Fact Check
કેરળમાં BJP નેતા પૂરું પાડશે સારું ગૌમાંસ (Beef), જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

પશ્ચિમ બંગાળ , કેરેલામાં ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તમામ પક્ષો દ્વારા જાહેરસભા તેમજ શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું. ત્યારે સોશ્યલ મીડિયા પર India TVનો એક વિડિઓ શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં કેરળમાં BJP નેતા દ્વારા વાયદો કરવામાં આવ્યો કે જો અમે જીતીશું તો અમે સારા ગૌમાંસની વ્યવસ્થા કરીશું. નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તા પર આવ્યા બાદ દેશના લગભગ વિસ્તારમાં ગૌમાંસના (Beef) વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

ફેસબુક અને ટ્વીટર પર કેરેલા વિધાનસભા ચૂંટણી સંદર્ભે BJP નેતા સારૂ Beef અપાવવાનો વાયદો કરી રહ્યા હોવાનો ન્યુઝ વિડિઓ શેર થઈ રહ્યો છે. “કેરલ માં બીજેપી નો વાયદો.બીજેપી ની સરકાર બનશે તો સ્વચ્છ કસાઈ ઘર મળશે અને સારી ગુણવત્તા નું ગાય નું માંસ ખાવા મળશે.” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા India TV ન્યુઝ બુલેટિન વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે.
Factcheck / Verification
ભારતમાં કુલ 29 રાજ્યો માંથી 20 રાજ્યોમાં ગૌમાંસ (Beef) વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. માત્ર બંગાળ, કેરેલા, નાગાલેન્ડ, ત્રિપુરા, આસામ, મિઝોરમ વગેરે રાજ્યોમાં ગૌમાંસ પર કોઈ પ્રતિબંધ નથી. ત્યારે કેરળમાં થનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નેતા દ્વારા સારા કસાઈ ઘર અને સાફ ગૌમાંસ પૂરું પાડવાનો વાયદો ચૂંટણી પ્રચારમાં કરવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર મુદ્દે ગુગલ કીવર્ડ સર્ચના મદદથી તપાસ શરૂ કરી.
ટ્વીટર પર કોંગ્રેસ નેતા સલમાન નિઝામી દ્વારા 4 માર્ચના hindustantimes દ્વારા પ્રકાશિત કરવામાં અહેવાલના હવાલે એક ટ્વીટ કરવામાં આવેલ છે. આ ટ્વીટમાં તેમણે BJP નેતા દ્વારા ગૌમાંસ અપવવાનો વાયદા મુદ્દે ભાજપ પર કટાક્ષ કરતા ન્યુઝ સંસ્થાન દ્વારા એપ્રિલ 2017ના આ અહેવાલ પ્રકાશિત શેર કરવામાં આવ્યો હતો.

BJP નેતા દ્વારા ગૌમાંસ (Beef) અપવવાનો વાયદા પર યુટ્યુબ પર India TV 2017માં અપલોડ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જે વિડિઓને હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવેલ છે.
કેરેલા વિધાનસભા ચૂંટણી સમયે ભાજપ નેતા દ્વારા ગૌમાંસ અંગે કરવામાં આવેલ જાહેરાત પર વધુ તપાસ કરતા NDTV અને scroll ન્યુઝ દ્વારા 2017માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે પરથી સાબિત થાય છે કે વર્ષ 2017માં ચૂંટણી સમયે કેરેલાના મલ્લાપુરમ બેઠકના ઉમેદવાર N Sreeprakash દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

Conclusion
જો BJP જીતશે તો જનતાને સારું ગૌમાંસ (Beef) પૂરું પાડવામાં આવશે હોવાનો દાવો ભ્રામક છે. વર્ષ 2017માં થયેલ ચૂંટણી સમયે BJP નેતા દ્વારા આ પ્રકારે વાયદો કરવામાં આવ્યો હતો. જયારે ન્યુઝ સંસ્થાન India TVનો આ વાયરલ વિડિઓ સોશ્યલ મીડિયા પર હાલમાં કેરળમાં થનાર વિધાનસભા ચૂંટણી સંદર્ભે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.