દેશના અનેક રાજ્યોમાં વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે, દેશમાં કોલસાની અછત અને વીજ ઉત્પાદનમાં ઘટાડાના કારણે આ અમુક કલાકો માટે વીજ કાપ જાહેર કરાયા છે. આ મુદ્દે સોશ્યલ મીડિયા યુઝર્સ અને વિપક્ષ અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. જે ક્રમમાં તમિલનાડુ સરકાર મસ્જિદો કરતાં મંદિરો માંથી વધુ વીજળીનું બિલ વસૂલી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ફેસબુક યુઝર્સ “તામિલનાડુમાં વીજળીના દરો.મસ્જિદ રૂ.2.85 પ્રતિ યુનિ..ચર્ચ રૂ.2.85 પ્રતિ યુનિટ..મંદિર રૂ.8.00 પ્રતિ યુનિટ.સેક્યુલર ભારત.” ટાઇટલ સાથે પોસ્ટ શેર કરી રહ્યા છે. વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે “બુલડોઝર ચાલે ત્યારે સુપ્રીમ કોર્ટ યાદ આવે છે. જ્યારે સુપ્રીમ કોર્ટ કહે છે કે હિજાબ ન પહેરો, ત્યારે કુરાન યાદ આવે છે.જો મસ્જિદ ખાનગી મિલકત છે તો સરકાર મૌલવીને શા માટે ચૂકવણી કરે છે? જો મંદિર સરકારી છે. મિલકત, તો પછી પૂજારીને સરકારી પગાર કેમ નથી મળતો?”

નોંધનીય છે કે થોડા દિવસ આગાઉ ભાજપ સાંસદ રવી કિશનના એક જુના પોસ્ટર સાથે વીજ કાપ સંબધિત ભ્રામક દાવો વાયરલ થયો હતો, જે અંગે newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ અહીંયા જોઈ શકાય છે.
Fact Check / Verification
તમિલનાડુ સરકાર મસ્જિદો કરતાં મંદિરોમાંથી વધુ વીજળીનું બિલ વસૂલી રહી હોવાના ભ્રામક દાવા અંગે સૌ પ્રથમ અમે તમિલનાડુ ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશનની વેબસાઈટ પર સર્ચ કરતા જાણવા મળ્યું કે મંદિર અને મસ્જિદનું વીજળીનું બિલ અલગ-અલગ ભાગમાં વહેંચવામાં આવ્યું નથી. વીજ બિલ ભરવાની પદ્ધતિ અને કિંમત તમામ ધાર્મિક સ્થળો માટે સમાન છે. વાસ્તવમાં, તમિલનાડુ સરકાર દ્વારા વીજળી બિલને યુનિટના આધારે બે ભાગમાં વહેંચવામાં આવે છે અને તે મુજબ સરકાર દ્વારા ચુકવણી કરવામાં આવે છે.

પ્રથમ કેટેગરી અનુસાર, જો ધાર્મિક સ્થળો પર વીજળીનો વપરાશ 0 થી 120 યુનિટની રેન્જમાં હોય, તો તેણે પ્રતિ યુનિટ રૂ. 2.85 ચૂકવવા પડશે. જયારે, બીજી કેટેગરી અનુસાર જો યુનિટનો વપરાશ 120 થી વધુ હોય, તો તેણે યુનિટ દીઠ 5.57 રૂપિયાનો દર ચૂકવવો પડશે. આ સાથે ધાર્મિક સ્થળોએ પણ બે મહિના માટે 120 રૂપિયા પ્રતિ કિલોવોટનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે આવા ધાર્મિક સ્થળો જ્યાં જાહેર જનતાને જવાની મંજૂરી નથી અને જે મહેસૂલ વિભાગની માહિતી વિના અનધિકૃત જમીન પર બાંધવામાં આવ્યા છે, તેમને સરકાર દ્વારા કોમર્શિયલ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આવા ધાર્મિક સ્થળો પર વીજળીનો વપરાશ 100 યુનિટથી ઓછો હોય તો તેમણે પ્રતિ યુનિટ 5 રૂપિયાનો દર ચૂકવવો પડશે. જો વીજળીનો વપરાશ 100 યૂનિટથી વધુ હોય તો તેમણે 8.05 રૂપિયા પ્રતિ યુનિટનો દર ચૂકવવો પડશે. આ સાથે, તેઓએ બે મહિના માટે 140 રૂપિયા પ્રતિ કિલોવોટનો વધારાનો ચાર્જ પણ ચૂકવવો પડશે.
Conclusion
તમિલનાડુ સરકાર મસ્જિદો કરતાં મંદિરોમાંથી વધુ વીજળીનું બિલ વસૂલી રહી હોવાના ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થયેલ છે. તમિલનાડુ સરકાર મસ્જિદો અને મંદિરોમાંથી અલગ-અલગ દરે વીજળીનું બિલ વસૂલતી નથી. સરકાર દ્વારા તમામ ધાર્મિક સ્થળો પાસેથી સમાન કિંમતે વીજળીનું બિલ વસૂલવામાં આવે છે.
Result : False
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044