Fact Check
WeeklyWrap : સિદ્ધુ મુંસેવાલા હત્યાકાંડ થી લઈને યાસીન મલિકની સજા અંગે ફેલાયેલ ભ્રામક અફાવો

તમિલનાડુ સરકાર મસ્જિદો કરતાં મંદિરો માંથી વધુ વીજળીનું બિલ વસૂલી રહી છે તો બીજી તરફ ગુજરાત ટાઇટન્સની જીત બાદ ટાટા ગ્રુપે 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપવાની જાહેરાત કરી અને સિદ્ધુ મુસેવાલાની હત્યાનો આરોપી ગોલ્ડી બરાર પંજાબના મુખ્યમંત્રીનો મિત્ર હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક

તમિલનાડુ સરકાર મસ્જિદો કરતાં મંદિરો માંથી વધુ વીજળીનું બિલ વસૂલી રહી હોવાના ભ્રામક દાવાનું સત્ય
ફેસબુક યુઝર્સ “તામિલનાડુમાં વીજળીના દરો.મસ્જિદ રૂ.2.85 પ્રતિ યુનિ..ચર્ચ રૂ.2.85 પ્રતિ યુનિટ..મંદિર રૂ.8.00 પ્રતિ યુનિટ.સેક્યુલર ભારત.” ટાઇટલ સાથે પોસ્ટ શેર કરી રહ્યા છે. વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે “બુલડોઝર ચાલે ત્યારે સુપ્રીમ કોર્ટ યાદ આવે છે. જ્યારે સુપ્રીમ કોર્ટ કહે છે કે હિજાબ ન પહેરો, ત્યારે કુરાન યાદ આવે છે.જો મસ્જિદ ખાનગી મિલકત છે તો સરકાર મૌલવીને શા માટે ચૂકવણી કરે છે? જો મંદિર સરકારી છે. મિલકત, તો પછી પૂજારીને સરકારી પગાર કેમ નથી મળતો?”

કાશ્મીરી નેતા યાસીન મલિકને સજાની જાહેરાત થયા તેની પત્નીનો ભ્રામક વિડિઓ વાયરલ
કાશ્મીરી નેતા યાસીન મલિકને સજાની જાહેરાત થયા બાદ સોશિયલ મીડિયા પર એક રડતી મહિલાનો વીડિઓ વાયરલ થી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિઓમાં દેખાતી મહિલા યાસીન મલિકની પત્ની(બેગમ) છે. વિડીઓમાં મહિલા રડી રહી છે અને કહી રહી છે કે, “જો તેઓ મરી જશે તો તેમના માટે કંઈ બચશે નહીં”. સોશ્યલ મીડિયા યુઝર્સ આ વીડિઓને યાસીન મલિકની પત્ની હોવાના દાવા સાથે ફેસબુક અને ટ્વિટર પર શેર કરી રહ્યા છે.

ગુજરાત ટાઇટન્સની જીત બાદ ટાટા ગ્રુપે 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપવાની જાહેરાત કરી હોવાનો ભ્રામક મેસેજ વાયરલ
તાજેતરમાં સમાપ્ત થયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સંબંધિત એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે . એવો દાવો કરવામાં આવ્યો છે કે IPL સ્પોન્સર ટાટા ગ્રૂપે ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં જીતની ખુશીમાં તમામ ભારતીય વપરાશકર્તાઓને 599 રૂપિયાનું 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપવાની જાહેરાત કરી છે.

સિદ્ધુ મુસેવાલાની હત્યાનો આરોપી ગોલ્ડી બરાર પંજાબના મુખ્યમંત્રીનો મિત્ર હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
સોશિયલ મીડિયા પર એક તસવીર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાનો આરોપી ગોલ્ડી બરાર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો મિત્ર છે. વાયરલ તસવીરમાં “ગોલ્ડી ગોલ્ડી બરાર” નામની વ્યક્તિની ફેસબુક પોસ્ટ જોઈ શકાય છે. પોસ્ટમાં ભગવંત માન સાથે એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે “અભિનંદન CM સાબ”.

બીજેપી સાંસદ રવિ કિશન યુપીમાં વીજળીની દુર્દશા દર્શાવતી જાહેરાતમાં દેખાયા હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને વોટસએપ પર “ભાજપનો સાંસદ રવીકિશન ઉપરની કમાણી માટે ભાજપના સીએમ મામા ખંશની પોલ ખોલી રહ્યો છે યશસ્વી મોદીજી નાં નેતૃત્વમાં.. ન્યુ ઈન્ડિયા” ટાઇટલ સાથે રવિ કિશનના એક હોર્ડિંગની તસ્વીર શેર કરવામાં આવી છે. તસ્વીરમાં તેઓ એક વીજળી જવાની સમસ્યા પર વાત કરી રહ્યા છે. આ મામલે વિપક્ષ દ્વારા અનેક ભ્રામક દાવા સાથે રવિ કિશનનું હોર્ડિંગ શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044