Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
Government Exports Petrol at Half the Price
સરકાર પર પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટાડવા માટે દબાણ છે, આમ છતાં કિંમત વધે છે એના બે કારણ છે – પહેલું કારણ ક્રૂડ ઓઇલની વધતી કિંમત અને બીજું કારણ ડૉલરની તુલનામાં કમજોર થઈ રહેલો રૂપિયો, પણ પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ માટે સૌથી મોટું કારણ સરકારી ટૅક્સ જ છે. એક RTIના જવાબને આધારે સોશિયલ મીડિયા પર અને ન્યૂઝ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત 15 દેશોમાં 34 રૂપિયામાં રિફાઈન્ડ પેટ્રોલની નિકાસ કરી રહ્યું છે.
દેશમાં સતત ઈંધણની કિંમતોમાં વધારો થયો છે, અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત રૂપિયા 100ને પાર થઈ છે. ત્યારે વિપક્ષ દ્વારા આ મુદ્દે ઘણી વખત ધરણા અને આંદોલન કરવામાં આવ્યા છે, તેમજ પેટ્રોલના ભાવ અંગે સોશ્યલ મીડિયા પર પણ કેટલાય ભ્રામક દાવાઓ વાયરલ થયા છે.જયારે હાલ માં “ભારત 15 દેશોને 34રૂ લીટર પેટ્રોલ અને 36રૂ લીટર ડીઝલ વહેંચી રહી છે” હેડલાઈન સાથે ન્યુઝ પેપર સ્ક્રીન શોટ વાયરલ થયેલ છે.
2018 RTI અને ન્યુઝ રિપોર્ટના આધારે કોંગ્રેસ લીડર રણદીપ સુરજેવાલા દ્વારા પણ ઓગષ્ટ 2018ના “બીજા દેશને સસ્તા ભાવમાં પેટ્રોલ નું વેચાણ અને આપણા દેશના લોકો બમણા ભાવ સાથે પેટ્રોલ નું વેચાણ” કેપશન સાથે ટ્વીટ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ RTI પંજાબના એક RTI એક્ટિવિસ્ટ રોહિત સબરવાલ દ્વારા 2018માં કરવામાં આવી હતી.
Factcheck
શા માટે પેટ્રોલ ની કિંમતો માં આટલો વધારો થાય છે?
ઈંધણની કિંમતો રાજ્યો પ્રમાણે અલગ-અલગ હોય છે. તેની પાછળનું કારણ રાજ્યો દ્વારા લગાવવામાં આવતા વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) છે. પેટ્રોલ પર પ્રતિ લીટર 36 ટકા અને ડીઝલ પર 26 ટકા વેટ વસુલ કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ રાજ્યોએ વેટ લગાવી તેમની આવકમાં 43 ટકાનો વધારો કર્યો છે. હાલ ભારત માં રાજસ્થાનમાં પેટ્રોલ પર સૌથી વધારે વેટ વસુલ કરવામાં આવે છે.
દેશમાં પેટ્રોલની બેઝ વેલ્યુ પ્રતિ લીટર પેટ્રોલ રૂપિયા 31.82 અને ડીઝલ રૂપિયા 33.46 છે. પેટ્રોલનું ટ્રાન્પોર્ટ ભાડુ 28 પૈસા અને ડીઝલ પર 25 પૈસા છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવતી એક્સાઈઝ ડ્યુટી પેટ્રોલ પર રૂપિયા 32.90 અને ડીઝલ પર રૂપિયા 31.80 છે. ત્યારબાદ ડીલરનું કમિશન કે જે પ્રતિ લીટર પેટ્રોલ પર રૂપિયા 3.68 અને ડીઝલ રૂપિયા 2.51 છે. ત્યારબાદ અલગ-અલગ રાજ્ય સરકારો દ્વારા વેટ પણ વસુલ કરવામાં આવે છે.
