video viral on Italy celebration of euro cup
ફૂટબોલ ની દુનિયામાં કોપા અમેરિકા કપમાં આર્જેન્ટિનાની ટીમે બાજી મારી લીધી છે. દુનિયાના મહાન ફૂટબૉલ ખેલાડીઓમાં જેમનો સમાવેશ થાય છે એવા લિયોનેલ મેસ્સી માટે પોતાના દેશની ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે આ ખિતાબ અપાવવામાં સફળ થયા. ત્યારે યુરો કપની વાત કરીએ તો ઇંગ્લેન્ડ અને ઇટલી મુકાબલામાં ઇટલી ચેમ્પિયન બની છે. જે બાદ ઇટલી ફેન્સ દ્વારા પુરજોશમાં જીત મનાવવામાં આવી હતી.
આ સંદર્ભે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “યુરો કપમાં ઈટાલીની જીતનાં અભિનંદન.એની ઊજવણી ફટાકડા ફોડીને થઈ.હિન્દુસ્તાનમાં દિવાળીએ ઊજવણી વેળા ફોડાતા ફટાકડાથી થતા પ્રદુષણની ચિંતા કરનારા અને જ્ઞાન બાંટનારો વર્ગ હાલ ચુપ રેહશે. કેમકે હોળી કે દિવાળી વેળા જ એમનું પ્રદૂષણ ચિંતન ચાલતું હોય”

આ વિડિઓ ફેસબુક પર 14 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે, અને 200 કરતા પણ વધુ યુઝર્સ દ્વારા ભ્રામક વિડિઓ શેર પણ કરવામાં આવેલ છે.
Factcheck / Verification
ઇટલી દ્વારા યુરો કપ જીત બાદ રોડ પર 500 મીટર રોડ પર ફટાકડા ફોડવામાં આવ્યા હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડિઓ ના કિફ્રેમ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર એપ્રિલ 2021ના જાપાનીઝ ભાષામાં પબ્લિશ થયેલ સમાન વિડિઓ જોવા મળે છે. ‘500મી. રોડ પર ફટાકડા સાથે બૈશાતુન માઝુનું સ્વાગત‘ હેડલાઈન સાથે આ વિડિઓ પબ્લિશ કરવામાં આવેલ છે.
જયારે વિશે સર્ચ કરતા taipeitimes અને taiwangods વેબસાઈટ પર કેટલીક માહિતી જોવા મળે છે. જે મુજબ આ એક ધાર્મિક રેલી કહી શકાય જે તાઇવાનમાં કાઢવામાં આવે છે. બૈશાતુન માઝુનું ગોંગ ટીઆન મંદિર દ્વારા આ આયોજન કરવામાં આવે છે, જે બીજા મંદિર સુધી પહોંચવા માટે લગભગ 400 કિ.મી. અંતર કાપે છે. આ વર્ષના યાત્રામાં ભાગ લેવા માટે લગભગ 78,000 લોકો જોડાયા હતા.

જયારે યુટ્યુબ વિડિઓ સાથે ચાઈનીઝ ભાષામાં લખવામાં આવેલ ટાઇટલ ને ફેસબુક પર સર્ચ કરતા અનેક યુઝર્સ દ્વારા એપ્રિલ મહિનામાં શેર કરવામાં આવેલ તાઇવાન માં ઉજવાતા આ તહેવારની તસ્વીર જોવા મળે છે. આ પોસ્ટ સાથે વાયરલ વિડિઓની તસ્વીરો પણ જોઈ શકાય છે, જ્યાં રોડ પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

Conclusion
ઇટલીમાં યુરો કપ જીત્યા બાદ આટલા મોટા પ્રમાણ માં ફટાકડા ફોડવામાં આવ્યા અને ઉજવણી કરવામાં આવી હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ તાઇવાન ખાતે Baishatun Mazuની એક ધાર્મિક રેલી દરમિયાન કરવામાં આવતી ઉજવણી છે, જ્યાં રોડ પર 500મી સુધી ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ ઘટના એપ્રિલ 2021ની છે.
Result :- Misplaced Context
Our Source
taipeitimes
taiwangods
Youtube Search
Facebook Search
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044