Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim – ઇન્કમ ટેક્સ ભરવાના IT રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી લંબાવી 31 ઑગસ્ટ કરાઈ હોવાના સમાચાર.
Fact – આ દાવો ખોટો છે. ભારત સરકારના ઇન્કમ ટેક્સ વિભાગે આવી કોઈ સત્તાવાર જાહેરાત કરેલ નથી. આથી મુદત લંબાવાઈ નથી.
વર્ષ 2023-2024ના નાણાકીય વર્ષનો ઇન્કમ ટેક્સ એટલે કે આઈટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. 31 જુલાઈ-2024 આઈટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે.
અત્રો નોંધવું કે આઈટી રિટર્ન ભરવું એ સંબંધિત કરદાતાઓ માટે ફરજિયાત છે અને તેને સમયસર ભરવાનું હોય છે. પગારદારોથી લઈને પ્રોફેશનલ્સ અને સેલ્ફ-એમ્પ્લોય્ડ લોકો આઈટી રિટર્ન ભરતા હોય છે. ઇન્કમ ટેક્સ સંબંધિત આવક મર્યાદામાં આવક મેળવતા કરદાતાઓએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે.
જોકે, તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં ચર્ચા જોવા મળી કે આઈટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખની મુદત લંબાવવામાં આવી છે. આ મુદત 31 જુલાઈથી લંબાવીને 31 ઑગસ્ટ કરવામાં આવી છે.
યુઝરે પોસ્ટ સાથે એક ગુજરાતી અખબારના સમાચારનું કટિંગ પણ શેર કરેલ છે જેમાં લખેલ છે કે આઈટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઑગસ્ટ કરવામાં આવી છે. આઈટી રિટર્ન ભરવાની મુદત લંબાવાઈ છે. વળી તેની સાથે સાથે અખબારનું આખું પેજ જેમાં સમાચાર છપાયા છે તથા ઑનલાઇન આર્ટિકલની લિંક પણ શેર કરેલ છે. જોકે લિંક હવે કામ કરતી નથી.
ઉપરોક્ત પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
ન્યૂઝચેકરને તેની વોટ્સએપ ટિપલાઇન (+91-9999499044) પર પણ તથ્ય તપાસવાની વિનંતી કરતો આ દાવો પ્રાપ્ત થયો હતો.
સોપ્રથમ દાવાની તપાસ માટે ગૂગલ સર્ચ પર Income Tax ITR Deadline સર્ચ કરતા સર્ચ રિઝલ્ટમાં ઇકોનોમિક ટાઇમ્સનો 12 જુલાઈ-2024નો અહેવાલ પ્રાપ્ત થાય છે. જેમાં જણાવેલ છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ-2024 છે.
ત્યાર બાદ અમે ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ તપાસી અને ત્યાં આઈટી રિટર્ન ભરવાની મુદત લંબાવાઈ હોવાની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ છે કે કેમ તેની ચકાસણી કરી.
જોકે, ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ એવી કોઈ સત્તાવાર જાહેરાત જોવા નથી મળી કે આઈટીઆર ભરવાની તારીખ 31 ઑગસ્ટ સુધી લંબાવાઈ છે.
આગળ વધુ તપાસ કરતા અમને પ્લેટફોર્મ એક્સ પર 22 જુલાઈ-2024ના રોજ ઇન્કમ ટેક્સ વિભાગના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ જોવા મળ્યું.
આ ટ્વિટમાં ઇન્કમ ટેક્સ વિભાગે એક ખુલાસો અને સ્પષ્ટતા કરેલ છે. તેમાં કહેવાયું છે કે, “અમારા ધ્યાનમાં આવ્યું છે કે સંદેશ અખબારનું ન્યૂઝ કટિંગ સોશિયલ મીડિયામાં વાઇરલ છે જેમાં આઈટીઆર ફાઇલ કરવાની મુદત લંબાવાઈ હોવાના સમાચાર છે. આ એક ફેક ન્યૂઝ છે.”
“કરદાતાઓને ઇન્કમટેક્સની સત્તાવાર વેબસાઇટ પરથી મળતા અપડેટ્સ ફોલોવ કરવાની સલાહ આપીએ છીએ.”
વધુમાં ઇન્કમ ટેક્સ વિભાગે એક અન્ય ટ્વીટ પર કરેલ છે, જેમાં કરદાતાઓને કોઈ ફ્રોડમ મૅસેજનો ભોગ ન બનવા ચેતવણી આપેલ છે તથા 31 જુલાઈ સુધીમાં આઈટી રિટર્ન ફાઇલ કરવા અપીલ કરવામાં આવેલ છે.
Read Also – Explainer: ગુજરાતમાં બાળકોને થઈ રહેલો ચાંદીપુરા વાઇરસ શું છે? રાજ્યમાં કુલ બે મોત
આથી તપાસમાં એ નિષ્કર્ષ નીકળે છે કે આઈટી રિટર્ન ફાઇલ કરવાની મુદત 31 ઑગસ્ટ સુધી લંબાવાઈ હોવાનો દાવો ફેક એટલે કે ખોટો છે.
Sources
News Report by Economics Times, dated, 12 July-2024
X posts by Income Tax Department, dated, 22 July, 2024
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
June 18, 2025
Dipalkumar Shah
June 17, 2025
Dipalkumar Shah
June 11, 2025