Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
લદ્દાખમાં ગલવાન વેલી પર ભારતીય સૈનિકો દ્વારા ગણપતિ પૂજા કરવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં ભારતીય સૈનિકો દ્વારા ઢોલ અને મંજીરા સાથે ગણેશ ચતુર્થી મનાવવામાં આવી રહી છે. ફેસબુક પર “Ganpati Bappa in Galwan Valley Ladhak Jai Hind To our spirited jawana in Ladakh” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા આ વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે.
વાયરલ વિડિઓ પર અન્ય દાવાઓ શોધતા timesofindia દ્વારા 24 ઓગષ્ટ 2020ના પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે, જેમાં વાયરલ વિડિઓ સાથે ભારતીય સૈનિકો ગણેશ ચતુર્થી નો આનંદ લઇ રહ્યા હોવાની માહિતી આપવામાં આવી છે. નોંધનીય છે, અહીંયા લદ્દાખની કોઈ જગ્યાનું નામ લેવામાં આવ્યું નથી.
વાયરલ વિડિઓ ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા ફેસબુક પર I Support Indian Army એકાઉન્ટ પરથી સપ્ટેમ્બર 2019ના પોસ્ટ કરવામાં આવેલ આ વિડિઓ જોવા મળે છે. જેમાં ભારતીય સૈનિકો દ્વારા ગણપતિ વિસર્જનની ઉજવણી કારગિલમાં થઇ રહી હોવાની માહિતી આપવામાં આવી છે. ફેસબુક પોસ્ટ “Indian Army Personnel perform Ganpati Visarjan with enthusiasm in Kargil, Ladakh” કેપશન સાથે મુકવામાં આવેલ છે.
વાયરલ વિડિઓ પર વધુ તપાસ માટે કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા યુટ્યુબ પર સપ્ટેમ્બર 2019ના Ganesh pooja procession of INDIAN ARMY at SHINGO RIVER VALLEY કેપશન સાથે પબ્લિશ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જે મુજબ ભારતીય સૈનિકો દ્વારા ગણપતિ પૂજા સપ્ટેમ્બર 2019માં શીંગો રિવર વેલી ખાતે કરવામાં આવી હતી.
જે બાદ વાયરલ વિડિઓ ધ્યાન પૂર્વક જોતા shingo river valley લખેલ બોર્ડ પણ જોવા મળે છે. જયારે shingo valley વિશે ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે, આ નદી ગિલગિટ-બલિસ્તાન અને કારગિલ થઇ નીકળે છે. જયારે વાયરલ વિડિઓમાં આ ઘટના ગાલવાન વેલી લદ્દાખમાં આવેલ ચાઈના બોર્ડર નજીક આવેલ છે.
The Shingo River is a tributary of the Indus River, and flows through Gilgit-Baltistan and Kargil regions. In the Kashmiri terminology, the Shingo river joins the Dras River, which in turns joins the Suru River.
ગાલવાન વેલી પર ભારતીય સૈનિકો દ્વારા ગણપતિ પૂજા કરવામાં આવી હોવાના દાવો મળતા તમામ પરિણામ પરથી ભ્રામક સાબિત થાય છે. વાયરલ વિડિઓ 2019માં shingo valley ખાતે ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલ ગણપતિ વિસર્જન સમયનો છે. નોંધનીય છે, shingo valley કારગિલ બોર્ડર નજીક આવેલ છે, જયારે galwan valley ચાઈના બોર્ડર નજીક આવેલ છે. જયારે સોશ્યલ મીડિયા પર તેમજ ન્યુઝ સંસ્થાન દ્વારા વર્ષ 2020માં આર્મી જવાનો દ્વારા ગલવાન વેલી પર ગણેશ પૂજા કરવામાં આવી હોવાના ભ્રામક દાવાઓ વાયરલ કરવામાં આવ્યા છે.
Facebook : https://www.facebook.com/watch/?v=2345922055456723&extid=mFyoeVgmO3Y9uTid
Youtube : https://www.youtube.com/watch?v=SLgvPhj4cTU
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
April 19, 2021
Prathmesh Khunt
April 23, 2021
Prathmesh Khunt
July 16, 2021