દેશભરમાં હિન્દૂ-મુસ્લિમ કોમી હિંસાના બનાવો વધવા લાગ્યા છે, આ વર્ષે રામનવમી અને ઈદના તહેવાર પર અનેક જગ્યાએ હિંસાના બનાવો બન્યા હતા. આ સંદર્ભમાં સોશ્યલ મીડિયા પર અન્ય એક વિડિઓ શેર કરવામાં આવેલ છે, જેમાં કેટલાક મુસ્લિમ સમુદાયના લોકો એક મસ્જિદની સામે ડીજે વગાડતા ટ્રકને રોકીને લાકડીઓ મારી રહ્યા છે.
ફેસબુક પર “મસ્જિદ ની સામે કરવા વાળો નાગિન ડાન્સ અબ્દુલે કેન્સલ કરાવ્યો” ટાઇટલ સાથે આ વિડિઓ શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓ કેટલાક મુસ્લિમોએ હિન્દૂ યુવકો સાથે ડીજે વગાડવા મુદ્દે મારામારી કરી રહ્યા હોવાના દાવા સાથે યુઝર્સ શેર કરી રહ્યા છે.

Fact Check / Verification
મુસ્લિમ સમુદાયના લોકો એક મસ્જિદની સામે ડીજે વગાડતા ટ્રકને રોકીને મારામારી કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા આ ઘટના બાંગ્લાદેશની હોવાની માહિતી જોવા મળે છે. બાંગ્લાદેશ ન્યુઝ સંસ્થાન upakulbartabd અને manobkantha દ્વારા 5 મેં 2022ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.

અહેવાલ મુજબ, કમલાનગરમાં અને લક્ષ્મીપુરના રામગંજ ઉપજિલ્લામાં ખાતે 136 યુવકોની સાઉન્ડ બોક્સમાં ઉંચા અવાજે ગીતો વગાડવા, ટી-શર્ટ કાઢી નાખવા અને અશિષ્ટ રીતે ડાન્સ કરવા તેમજ મોટેથી બૂમો પાડવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટના ઈદના દિવસે બનેલ છે.
બાંગલાદેશમાં ઈદના દિવસે બનેલ આ ઘટનાઓ અંગે ગુગલ સર્ચ કરતા યુટ્યુબ પર Radio Barta ચેનલ દ્વારા 6 મેં 2022ના “ઈદ પર ટ્રકમાં ડીજે ગીત વગાડવા બદલ પોલીસે આકરી સજા કરી” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જયારે, સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડિઓ અમને ફેસબુક પર Chandpur TV દ્વારા 5 મેંના કરવામાં આવેલ પોસ્ટ સાથે જોવા મળે છે.
Chandpur TV દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, ઇદ-ઉલ-ફિત્રના દિવસથી, હાજીગંજ તાલુકા સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં યુવાનોના ટોળાએ પિકઅપ ટ્રક ભાડે કરી, તેમાં જનરેટર અને સાઉન્ડ બોક્સ મૂક્યા અને બેકાબૂ રીતે ડીજે ગીતો વગાડવાનું શરૂ કર્યું. આ બેફામ યુવાનોના અવિચારી ડાન્સથી સામાન્ય લોકો પણ હેરાન થઈ ગયા હતા.
જયારે, આ ઘટનામાં હિન્દૂ-મુસ્લિમ હિંસા હોવાના દાવા અંગે newschecker બાંગ્લાદેશ ટિમ દ્વારા હાજીગંજ પોલીસ ઇન્ચાર્જ ઝોબીર સૈયદ સાથે વાતચીત કરવામાં આવી હતી. વાયરલ ઘટના અંગે તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે “આ ઘટના ભારત નહીં પરંતુ બાંગલાદેશમાં બનેલ છે, તેમજ ઈદના દિવસે આ પ્રકારે બનેલી ઘટનામાં પોલીસ દ્વારા કેટલાક લોકોની ધરપકડ તેમજ દંડ વસુલ કરવામાં આવ્યો હતો, આ ઘટનામાં કોઈપણ હિન્દૂ-મુસ્લિમ દ્રષ્ટિકોણ જોડાયેલ નથી“
Conclusion
મુસ્લિમ સમુદાયના લોકો એક મસ્જિદની સામે ડીજે વગાડતા ટ્રકને રોકીને મારામારી કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. આ ઘટના બાંગલાદેશ હાજીગંજ તાલુકા અને આસપાસના વિસ્તારોમાં ઈદના દિવસે બનેલ છે. તેમજ, હાજીગંજ પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં હિન્દૂ-મુસ્લિમ બે પક્ષો વચ્ચે કોઈપણ હિંસા કે મારામારી થયેલ નથી.
Result : False Context / False
Media Reports Of Bangladesh News Websites Upakulbartabd And Manobkantha, 5 May 2022
YouTube Video and Facebook Post of Radio Barta And Chandpur TV , 5May 2022
Direct Contact With Hajigunj Police In-charge
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044