Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
આવી સલામી જોઇને સરદાર પટેલ ચોંકી ગયા હશે, આ તેમનું અપમાન છે. સરદાર પટેલના સંદર્ભમાં પીએમ નરેન્દ્ર મોદીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર જુદી જુદી વિચારધારાના વિરોધાભાસ જોવા મળે છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક તસ્વીર વાયરલ થઈ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે, કે મોદીએ સરદાર પટેલની પ્રતિમા સામે તાનાશાહ હિટલરની જેમ સલામી આપી છે. સોશિયલ મીડિયા પર અલગ અલગ દાવા સાથે હરિયાણાના પૂર્વ નાણામંત્રી અજયસિંહ યાદવ , રાજ્યસભા મેમ્બર જયરામ રમેશ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
દેશના પીએમ ખરેખર સરદાર પટેલની પ્રતિમાને હિટલરની રીતે સલામી આપી રહ્યા છે. વાયરલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાનો દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ખબર જોવા મળે છે, જે મુજબ પીએમ મોદી 1 ઓક્ટોબરના ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે હતા. જ્યાં તેમણે અમદાવાદ અને કેવડિયા વચ્ચેના સી-પ્લેનનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમજ કેવડિયા ખાતે જંગલ સફારી અને અન્ય ઉદ્ઘાટન કર્યા હતા.
Indianexpress અહેવાલ મુજબ નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાત પહોંચ્યા હતા જ્યાં તેમણે સરદાર પટેલની 145 મી જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસમાં ભાગ લઈ સરદારને શ્રદ્ધાંજલિ આપી હતી. અહેવાલમાં પ્રકાશિત ફોટામાં મોદી સરદાર પટેલની પ્રતિમાને સલામી આપતા નજરે પડે છે, જે વાયરલ તસ્વીરથી સંપૂર્ણપણે અલગ છે. નોંધનીય છે કે નરેન્દ્ર મોદીની શનિવારે ગુજરાતની મુલાકાત દરમિયાન સી પ્લેનના ઉદ્ઘાટન અને અન્ય ઘણા કાર્યક્રમો સહિત ઘણા કાર્યક્રમો સુનિશ્ચિત કર્યા હતા.
વધુ તપાસ દરમિયાન ડીજીપી ગુજરાતના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પર એક વાયરલ ફોટો મળી આવ્યો હતો. આ ફોટો 31 Octoberક્ટોબર પર મૂકવામાં આવ્યો હતો. પોસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે, કે રાષ્ટ્રીય એકતા દિવસ પર ત્યાં હાજર લોકોએ એકતાના શપથ લીધા હતા. આ ટ્વીટથી સ્પષ્ટ થઈ ગયું છે કે એકતાના શપથ દરમિયાન મોદી હિટલરની જેમ સલામ કરી રહ્યા હોવાનો દાવો વાયરલ થયેલ છે.
આ ઉપરાંત ટ્વીટર પર All India Radio News દ્વારા 31 ઓક્ટોબરના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. આ ટ્વીટમાં PM મોદી રાષ્ટ્રીય એકતા દિવસ નિમત્તે લેવામાં આવેલ સપથનો વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર પીએમ મોદીની જે તસવીર હિટલરની જેમ સલામ કરાઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલ છે, તે ખરેખર એક ભ્રામક દાવો છે. મોદી સરદાર પટેલ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિન પર એકતાની શપથ લઈ રહ્યા હતા, જેને કોંગ્રેસના નેતાઓએ ભ્રામક દાવાઓ સાથે પોસ્ટ કરેલ છે.
All India Radio News
Indianexpress
ANI
dgpgujarat
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023