Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
ક્લેમ :-
નાગરિક સંશોધન બિલને લઇ ચાલી રહલે વિરોધમાં મુંબઈના મહોમદ અલી રોડ પર હજારો લોકો વિરોધ કરી રહ્યા છે.
તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ લોકો NRC અને CABનો વિરોધ કરી રહ્યા છે.
વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ટ્વીટર તેમજ વોટસએપ પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે. આ તસ્વીરમાં હજારો લોકો NRC અને CAB બિલનો વિરોધ કરી રહ્યા છે, તેમજ આ વિરોધ મુંબઈના મોહમ્મદ અલી રોડ પર થઈ રહ્યો છે.
વાયરલ તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે “Muslims against #CitizenshipAmendmentBill2019 and #NRC at Mohammad Ali Road of #Mumbai”
જયારે આ વાયરલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા મળી આવતા પરિણામમાં ટ્વીટર અને ફેસબુક પર અનેક લોકો દ્વારા આ સમાન દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે.
આ સાથે યુટ્યુબ પર કીવર્ડ સાથે સર્ચ કરતા મળી આવતા વિડીઓમાં વાયરલ તસ્વીર જે વિડિઓ પરથી લેવામાં આવી છે તે મળી આવે છે. જે વિડિઓ પરથી સાબિત થાય છે, આ ઘટના ચિત્તગોંગ શહેરની છે. આ લોકો NRC અને CABના વિરોધમાં નહીં પરંતુ કોઈ ધાર્મિક અવસરના આકારને એકઠા થયા છે.
વાયરલ તસ્વીર સાથે કરવામાં આવેલ દાવાની તથ્યતા તપાસતા સાબિત થાય છે કે આ તસ્વીર અને સાથે કરવામાં આવેલ દાવો એક ભ્રામક માહિતી છે. આ તસ્વીર ચિત્તગોંગની છે, જેને હાલમાં ચાલી રહેલા વિરોધનો દર્શાવી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે.
TOOLS:-
GOOGLE KEYWORD SEARCH
GOOGLE IMAGES SEARCH
YOUTUBE SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
પરિણામ :- ભ્રામક માહિતી (FAKE NEWS)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.