Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
કિસાન આંદોલન દ્વારા હાલમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જે બાદ સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો હતો, જેમાં BJP MLA સાથે ટોળાએ મારામારી કરી હોવાના દર્શ્યો સર્જાયા હતા. ત્યારે આજે વધુ એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં બોલીવુડ સ્ટાર Ajay Devgan કેટલાક લોકો સાથે મારા મારી કરી રહ્યા હોવાના દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
ફેસબુક પર With Congress Gujarat એકાઉન્ટ પરથી “રાહુલ ગાંધી કહે એ કંફોર્મ.. BJP MLA પછી અજય દેવગણ ને પબ્લિકે ફટકાર્યો.. શેયર કરો” કેપશન સાથે વિડિઓ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.
નોંધપાત્ર વાત એ છે કે, થોડા સમય પહેલા Ajay Devgan ખેડૂત આંદોલનને આંતરરાષ્ટ્રીય સમર્થન પ્રાપ્ત થવાનો વિરોધ કર્યો હતો. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે ભારતીય નીતિઓ સામે ઘડવામાં આવેલા આ ખોટા પ્રચારમાં ન આવો. જે બાદ કેટલાક આંદોલન સમર્થકોએ તેમને મુંબઈના ગોરેગાંવમાં આ મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો. જે બાદ ઘણા ખેડૂત સમર્થકો અજય દેવગણ સામે સોહ્યલા મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.
Ajay Devgan હોવાના દાવા સાથે વાયરલ વિડિઓ CrowdTangle પર સર્ચ કરતા નીચે મુજબ માહિતી જોવા મળે છે. જેમાં આ વિડિઓ કેટલા લોકો દ્વારા અને ક્યાં સોશ્યલ મીડિયા ગ્રુપ દ્વારા શેર કરવામાં આવેલ છે. હિન્દી ભાષામાં Rangrez Ki Awaz news અને ગુજરાતીમાં With Congress Gujarat દ્વારા શેર કરવામાં આવેલ વિડિઓ સૌથી વધુ લોકો દ્વારા શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
વિડિઓની સત્યતા શોધવા માટે, અમે ઇનવીડ ટૂલની મદદથી ક્લિપના કેટલાક કીફ્રેમ્સ ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા NDTV પર વાયરલ દાવાઓ સંબંધિત એક અહેવાલ જોવા મળે છે. જે 28 માર્ચ 2020ના રોજ પ્રકાશિત કરવામાં આવેલ છે.
આ અહેવાલ મુજબ, વીડિયોમાં દેખાઈ રહેલ વ્યક્તિ Ajay Devgan નથી, આ વીડિયો દિલ્હી એરપોર્ટ પર પાર્કિંગને લઈને બે પક્ષો વચ્ચે થયેલ લડાઈ છે. પોલીસે જણાવ્યું હતું કે એરોસિટીમાં પાર્કિગમાં થયેલ અકસ્માત મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી જેના પગલે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ સમાચાર ઈન્ડિયન એક્સપ્રેસ અને હિન્દુસ્તાન ટાઇમ્સ દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન ઈન્ડિયા ટુડે યુટ્યુબ ચેનલ પર વાયરલ દાવાના સંબંધિત 27 માર્ચ 2020 ના રોજ અપલોડ કરવામાં આવેલ સંપૂર્ણ વિડિઓ જોવા મળે છે. આ વીડિયોમાં બંને પક્ષોની લડાઈ જોઈ શકાય છે, વીડિયોમાં એ પણ જોઇ શકાય છે કે વ્હાઇટ શર્ટમાં આવેલી વ્યક્તિ અજય દેવગણ નથી.
અહેવાલ મુજબ, વ્યક્તિનું નામ નવીન શૌકીન છે, જે રિયલ એસ્ટેટનો વેપારી છે. જ્યારે અન્ય વ્યક્તિનું નામ તરણજિત સિંહ છે. બંને વચ્ચે પાર્કિંગ અંગે લડાઈ થઈ હતી. જે બાદ મારામારી ના દર્શ્યો પણ સર્જાયા હતા. જે ઘટના પર પોલીસે બંનેની ધરપકડ કરી હતી.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ એક મીડિયા અહેવાલમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે, આ વીડિયોમાં Ajay Devgan નથી. તેઓ છેલ્લા 14 મહિનાથી દિલ્હી ગયા જ નથી.
“જાન્યુઆરી 2020 ની તાનાજી ફિલ્મ બાદ અભિનેતા અજય દેવગણ દિલ્હી ગયા જ નથી. દિલ્હી ખાતે અજય દેવગણને માર મારવામાં આવ્યો હોવાની માહિતી તદ્દન ખોટી છે. અજય દેવગણ તાજેતરમાં મુંબઈ ખાતે ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. એટલા માટે કોઈએ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ”.
અભિનેતા Ajay Devgan દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર પર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો સાથેની માહિતી ખોટી હોવા અંગે 29 માર્ચ, 2021 ના રોજ એક ટ્વિટ કરવામાં આવી હતી.
Ajay Devgan – Twitter
Conclusion
અજય દેવગણને એરપોર્ટ પર માર મારવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ભ્રામક છે. વાયરલ વીડિયોમાં અજય દેવગણ નથી, જે અંગે તેમણે ટ્વીટર મારફતે સ્પષ્ટતા આપેલ છે. વાયરલ વિડિઓ દિલ્હી એરોસિટી ખાતે બે વ્યક્તિ વચ્ચે પાર્કિંગ મુદ્દે થયેલ બોલાચાલી અને મારામારી છે. જયારે આ ઘટના બાદ આ બન્ને વ્યક્તિની લોકલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
Result :- False
Our Source
NDTV
ઈન્ડિયન એક્સપ્રેસ
હિન્દુસ્તાન ટાઇમ્સ
ઈન્ડિયા ટુડે
Ajay Devgn@ajaydevgn
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.