શહેરમાં કોરોનાના કેસ વધતા ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં સૂચિત કરાયેલી ખાનગી Corona હૉસ્પિટલોની સંખ્યા, પથારીઓની ઉપલબ્ધતા, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની સ્થિતિ, ટેસ્ટિંગ માટેની સુવિધા વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી. (Lockdown)
રાજ્ય સરકાર દ્વારા નાઈટ કર્ફ્યુ અને કેટલાક કડક પગલા લેવામાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત Lockdown લાગુ થવા અંગે પણ ઘણી અફવા અને ભ્રામક સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થયેલ હતી. આ સંદર્ભે ન્યુઝ સંસ્થાન રાજકોટ મિરર દ્વારા કરવામાં આવેલ પોસ્ટ સાથે રાજકોટમાં સોમવારથી અડધા દિવસનું લોકડાઉન લાગુ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ઉપરાંત ન્યુઝ વેબસાઈટ રંગીલું રાજકોટ દ્વારા પણ 4 એપ્રિલના કરવામાં આવેલ સમાન વાયરલ પોસ્ટ જોવા મળે છે. જેમાં રાજકોટના વેપારી એસો. દ્વારા સોમવારથી અડધા દિવસનું Lockdown જાહેર કરેલ છે.
Factcheck / Verification
રાજકોટમાં સોમવારથી Lockdown લાગુ થવાના વાયરલ દાવા પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા ફેસબુક પર Pratipalsinh Jadeja નામના યુઝર્સ દ્વારા વાયરલ બ્રેકીંગ ન્યુઝ પ્લેટ ભ્રામક હોવાની સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું કે “જાહેર જનતાને ગેરમાર્ગે દોરવાનું કાવતરું કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવેલ છે, લોકડાઉન જેવા ગંભીર વિષય પર પાયા વિહોણા સમાચાર એક પ્રતિષ્ઠિત મીડિયા તથા લોકચાહના ધરાવતા બેનર હેઠળ પ્રસિદ્ધ કરવું એ ગુના પાત્ર કૃત્ય છે”

ફેસબુક પર રાજકોટ મિરર દ્વારા 3 એપ્રિલના અડધા દિવસના Lockdown અંગે પોસ્ટ કરવામાં આવેલ બ્રેકીંગ પ્લેટ જોવા મળે છે. જેમાં મોરબી શહેરના વેપારી એસો. દ્વારા સોમવારથી 2 વાગ્યા બાદ અડધા દિવસનું સ્વયં Lockdown જાહેર કરેલ છે. જે પરથી સાબિત થાય છે કે વાયરલ પોસ્ટ સાથે છેડછાડ કરવામાં આવેલ છે.

જયારે મોરબીમાં Lockdown લાગુ થયા હોવાના સમાચાર અંગે વધુ સર્ચ કરતા divyabhaskar, gujaratsamachar દ્વારા એપ્રિલના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ કોરોના વાયરસના વધતા કેસને જોતા મોરબીમાં સોમવારથી અડધા દિવસનું Lockdown લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સહીત મોરબીમાં કોરોના વાયરસના કેસ વધતા મોરબી વેપારી એસોસિયેશન દ્વારા અડધા દિવસનું Lockdown લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓના જુદા જુદા સંગઠનો અને સંઘો દ્વારા આ અડધા દિવસના લોકડાઉનને સમર્થન આપવામાં આવ્યું છે.

મોરબીમાં વેપારી એસો. દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન અંગે સંદેશ ન્યુઝ દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન વિડિઓ પણ જોવા મળે છે. વધતા કોરોના વાયરસ સંક્રમણને જોતા વેપારી સંગઠનો દ્વારા આપવામાં આવેલ અડધા દિવસના Lockdownમાં સોમવારથી શહેરની દુકાનો અડધા દિવસ માટે જ ખુલ્લી રાખવામાં આવશે.
Conclusion
ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરવામાં આવેલ સમાચાર સાથે છેડછાડ કરવામાં આવેલ છે. રાજકોટ મિરર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ન્યુઝ બ્રેકીંગ પ્લેટ સાથે છેડછાડ કરી વેપારી એસો. દ્વારા રાજકોટ શહેરમાં લોકડાઉન જાહેર કરાયું હોવાની ભ્રામક પોસ્ટ શેર કરવામાં આવેલ છે.