Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim – PM મોદીએ આરબીઆઈ ₹500 અને ₹2000ની નવી ચલણી નોટો બહાર પાડવાની જાહેરાત કરી.
Fact – દાવો ખોટો છે. વર્ષ 2016નો જૂનો વીડિયો તાજેતરના સમાચાર તરીકે શેર કરવામાં આવ્યો છે.
₹500 અને ₹2000ની નવી ચલણી નોટો બહાર પાડવાની જાહેરાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક કથિત વીડિયો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે. 49 સેકન્ડના લાંબા વિડિયોમાં પીએમ મોદી કહેતા સંભળાય છે કે, “RBIનો ₹2000ની નવી નોટોનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો છે. સંપૂર્ણપણે નવી ડિઝાઇનવાળી ₹500 અને ₹2000ની ચલણી નોટો ચલણમાં લાવવામાં આવશે.
ઘણા X અને Facebook યુઝર્સે વીડિયો શેર કરીને દાવો કર્યો કે, “નવી ₹500 અને ₹2000ની નોટ ટૂંક સમયમાં આવી રહી છે.”
ગુજરાતી સહિતની ભાષાઓમાં દાવો વાઇરલ જોવા મળ્યો છે.
જો કે, ન્યૂઝચેકરને જાણવા મળ્યું કે, વિડિયો જૂનો છે અને તેને ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
દાવાની તપાસ માટે અમે Google પર “new,” “₹500,” “₹2000″ અને “notes” માટે કીવર્ડ સર્ચ કરી જોકે અમને સરકારના આવા કોઈપણ તાજેતરના નિર્ણય અંગે કોઈ વિશ્વસનીય રિપોર્ટ મળ્યો નથી.
જો કે, અમને નવેમ્બર 2016થી ₹500 અને ₹1,000 ની ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાના સરકારના નિર્ણયની વિગતો આપતા ઘણાં અહેવાલો મળ્યા છે. જેમાં જણાવાયું હતું કે, વડા પ્રધાને નવી ₹500 અને ₹2000 ની ચલણી નોટો રજૂ કરવાની પણ જાહેરાત કરી છે.
8 નવેમ્બર, 2016ના રોજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના આવા જ એક અહેવાલમાં પીએમ મોદીનો નવી ચલણી નોટો બહાર પાડવાની જાહેરાત કરતો વાયરલ વીડિયો દર્શાવવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે, “₹500 અને ₹1000ની ચલણી નોટો 9 નવેમ્બરથી લિગલ ટૅન્ડર નહીં હોય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને એક વિશેષ સંબોધનમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ પગલાનો હેતુ દેશની અર્થવ્યવસ્થા પર નકલી ચલણ, કાળું નાણું અને ભ્રષ્ટાચારની નકારાત્મક અસરને રોકવાનો છે.”
નોટબંધીના નિર્ણય પર પીએમ મોદીનું સંપૂર્ણ ભાષણ ટાઈમ્સ નાઉની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પણ શેર કરવામાં આવ્યું હતું. 9 નવેમ્બર-2016ના રોજ વાયરલ વીડિયોમાં તેમનો વોટરમાર્ક જોઈ શકાય છે. વીડિયોમાં 32:30 મિનિટની આસપાસ કથિત વાયરલ ક્લિપ જોઈ શકાય છે.
તે 8 નવેમ્બર, 2016 ના રોજ નરેન્દ્ર મોદીની અધિકૃત યુટ્યુબ ચેનલ પર પણ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં લગભગ 32:15 મિનિટની આસપાસ PM મોદીને ₹500 અને ₹2000ની નવી ચલણી નોટોની જાહેરાત કરતા સાંભળી શકાય છે.
8 નવેમ્બર, 2016ના રોજ પીએમ મોદીના સંબોધનની ટ્રાન્સક્રિપ્ટ પણ તેમની સત્તાવાર વેબસાઇટ પર શેર કરવામાં આવી હતી તેને અહીં જોઈ શકાય છે .
નોંધનીય છે કે, આરબીઆઈએ તેની “ક્લીન નોટ પોલિસી”ના અનુસંધાનમાં ₹2000 મૂલ્યની બૅન્કનોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો, તેણે મે-2023માં એક પ્રેસ રિલીઝમાં આ બાબત વિશે જણાવ્યું હતું . જેમાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “₹2000 મૂલ્યની બૅન્કનોટ કાયદેસર તરીકે ચાલુ રહેશે.”
તાજેતરમાં, આરબીઆઈએ જાહેરાત કરી હતી કે ચલણમાં રહેલી ₹2,000ની નોટોમાંથી 98.08% પરત આવી ગઈ છે.
આથી, ₹500 અને ₹2000ની નવી ચલણી નોટો બહાર પાડવાની જાહેરાત કરતા PM મોદીનો વાયરલ વીડિયો વાસ્તવમાં જૂનો છે. તે આરબીઆઈ દ્વારા થયેલી નવી જાહેરાત નથી.
Sources
Report By Times of India, Dated November 8, 2016
YouTube Video By Times Now, Dated November 9, 2016
YouTube Video By Narendra Modi, Dated November 8, 2016
(અહેવાલ ન્યૂઝચેક અંગ્રેજી દ્વારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
March 29, 2025
Dipalkumar Shah
March 25, 2025
Dipalkumar Shah
June 22, 2024