Fact Check
રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલ મુઘલ ગાર્ડનનું નામ ડો.રાજેન્દ્ર પ્રસાદ રાખવામાં આવ્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તામાં હોવાના કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલ મુઘલ ગાર્ડનનું નામ બદલાવવામાં આવ્યું છે અને ડો.રાજેન્દ્ર પ્રસાદ ગાર્ડન નામ આપવામાં આવ્યું હોવાનો દાવો સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. ફેસબુકે પર “રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુઘલ ગાર્ડન હવે થી “રાજેન્દ્ર પ્રસાદ ગાર્ડન” થી નામાધીન! ✌️PM મોદી Power” કેપશન સાથે આ પોસ્ટ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા nationalheraldindia દ્વારા 2019માં પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ હિન્દૂ મહાસભા દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મુઘલ ગાર્ડનનું નામ ડો. રાજેન્દ્ર પ્રસાદ ગાર્ડન બનવવા માંગ કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલ મુઘલ ગાર્ડન પર ગુગલ સર્ચ કરતા rashtrapatisachivalaya વેબસાઈટ પર આપવામાં આવેલ માહિતી જોવા મળે છે. જેમાં મુઘલ ગાર્ડનના ઇતિહાસ અને રચના વિશે માહિતી આપવામાં આવેલ છે. જયારે ગાર્ડનનું નામ બદલાવવા અંગે કોઈપણ માહિતી જોવા મળેલ નથી.

વાયરલ દાવા પર અન્ય કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા PIBFactCheck દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. ટ્વીટ મારફતે વાયરલ દાવો તદ્દન ભ્રામક હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. મુઘલ ગાર્ડનનું નામ બદલાવવા અંગે કેન્દ્ર સરકાર દ્વારા કોઈપણ વાતચીત કરવામાં આવેલ નથી, વાયરલ પોસ્ટ એક ભ્રામક દાવો છે.

Conclusion
પીએમ મોદીના પાવરના કારણે મુઘલ ગાર્ડનનું નામ ડો.રાજેન્દ્ર પ્રસાદ ગાર્ડન રાખવામાં આવ્યું હોવાનો દાવો મળતા તમામ પરિણામ પરથી ભ્રામક સાબિત થાય છે. હિન્દૂ મહાસભા દ્વારા નામ બદલાવવા અંગે માંગ કરવામાં આવી હતી, પરંતુ આ મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી. જે મુદ્દે PIB અને રાષ્ટ્રપતિ ભવનની વેબસાઈટ પર આપેલ માહિતી જોઈ શકાય છે.
Result :- False
Our Source
nationalheraldindia : https://www.nationalheraldindia.com/national/rename-mughal-garden-after-first-president-of-india-says-hindu-mahasabha
rashtrapatisachivalaya : https://rashtrapatisachivalaya.gov.in/rbtour/circuit-3/mughal-gardens
PIBFactCheck : https://twitter.com/PIBFactCheck/status/1296758071536963584
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)