દ્વારા અપલોડ કરવામાં આવેલ વિડિયો 1 મિનિટ 09 સેકન્ડથી 2 મિનિટ 30 સેકન્ડ સુધી એડિટ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં, મનીષ સિસોદિયાએ સ્પષ્ટપણે કહ્યું છે કે દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 91 ટકા લોકો માને છે કે ભાજપ દેશમાં રમખાણો કરાવે છે.
Conclusion
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નિવેદનને સંપાદિત કરીને, સોશિયલ મીડિયા પર ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. દિલ્હી સરકારના સર્વેમાં ભાજપને સૌથી વધુ ગુંડાગીરી અને રમખાણો કરનારી પાર્ટી ગણાવવામાં આવી છે.
Result : Altered Media
Our Source
ETV report published on 5 May 2022
AAM AADMI Party Video Uploaded on 4 May 2022
Abp News Report published on 05 May 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044