Fact Check
શું કેન્દ્રની ભાજપ સરકાર અલ્પસંખ્યક મંત્રાલય બંધ કરવા વિચારણા કરી રહી છે?
કેન્દ્રની ભાજપ સરકાર લઘુમતી બાબતોના મંત્રાલયને બંધ કરવા જઈ રહી છે. ફેસબુક પર યુઝર્સ દાવો કરી રહ્યા છે કે “કેન્દ્રની ભાજપ સરકાર ટુંક સમયમાં અલ્પસંખ્યક મંત્રાલય કરશે બંધ તો બોલો જય શ્રી રામ“

ઉલ્લેખનીય છે કે વાયરલ દાવાની શરૂઆત ન્યુઝ સંસ્થાન ડેક્કન હેરાલ્ડના એક અહેવાલમાં સૂત્રોના હવાલે મોદી સરકાર અલ્પસંખ્યક મંત્રાલય બંધ કરીને તેને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય સાથે મર્જ કરી શકે છે.

વાયરલ દાવા અંગે Newschecker Hindi દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક અહીંયા વાંચો
Fact Check / Verification
કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી બાબતોના મંત્રાલયને બંધ કરવાના નામે શેર કરવામાં આવી રહેલા આ દાવા અંગે ગૂગલ કીવર્ડ્સ સર્ચ કરતા અમને 3 ઑક્ટોબર, 2022ના રોજ PIB ફેક્ટ ચેક પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેક્ટ ચેક શાખા દ્વારા શેર કરાયેલ એક ટ્વિટ જોવા મળે છે. પીઆઈબી ફેક્ટ ચેકે પોતાના ટ્વીટમાં ડેક્કન હેરાલ્ડ દ્વારા પ્રકાશિત વાયરલ દાવા સંબંધિત માહિતીને ખોટી ગણાવી છે અને માહિતી આપી છે કે કેન્દ્ર સરકાર આવા કોઈ પ્રસ્તાવ પર વિચારણા કરી રહી નથી.
તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેક દ્વારા શેર કરવામાં આવેલ ટ્વિટને કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાની અને લઘુમતી બાબતોના રાજ્ય મંત્રી જોન બાર્લા દ્વારા પણ શેર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, અમને PIBની વેબસાઈટ પર લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રેસ રિલીઝ પણ જોઈ શકાય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા મંત્રાલયને નાબૂદ કરવાના નામે શેર કરવામાં આવતા દાવાને ભ્રામક ગણાવવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી બાબતોના મંત્રાલયને બંધ કરવાના નામે શેર કરવામાં આવી રહેલ દાવો તદ્દન ભ્રામક છે. સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ ન્યુઝ સંસ્થાન ડેક્કન હેરાલ્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલમાં અલ્પસંખ્યક મંત્રાલય બંધ થવાની વાત તદ્દન ભ્રામક ગણાવી છે.

Result : Partly False
Our Source
Tweet shared by PIB Fact Check on 3 October, 2022
Press release issued by PIB on 3 October, 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044