પેટ્રોલ અને ડીઝલ પર સરકાર દ્વારા લગાવવામાં આવતા ટેક્સ અંગે વિસ્તૃત માહિતી ministry of petroleum and natural gas વેબસાઈટ પર પબ્લિશ કરવામાં આવેલ છે. જેમાં કસ્ટમ એક્સાઇઝ તેમજ રાજ્યો દ્વારા લગાવવા માં આવતા વેટ અંગે ડેટા પબ્લિશ કરવામાં આવેલ છે.
નિકાસ થનાર પેટ્રોલ વૈશ્વિક બજાર માં શા માટે નીચા ભાવે વેચી રહ્યા છે?
સરકારી કંપની મંગ્લોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ લિમિટેડના RTIના જવાબ મુજબ, કંપનીએ હોંગકોંગ, મલેશિયા, મોરેશિયસ, સિંગાપોર અને યુએઈના પાંચ દેશોમાં રિફાઈન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનો ની નિકાસ કરી છે. 2017 દરમિયાન, ભારતે 24.1 અબજ ડોલરના શુદ્ધ તેલની નિકાસ કરી. વિશ્વ બજારમાં તેનો હિસ્સો 9.9% રહ્યો હતો.
રિફાઇન્ડ તેલની નિકાસ કિંમત વૈશ્વિક સપ્લાય / માંગ દ્વારા નક્કી કરવામાં આવે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આ ભાવ કન્ટ્રોલ કરી શકે નહીં. ભારત ક્રૂડ ઓઇલનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે, પરંતુ ભારત માં મોટા પ્રમાણ માં ઓઇલ રિફાઈનરીઓ હોવાને કારણે ભારત રિફાઇન્ડ ઓઇલ ની નિકાસ કરનાર દેશ પણ છે.
Ministry of Commerce and Industry વેબસાઈટ પર 2020 થી 21 સુધી પેટ્રોલિયમ પ્રોડક્ટની આયાત અને નિકાસ અંગે ડેટા રજૂ કરવામાં આવેલ છે. જે મુજબ ભારતે 25% આયાત અને 17% પેટ્રોલિયમ પ્રોડક્ટની નિકાસ કરવામાં આવેલ છે.
ઉપરાંત, ministry of petroleum and natural gas દ્વારા મેં 2021ના એક રિપોર્ટ પબ્લિશ કરવામાં આવેલ છે. જેમાં વર્ષ 2019 થી 2021 સુધીમાં ભારત માં પેટ્રોલિયમ પ્રોડક્ટનું ઉત્પાદ,વપરાશ તેમજ ક્રૂડ ઓઇલની આયાત /નિકાસ અંગે ડેટા જાહેર કરવામાં આવેલ છે.
Conclusion
રિફાઇન્ડ તેલની નિકાસ કિંમત વૈશ્વિક સપ્લાય / માંગ દ્વારા નક્કી કરવામાં આવે છે. સરકાર વૈશ્વિક બજાર માં હરીફાઈ માં ટકી રહેવા માટે નિકાસ દર સાથે કોઈ છેડછાડ કરવી શક્ય નથી. RTI દ્વારા મળતી માહિતી મુજબ ભારત 15 દેશો ને માત્ર 34રૂપિયા માં પેટ્રોલ વેચી રહી હોવાનો દાવો સત્ય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લગાવવા માં આવતા ટેક્સ ના કારણે પેટ્રોલની કિંમતો માં વધારો થઈ રહ્યો છે. જયારે પેટ્રોલિયમ કંપની દ્વારા વૈશ્વિક અને સ્થાનિક બજારો માં લગભગ સમાન ભાવ સાથે પેટ્રોલ /ડીઝલ વેચવામાં આવે છે.
Result :- Partly True
Our Source
ministry of petroleum and natural gas
Ministry of Commerce and Industry
ઓઇલ માર્કેટિંગ કંપની
મંગ્લોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ લિમિટેડ
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.