Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબહેનની વર્ષો જૂની તસ્વીર ખોટા સંદર્ભમાં અને ભ્રામક દાવા સાથે શેયર કરાઈ છે.
વેરિફિકેશન :-
“જ્યારે મારા પતિ મારા ન હોઈ શકે ત્યારે તમે અથવા મારા દેશવાસીઓ કેવી રીતે જીવી શકશો? શું આ મહિલા સશક્તિકરણ છે”
શેયરચેટ પર અમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેનની તસ્વીર મળી આવી છે, આ વાયરલ ફોટામાં જશોદાબહેન તેના હાથમાં એક કાગળ લઇ ઉભા છે, જેમાં તે કહે છે કે જ્યારે મારા પતિ મારો નહીં હોઈ શકે, ત્યારે તમે અથવા દેશવાસીઓ કેવી રીતે સક્ષમ થઈ શકશો. શું આ મહિલા સશક્તિકરણ છે … ?
Scared of her guards, Jashodaben files RTI. Will Modi give Jashodaben the rights she deserves? https://t.co/kQZzcVMcte pic.twitter.com/AYYfvKWgGy
— Firstpost (@firstpost) November 25, 2014
આ વાયરલ દાવાની સત્યતા તપાસવા માટે અમે કેટલાક ટુલ્સ અને કિવર્ડ્સની મદદથી સર્ચ મળતા પરિણામોમાં ન્યુઝ સંસ્થાન હિન્દુસ્તાન ટાઇમ્સ અને નવભારત ટાઇમ્સના લેખો મળ્યાં. આ ન્યુઝ રિપોર્ટ પ્રમાણ્રે આ સમાચાર જાન્યુઆરી, 2016ના છે. હકીકતમાં, પીએમ મોદીની પત્ની જશોદાબેને પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસમાં RTI અરજી કરી હતી. જશોદાબહેનની પાસપોર્ટ અરજી નામંજૂર કરવામાં આવી હતી કારણ કે તેમણે મોદી સાથે લગ્ન કર્યા હોવાનું સાબિત કરવા માટે કોઈ લગ્નનું પ્રમાણપત્ર અથવા સંયુક્ત સોગંદનામું રજૂ કર્યું નથી. જશોદાબેન પાસપોર્ટ દ્વારા વિદેશ જવા ઇચ્છતા હતા, જ્યાં તેના સંબંધીઓ અને મિત્રો રહે છે. આને કારણે જશોદાબેને લગ્નને લગતા દસ્તાવેજો વિશે જાણવા આરટીઆઇ અરજી કરી હતી. સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં RTI જોવા મળે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેનનો અસલ તસ્વીર અને વાયરલ તસ્વીર જોઈ શકાય છે.
શેયરચેટમાં વાયરલ થયેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પત્નીની તસવીરમાં ચેડાં (એડિટ) કરવામાં આવી છે. ખરેખર, 4 વર્ષ પહેલા જશોદાબેને પાસપોર્ટ બનાવતી વખતે પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસમાં RTI નોંધાવી હતી. પરંતુ લોકોને મૂંઝવણમાં મૂકવા માટે, ચિત્ર સાથે ચેડાં અને ભ્રામક દાવા સાથે શેયર કરવામાં આવી રહ્યા છે.
TOOLS:-
GOOGLE KEYWORD SEARCH
NEWS REPORTS
TWITTER SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
Dipalkumar Shah
June 18, 2025
Dipalkumar Shah
June 17, 2025
Dipalkumar Shah
June 11, 2025