Fact Check
NDTV દ્વારા તનિષ્ક જેવલર્સ પર હુમલો થયો હોવાના ભ્રામક સમાચાર પ્રકાશિત
તનિષ્ક જવેલર્સની એક ટીવી જાહેરાત પર ખુબ જ વાદ-વિવાદ ચાલી રહ્યા છે, જે મુદ્દે તનિષ્ક દ્વારા માફી પણ માંગવામાં આવેલ છે. ત્યારે NDTV ન્યુઝ દ્વારા ટ્વીટર પર કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, જે મુજબ ગુજરાતના ગાંધીધામમાં આવેલ તનિષ્કના શો-રૂમ પર કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ સાથે સ્ટોર મેનેજર પાસે બળજબરી પૂર્વક માફી માંગતો લેટર લખાવવામાં આવેલ છે.
આ મુદ્દે વધુ તપાસ કરતા NDTV દ્વારા એક ન્યુઝ બુલેટિન પર પણ તનિષ્ક જવેલર્સ દ્વારા પોતાની સાંપ્રદાયિક જાહેરાત હટાવવા મુદ્દે અને ગાંધીધામ સ્ટોર પર હુમલો થયો હોવાની ખબર પબ્લિશ કરવામાં આવેલ છે, આ ઉપરાંત હુમલો કરનાર દ્વારા જબદસ્તી માફી આપતો લેટર લખાવવામાં આવેલ હોવાની વાત પણ કરવામાં આવેલ છે.

Factcheck / Verification
સોશ્યલ મીડિયા પર NDTV દ્વારા કરવામાં આવેલ દાવાનું ખંડન કરતી એક ટ્વીટ જોવા મળે છે, જેમાં ટ્વીટ કરનાર વ્યક્તિએ તનિષ્ક ગાંધીધામ ખાતે સ્ટોર મેનેજર સાથે વાતચીતનો ઓડીઓ પબ્લિશ કરેલ છે. જે મુજબ શો-રૂમ પર હુમલો થયા હોવાની વાતથી સ્ટોર મેનજર તદ્દન અજાણ હોવાનું જણાય છે.
ઉલ્લેખનીય છે કે ગાંધીધામ શો-રૂમ ખાતે 12 ઓક્ટોબરના સાંપ્રદાયિક જાહેરાત પર માફી માંગતો લેટર લગાવવામાં આવ્યો હતો.

જયારે NDTV દ્વારા કરવામાં આવેલ આ દાવા પર વધુ સર્ચ કરતા ટ્વીટર પર જનક દવે જે ન્યુઝ18ના બ્યુરો ચીફ છે, તેમણે એક વિડિઓ શેર કરેલ છે. જેમાં એસપી કચ્છ મયુર પાટીલ દ્વારા તનિષ્ક શો-રૂમ પર હુમલો થયા હોવાનો દાવો તદ્દન ભ્રામક હોવાની જાણકારી આપે છે, તેમજ કેટલાક ન્યુઝ ચેનલો દ્વારા આ ભ્રામક સમાચારો ફેલાવવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો આપેલ છે.
આ ઉપરાંત ANI દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જેમાં સ્ટોર મેનેજર દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટતા જોવા મળે છે, જે મુજબ તનિષ્ક જેવલર્સ ગાંધીધામ ખાતે કોઈપણ હુમલો થયેલ નથી પરંતુ કેટલાક ધમકી ભર્યા ફોનકોલ આવેલ હતા. જેને ધ્યાને લઇ પોલીસ તંત્ર મદદ માટે હાજર થયેલ છે. તેમજ તારીખ 12 ઓક્ટોબરના બે વ્યક્તિ સ્ટોર પર આવી સાંપ્રદાયિક જાહેરાત પર માફી માંગવા માટે કહેલું હતું, જે બાદ સ્ટોર પર અમે આ મુદ્દે માફી માંગતો લેટર પણ લગાવવામાં આવ્યો હતો.
આ ભ્રામક હુમલા મુદ્દે SPEastKutch દ્વારા ફેસબુક પર સ્પષ્ટતા આપતી પોસ્ટ પણ કરવામાં આવેલ છે. જે મુજબ તનિષ્ક દ્વારા કરવામાં આવેલ જાહેરાત થી નાખુશ લોકોએ માફી માંગવાની વાત કરવામાં આવી હતી, જે બાદ સ્ટોર મેનેજર દ્વારા માફી માંગતો કાગળ સ્ટોર પર લગાવવામાં આવ્યો હતો.

Conclusion
તનિષ્ક જવેલર્સ ગાંધીધામ ખાતે કેટલાક લોકોએ હુમલો કર્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે, NDTV દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ન્યુઝ પાછળ કોઈ તથ્ય નથી. પોલીસ અધિકારી અને સ્ટોર મેનેજર દ્વારા હુમલો થયા હોવાના દાવા પર સ્પષ્ટતા આપવામાં આવેલ છે અને આ દાવાને ભ્રામક ગણાવેલ છે. NDTV દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલમાં સૌપ્રથમ હુમલો થયા હોવાના હેડિંગ સાથે પબ્લિશ કરવામાં આવ્યો હતો, જયારે હાલ તેઓએ માત્ર ધમકી ભર્યા કોલ આવ્યા હોવાની માહિતી સુધાર કરેલ છે.