ક્લેમ :-
ભારતીય અર્થવ્યવસ્થા 2024 સુધીમાં 5 ટ્રિલિયન પહોંચી જશે. જે વાત BJP કરી રહી છે, તેને નિતીન ગડકરી દ્વારા નકારી કાઢવામાં આવી છે અને સોશિયલ મિડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે નિતીન ગડકરી દ્વારા કહેવામાં આવ્યું 5 ટ્રિલિયન ઈકોનોમી ના લક્ષ્ય સુધી પહોંચવું મુશ્કેલ છે.
વેરિફિકેશન ;-
સોશિયલ મિડિયા પર પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, જેમાં નિતીન ગડકરી દ્વારા ભારતીય અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન સુધી નહીં પહોંચીશકે તેવી વાત કરવામાં આવી છે. ફેસબુક પર આ દાવાને વાયરલ કરવામાં આવ્યો છે જેને ઘણા લોકોએ શેયર પણ કર્યો છે.
આ વાયરલ પોસ્ટના સત્ય માટે અમે ગુગલ કિવર્ડ વડે સર્ચ કરતા મળતા પરિણામોમાં કેટલાક ન્યુઝ સંસ્થાનના રિપોર્ટ જોવા મળે છે. જેમાં LIVEHINDUSTAN , PUNJAB KESRI, firstpost, business-standard વગેરે જેવી ન્યુઝ સંસ્થાન દ્વારા આ વિષય પર ન્યુઝ પબ્લિશ કરવામાં આવ્યા છે.
આ ન્યુઝ રિપોર્ટ અનુસાર ઇન્દોર ખાતે ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ કોન્ક્લેવ 2020નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં નિતીન ગડકરી દ્વારા આપવામાં આવેલ ભાષણમાં ભારત 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનવી કઠિન છે પરંતુ અશક્ય નથી. જે ન્યુઝને સોશિયલ મિડિયા પર કેટલાક લોકો દ્વારા ભ્રામક રીતે ફેલાવવામાં આવ્યા છે.
વાયરલ દાવાને લઇ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે નિતીન ગડકરી દ્વારા બોલવામાં આવેલ શબ્દોને ભ્રામક રીતે સંબોધિત કરી ફેલાવવામાં આવેલ ફેક ન્યુઝ છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
NEWS REPORTS
YOUTUBE SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING NEWS)