દેશભરમાં હિન્દૂ-મુસ્લિમ હિંસાઓ વધી રહી છે. મંદિર-મસ્જિદના વિવાદો પર અનેક ટિપ્પણીઓ સાંભળવા મળી રહી છે. થોડા દિવસ પહેલા પૂર્વ ભાજપ નેતા નૂપુર શર્મા દ્વારા પયગંબર પર કરવામાં આવેલ ટિપ્પણી બાદ માહોલ ગરમાયો હતો, જે અંગે સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા અનેક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ક્રમમાં ટ્વીટર પર સશી થરૂર દ્વારા સમ્રાટ પૃથ્વીરાજ અંગે કરવામાં આવેલ ટ્વીટ વાયરલ થયેલ છે, જેમાં તેઓ પૃથ્વીરાજની 12 પત્નીઓ હોવાનો દાવો કરી રહ્યા છે.

ફેસબુક યુઝર્સ દ્વારા “શશી થરૂરજી બાકીની 11 પત્નીઓનું તમારે શું કામ છે…??મને લાગે છે તમારા ડરથી ક્યાંક છુપાવી દીધી હશે” ટાઇટલ સાથે ટ્વીટર સ્ક્રીન શોટ શેર કરી રહ્યા છે. ટ્વીટર પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે “મોહમ્મદ ગૌરીને માર્યો તો માર્યો પરંતુ પૃથ્વીરાજની 12 પત્ની માંથી 11 પત્નીઓ ક્યાં છે, મેં તો માત્ર એક જ જોઈ છે.“

આ પણ વાંચો : ગુજરાત આપ પાર્ટી દ્વારા દારૂબંધી દૂર કરો આંદોલન શરૂ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
Fact Check / Verification
પૃથ્વીરાજની 12 પત્નીઓ હોવાના દાવા સાથે સશી થરૂરના નામે વાયરલ થયેલ ટ્વીટર પોસ્ટને ધ્યાન પૂર્વક જોતા જોઈ શકાય છે કે યુઝરનું નામ @an_author1 છે. તેમજ સ્ક્રીન શોટમાં આ પોસ્ટ એન્ડ્રોઇડ ફોન દ્વારા કરવામાં આવી હોવાની માહિતી પણ જોઈ શકાય છે.

જયારે, સશી થરૂરના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર તપાસ કરતા આ પ્રકારે કોઈપણ ટ્વીટ જોવા મળતી નથી. તેમજ અહીંયા તેમના યુઝર નામ ‘@ShashiTharoor’ લખાયેલ જોવા મળે છે. ઉપરાંત અન્ય તફાવત જોઈ શકાય છે કે તેઓની તમામ ટ્વીટ આઈફોન દ્વારા કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે વાયરલ ટ્વીટ જે એકાઉન્ટ પરથી કરવામાં આવેલ છે, તે એકાઉન્ટ હાલમાં કાર્યરત નથી. જયારે, સમ્રાટ પૃથ્વીરાજની પત્નીઓ અંગે ગુગલ સર્ચ કરતા કેટલાક મીડિયા રિપોર્ટ જોવા મળે છે. જે અનુસાર, સંયુક્તા, જેને સંયોગિતા અથવા સંજુક્તા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પૃથ્વીરાજ ચૌહાણની ત્રણ પત્નીઓમાંની એક હતી અને તેમની લવ સ્ટોરી ભારતમાં મધ્ય યુગની સૌથી પ્રખ્યાત કહાની છે.
Conclusion
પૃથ્વીરાજની 12 પત્નીઓ હોવાના દાવા સાથે સશી થરૂરના નામે વાયરલ થયેલ ટ્વીટર પોસ્ટ તદ્દન ભ્રામક છે. વાયરલ પોસ્ટ સશી થરૂરના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી કરવામાં આવેલ નથી. ફેક ટ્વીટર પ્રોફાઈલ પરથી કરવામાં આવેલ ટ્વીટના સ્ક્રીન શોટને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : Imposter Content / False
Our Source
Self Analysis
Twitter Account Of @ShashiTharoor
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044