‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મ રિલીઝ થયા બાદથી થીએટરમાં અનેક જગ્યાએ ‘જય શ્રીરામ’ અને ‘વંદે માતરમ’ના નારા લાગ્યા હતા. થીએટરની બહાર પણ કેટલાક લોકોના ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ‘ધ કાશ્મીર ફાઈલ’ના નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ સંદર્ભે પ્રધાનમંત્રી મોદી તેમજ ગૃહ મંત્રી અમિતશાહ સાથે પણ મુલાકાત કરી હતી. ફિલ્મની લોકચાહના અને સારા પ્રતિસાદ બાદ સોશ્યલ મીડિયા પર ફિલ્મ અંગે અનેક પોસ્ટ જોવા મળે છે.
‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મ જોયા બાદ RSS ચીફ મોહન ભાગવત ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી અને તેમના પત્નીને મળ્યા હોવાના દાવા સાથે એક તસ્વીર પણ વાયરલ થયેલ છે. ફેસબુક પર “સ્પષ્ટ રીતે લખાયેલ પટકથા, સંપૂર્ણ કલાત્મક કાર્ય અને સંપૂર્ણ સંશોધન, આ ફિલ્મ દરેક માટે સત્ય-શોધક છે.” ટાઇટલ સાથે આ તસ્વીર શેર કરવામાં આવેલ છે.

RSS ચીફ મોહન ભાગવત ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી અને તેમના પત્નીને મળ્યા હોવાના દાવા સાથે કેટલાક ન્યુઝ સંસ્થાનો jansatta, jagran, republicworld, theprint અને ANI દ્વારા પણ સમાન તસ્વીર પ્રકાશિત કરવામાં આવેલ છે.

Fact Check / Verification
RSS ચીફ મોહન ભાગવત ‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મના નિર્માતા વિવકે અગ્નિહોત્રી અને તેમના પત્નીને મળ્યા તેમજ ફિલ્મ જોવા માટે તમામ લોકોને અપીલ કરી હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ટ્વીટર પર એપ્રિલ 2019ના વિવેક અગ્નિહોત્રી દ્વારા પોસ્ટ કરવામાં આવેલ સમાન તસ્વીર જોવા મળે છે.
ટ્વીટર કેપશન સાથે વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું કે “ખૂબ ખૂબ આભાર મોહન ભાગવત જી #TheTashkentFiles જોવા માટે.”
આ પણ વાંચો :- કાશ્મીર ફાઈલ ફિલ્મ અંગે ફેલાયેલ ભ્રામક દાવાઓ પર ફેકટચેક જાણવા અહીંયા ક્લિક કરો
ઉપરાંત, iambuddha વેબસાઈટ પર એપ્રિલ 2019ના પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે. અહેવાલ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, “RSS ચીફ મોહન ભાગવત કહે છે, ધ તાશ્કંદ ફાઇલ એક અધિકૃત, સચોટ અને મહત્વપૂર્ણ ભારતીય દસ્તાવેજ છે.”

નાગપુરના રેશિમબાગ ખાતે RSS સંગઠનના મુખ્યાલયમાં “ધ તાશ્કંદ ફાઇલ્સ”નું વિશેષ સ્ક્રીનિંગ યોજાયું હતું. RSS ચીફ મોહન ભાગવત સિનેમામાં એટલો રસ ધરાવતા નથી, પરંતુ તાશ્કંદમાં લાલ બહાદુર શાસ્ત્રીના રહસ્યમય મૃત્યુ પ્રત્યેની તેમની જિજ્ઞાસાએ તેમને ફિલ્મ જોવા તૈયાર થયા હતા. તેમજ તેઓ ફિલ્મ નિર્માતા દ્વારા રજૂ કરવામાં આવેલી અધિકૃતતા અને ચોકસાઈથી ખૂબ જ ખુશ થયા હતા. તેમણે ફિલ્મને સૌથી પ્રામાણિક, ન્યાયી, સંતુલિત અને ભારતીય ઈતિહાસનો મહત્વપૂર્ણ દસ્તાવેજ બતાવ્યો હતો.
RSS ચીફ મોહન ભાગવત ‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મના નિર્માતા વિવકે અગ્નિહોત્રીને મળ્યા હોવાના દાવા સાથે હાલમાં વાયરલ થયેલ તસ્વીર અને ન્યુઝ અહેવાલો અંગે ન્યૂઝચેકર ટિમ દ્વારા RSS મુખ્યાલયમાં સોશ્યલ મીડિયા હેડ ‘રાજીવ તુલી’ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે “વાયરલ તસ્વીર 2019માં ધ તાશ્કંદ ફાઇલ્સ ફિલ્મ બાદ લેવામાં આવેલ છે, હાલમાં મોહન ભાગવત અને વિવેક અગ્નિહોત્રી વચ્ચે કોઈપણ મુલાકાત થયેલ નથી.“
Conclusion
‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મ જોયા બાદ RSS ચીફ મોહન ભાગવત ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી અને તેમના પત્નીને મળ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર 2019માં લેવામાં આવેલ છે. એપ્રિલ 2019માં લાલ બહાદુર શાસ્ત્રીના રહસ્યમય મૃત્યુ પર આધારિત ‘ધ તાશ્કંદ ફાઇલ’ ફિલ્મ જોયા બાદ મોહન ભાગવત અને ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી વચ્ચે મુલાકાત થઈ હતી.
Result :- False Context / False
Our Source
2019 Tweet of director Vivek Agnihotri
iambuddha Website
Telephonic Talk With RSS Spock Person
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044