Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Milkha Singh death reports is a hoax
ફ્લાઈંગ શીખનો ખિતાબ મેળવનાર મિલ્ખા સિંઘ કોરોના સંક્રમિત થયા છે, મહત્વનું છે કે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લોકડાઉનમાં સમયમાં 91 વર્ષના મિલ્ખા સિંઘે લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી હતી પરતું મિલ્ખા સિંઘ પોતે કોરોના સંક્રિમિત થયા છે. મિલ્ખા સિંઘ પૂર્વ એથલીટ ખેલાડી રહી ચુક્યા છે, હાલ તેઓ ચંદીગઢમાં પોતાના પરિવાર સાથે રહે છે, મિલ્ખા સિંઘનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે ઘરના બાકીના સભ્યોનો પણ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જેમાં મિલ્ખા સિંઘના બે નોકરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યારે તેમના પત્ની તથા પૌત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ભારતીય ઈતિહાસના મહાન એથ્લીટ Milkha Singh નું ઓક્સિજન લેવલ ઘટતા, તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. તેઓ 20 મે ના રોજ કોરોનાગ્રસ્ત થયા હતા અને ઘરે જ સારવાર લઈ રહ્યા હતા. જયારે સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દ્વારા મિલ્ખા સિંઘ નું નિધન થયું હોવાના દાવા સાથે તેમની તસ્વીર શેર કરવામાં આવેલ છે. ફેસબુક અને ટ્વીટર પર “RIP milkha singh” કેપશન સાથે અનેક પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
91 વર્ષના એથલીટ મિલ્ખા સિંઘ કોરોના સામે જંગ હારી ગયા અને તેમનું નિધન થયું હોવાના દાવા સાથે શેર થયેલ વાયરલ પોસ્ટ મુદ્દે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ઘણા પરિણામો જોવા મળે છે.
ન્યુઝ સંસ્થાનો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ મિલ્ખા સિંહનાં પત્ની નિર્મલા મોહાલી ખાતે આવેલ ફોર્ટિસ હોસ્પિટલ પર આઇસીયુમાં છે. જયારે મિલ્ખા સિંહનું ઓક્સિજન લેવલ ઘટી જવાથી તેમને ચંદીગઢ PGIMER ઇન્સ્ટિટ્યૂટ ખાતે દાખલ કરવામાં આવેલ છે. ઇન્સ્ટિટ્યૂટ સ્પોક પર્સન અશોક કુમાર દ્વારા જણાવવામાં આવ્યું કે 3 જૂનથી તેઓ અહીંયા સારવાર લઇ રહ્યા છે, અને હાલ તેમની પરિસ્થિતિમાં ખુબ જ સુધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો :- ભાજપ સાંસદ મેનકા ગાંધી દ્વારા મોદી સરકારની આલોચના કરતો ભ્રામક વિડિઓ વાયરલ, જાણો કોણ છે આ વ્યક્તિ
આ ઘટના સંબધિત વધુ માહિતી સર્ચ કરતા ટ્વીટર પર મિલ્ખા સિંહના પુત્ર Jeev Milkha Singh દ્વારા 4 જૂન 2021ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં તેઓ PM મોદી નો આભાર વ્યક્ત કરી રહ્યા છે, સાથે જણાવે છે કે મિલ્ખા સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ હાલ તેમની તબિયત સ્થિર છે.
ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંઘ કોરોના સંક્રમિત થયા અને તેમનું નિધન થયું હોવાના દાવા સાથે શેર થયેલ પોસ્ટ તદ્દન ભ્રામક અફવા છે. મિલ્ખા સિંઘ કોરોના સંક્રમિત છે, અને હાલ સારવાર હેઠળ છે. ડોકટરના જણાવ્યા અનુસાર તેમની તબિયતમાં ઘણો સુધારો આવેલ છે, જયારે સોશિયલ મીડિયા પર તેમનું નિધન થયું હોવાની ભ્રામક અફવા સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Prathmesh Khunt
January 4, 2022
Prathmesh Khunt
February 24, 2021
Prathmesh Khunt
March 8, 2021