શાહરુખ ખાનની આવનારી ફિલ્મ પઠાણને લઈને ચાલતા વિવાદના ક્રમમાં નરેન્દ્ર મોદીના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદી એક ભાષણ દરમિયાન પોતાને “પઠાન કા બચ્ચા” ગણાવી રહ્યા છે.
ફેસબુક યુઝર્સ દ્વારા “પઠાણ ફિલ્મનો વિરોધ હોય તો ભલે હોય.બાકી પઠાણ ના બચ્ચાનો કોઈએ વિરોધ કર્યો છે તો સમજો ખેર નથી” ટાઇટલ સાથે કટાક્ષ કરતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

નોંધનીય છે કે આગાઉ આ વાયરલ વિડીયો કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ રોહન ગુપ્તાએ પણ અન્ય ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. જે અંગે Newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક અહીંયા વાંચી શકો છો.
Fact Check / Verification
શું પીએમ મોદીએ પોતાને એક ભાષણ દરમિયાન “પઠાન કા બચ્ચા” ગણાવ્યા હોવાના દાવા અંગેના વાયરલ વીડિયોને કીફ્રેમની મદદથી રિવર્સ ઇમેજ સર્ચ કરતા 23 ફેબ્રુઆરી 2019ના રોજ યુટ્યુબ પર એનડીટીવી દ્વારા અપલોડ કરવામાં આવેલ એક વીડિયો જોવા મળે છે. આ વીડિયોમાં પીએમ મોદી પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર પ્રહાર કરી રહ્યા હતા.
વાસ્તવમાં મોદી પુલવામાની ઘટના બાદ રાજેસ્થાનમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. વીડિયોમાં પીએમ મોદી કહી રહ્યા છે કે “જ્યારે ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા ત્યારે પ્રોટોકોલ મુજબ મેં તેમને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. મેં કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી લડાઈ થઈ, પરંતુ પાકિસ્તાનને તેનાથી કંઈ જ મળ્યું નથી. હવે સમય આવી ગયો છે કે બંને દેશો સાથે મળીને ગરીબી અને નિરક્ષરતા જેવી બાબતો સામે લડે. મારી વાતનો જવાબ આપતા ઈમરાને કહ્યું હતું કે “મે પઠાન કા બચ્ચા હું, હું જે કહીશ તે કરીશ”.
તપાસ દરમિયાન, અમને ભાજપની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર નરેન્દ્ર મોદીએ આપેલા ભાષણનો સંપૂર્ણ વીડિયો મળ્યો. આ વિડિયો 23 ફેબ્રુઆરી, 2019 ના રોજ ભાજપના યુટ્યુબ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે મોદી રાજસ્થાનના ટોંકમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ વીડિયોમાં વાયરલ ક્લિપના દર્શ્યો પણ જોઈ શકાય છે.
Conclusion
અમારી તપાસમાં સ્પષ્ટ થયું કે પીએમ મોદીએ પોતાને “પઠાન કે બચ્ચા” નથી કહ્યું. સોશિયલ મીડિયા પર અડધો અધૂરો વીડિયોને શાહરુખ ખાનની પઠાણ ફિલ્મના સંદર્ભમાં શેર કરીને ભ્રામક દાવો કરવામાં આવેલ છે.
Result : False
Our Source
Youtube Video Of NDTV, FEB 2019
Yotube Video Of BJP YouTube, FEB 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044