Tuesday, December 23, 2025

Fact Check

ઇટલીમા મહામારી કોરોનાને ભગાડવા મહામૃત્યુંજયના પાઠ કરવાનું આયોજન કરાયું હોવાના ભ્રામક દાવાનું સત્ય

banner_image
ક્લેમ :- 
ઇટલીમા મહામારી કોરોના ને ભગાડવા હિન્દૂ સઁસ્કૃતિ નો મા મહામૃત્યુંજય ના પાઠ કરવાનું આયોજન કરાયું… જય ભોલે
વેરિફિકેશન :- 
શોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં ઇટલીમાં લોકો કોરોના વાયરસના ઉપાયમાં મહામૃત્યુંજય ના પાઠ કરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પોસ્ટ સાથે કેપશન આપવામાં આવ્યું છે ‘ઇટલી મા મહામારી કોરોના ને ભગાડવા હિન્દૂ સઁસ્કૃતિ નો મા મહામૃત્યુંજય ના પાઠ કરવાનું આયોજન કરાયું… જય ભોલે’
આ વાયરલ વિડિઓની સત્યતા જાણવા માટે ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા કેટ્લીક તસ્વીરો મળી જેમાં આ પ્રકારે વિદેશી લોકો ભારતીય સંસ્કૃતિના ગીત અને ભજન ગાય રહ્યા હોય છે. 
 
ત્યારબાદ વિડિઓ સાથે કરવામાં આવેલ દાવા મુજબના કીવર્ડ સાથે ગુગલ સર્ચ કરતા વાયરલ વિડિઓ યુટ્યુબ પર મળી આવે છે, જેમાં આ વિડિઓ ઓસ્ટ્રેલિયામાં આધ્યત્મના ટ્રેન્ડ પર આ લોકો મહામૃત્યુંજય ના પાઠ કરવાનું આયોજન કરાયું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આ વિડિઓ જૂન 2015ના યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે. 
(Hinduism is the oldest spiritual tradition of this world and is all about liberty and freedom to carve one’s own path to divine.It has no concept of apostasy or blasphemy or even conversion! But without any push towards conversion it is winning hearts and minds of people all over the world by it’s teaching,love and philosophy alone.)
વાયરલ વિડિઓને લઇ મળતા તમામ પરિણામ પરથી સાબિત થાય છે કે આ એક ભ્રામક દાવો કરતી પોસ્ટ છે, આ પ્રકારે ઇટલીમાં કોઈ ઘટના બનેલ નથી. તેમજ કોરોના વાયરસ માટે આ  મહામૃત્યુંજય ના પાઠ કરવાનું આયોજન નથી કરવામાં આવ્યું, કોરોના વાયરસની શરૂઆત વિશ્વમાં ચીનના વુહાન શહેરથી ડિસેમ્બર 2019 આસપાસ શરૂ થયેલ છે. 
sOURCE :- 
GOOGLE KEYWORD SEARCH 
FACEBOOK SEARCH 
YOUTUBE SEARCH 
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)
image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

20,658

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage