Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Coronavirus
દેશમાં કોરોનાના કેસની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસમાં મોટો વધારો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી સતત કેસ વધી રહ્યા છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા યુઝર્સ એક પોસ્ટ શેર કરી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આવતીકાલથી ગુજરાતમાં માસ્ક પહેરવાનું ફરજીયાત રહેશે નહીં તો 1000રૂ નો દંડ થશે.
ફેસબુક પર ‘સૌરાષ્ટ્ર ઉદય’ ન્યુઝ ચેનલની બ્રેકીંગ ન્યુઝ પ્લેટ વાયરલ થયેલ છે, પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે “આવતીકાલ સવારથી ગુજરાતમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, માસ્ક ન પહેરનાર ને 1000 રૂપિયા દંડ લેવામાં આવશે.” આ ઉપરાંત, CWS ન્યુઝની બ્રેકીંગ પ્લેટ સાથે પણ સમાન દાવો કરતી પોસ્ટ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.
આ પણ વાંચો : ફેક ટ્વીટર એકાઉન્ટ પરથી સશી થરૂરના નામે સમ્રાટ પૃથ્વીરાજની પત્ની પર ટિપ્પણી કરતી ટ્વીટ વાયરલ
આવતીકાલથી ગુજરાતમાં માસ્ક પહેરવાનું ફરજીયાત રહેશે નહીં તો 1000રૂ નો દંડ લાગુ થયો હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા આ પ્રકારે કોઈ સત્તવાર જાહેરાત જોવા મળતી નથી. જયારે CWS ન્યુઝ દ્વારા ફેસબુક પર 17 જૂનના વાયરલ પોસ્ટ અંગે સ્પષ્ટતા આપતા જણાવવામાં આવ્યું કે “માસ્ક પહેરવા અને ફરજિયાત બાબતે હજુ કોઈ પુષ્ટિ થયેલ નથી, વાયરલ મેસેજ દ્વારા સમાચાર પ્રકાશિત થયા હતા”
રાજ્યમાં કોરોના કેસમાં વધારો થતા માસ્ક પહેરવાના નિયમ અંગે વાયરલ થયેલ પોસ્ટ અંગે અમે એડિશનલ ડી.જી કાયદા અને વ્યવસ્થા શ્રી કોમાર સાથે વાતચીત કરી હતી. તેઓએ વાયરલ દાવા પર સ્પષ્ટતા આપતા જણાવ્યું કે “ફરજીયાત માસ્ક પહેરવા અંગે આગાઉ જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન હજુ યથાવત છે, પરંતુ કોરોના કેસોમાં ઘટાડો નોંધાતા માસ્ક પહેરવાના નિયમનું પાલન અને દંડ વસુલ કરવા પર સરકાર નરમ વલણ દેખાડી રહી છે. જયારે જાહેર જગ્યા પર માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અંગે સરકાર હજુ પણ સલાહ આપે છે.“
માસ્ક પહેરવાના નિયમનું પાલન અને દંડ વસુલ કરવા પર સરકાર નરમ વલણ અંગે ગુગલ સર્ચ કરતા Gujaratsamachar દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રાત્રિ કરફ્યુમાંથી ગુજરાત મુક્ત થયુ છે. રાજ્ય સરકારે કોરોનાના તમામ પ્રતિબંધ હટાવી લીધા છે અને ગુજરાત હવે કોરોના નિયંત્રણ મુક્ત રાજ્ય બન્યુ છે. લગ્ન સહિત અન્ય પ્રસંગોએ લોકોને એકઠા થવાની મર્યાદા પણ દૂર કરી દેવામાં આવી છે. જોકે, સરકારે જાહેર સ્થળોએ માસ્ક ઉપરાંત સોશિયલ ડિસટન્સ જાળવી રાખવાના નિયમમાં કોઇ ફેરફાર કર્યો નથી.
આવતીકાલથી ગુજરાતમાં માસ્ક પહેરવાનું ફરજીયાત રહેશે નહીં તો 1000રૂ નો દંડ લાગુ થયો હોવાના ભ્રામક દાવા સાથે ન્યુઝ બ્રેકીંગ પ્લેટ શેર કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં માસ્ક પહેરવા અંગે કે દંડ વસૂલવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરેલ નથી. પરંતુ ઉલ્લેખનીય છે કે કોરોનાને લગતા તમામ પ્રતિબંધ હટાવ્યા બાદ પણ સરકારે જાહેર સ્થળોએ માસ્ક ઉપરાંત સોશિયલ ડિસટન્સ જાળવી રાખવાના નિયમમાં કોઇ ફેરફાર કર્યો નથી.
Our Source
CWS News Clarification Post On Facebook, 17 June 2022
Telephonic Conversation With Add.DG Of Law and Order Mr.Komar
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
May 10, 2025
Dipalkumar Shah
April 26, 2025
Dipalkumar Shah
April 23, 2025