Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સાથે પીએમ મોદીની ગુજરાતની મુલાકાત પણ વધી ગઈ છે. હાલમાં તેઓએ રાજ્યના અનેક શહેરોમાં રોડ-શો અને સભાઓ કરી હતી. સોશ્યલ મીડિયા પર તેમના કાર્યક્રમો અને ભાષણો પર અનેક પોસ્ટ શેર થઈ રહી છે, જે ક્રમમાં એક પીએમ મોદીની તસ્વીર સાથે સંદેશ ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ શેર કરવામાં આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે PM મોદીએ પોતાના ભાષણમાં કહ્યું “હું સુરતમાં પૂર વખતે જાતે સફાઈ કરતો હતો“
ફેસબુક યુઝર્સ “છે કોઈ આખા વિશ્વ માં જે ફેંકવામાં સાહેબનો મુકાબલો કરી શકે“,તો કેટલાક યુઝર્સ “મિત્રો સુરતમાં પુર વખતે હું દિલ્હીમાં બેઠો બેઠો લોકોના ખિસ્સા ખંખેરતો હતો.” ટાઇટલ સાથે કટાક્ષ કરતી પોસ્ટ શેર કરી રહ્યા છે. વાયરલ ન્યુઝ બ્રેકીંગ પ્લેટમાં કરવામાં આવેલ દાવો હાલમાં પીએમ મોદીએ સુરત ખાતે રોડ-શો અને સભા કરી હતી તે દરમિયાનનો હોવાના સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણીથી લઈને નવરાત્રીના ગરબા સુધી ફેલાયેલ ભ્રામક અફવાઓ
Fact Check / Verification
પીએમ મોદીની તસ્વીર સાથે વાયરલ થયેલ ન્યુઝ બ્રેકીંગ પ્લેટ સાથે કરવામાં આવેલ દાવાને ગુગલ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન webdunia દ્વારા ડિસેમ્બર 2017ના “ભાભરમાં મોદીનું સંબોધન” હેડલાઈન સાથે પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાભોર ખાતે જનસભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે હું મુખ્યમંત્રી હતો ત્યારે સુરતમાં પૂર આવ્યુ હતું અને મેં જાતે સુરતમાં મેં જાતે જઇને સફાઇ કરી હતી.
જયારે PM મોદીની ભાભર ખાતે 2017ની જનસભા અંગે ગુગલ સર્ચ કરતા Narendra Modi ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ પર પીએમ મોદીના ભાભર ખાતેના કાર્યક્રમનો વિડીયો જોવા મળે છે. જેમાં પીએમ મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પર આકાર પ્રહાર કરતા ભાજપ કર્યકર્તા દ્વારા પૂર સમયે આપવામાં આવેલ સેવા અંગે જણાવ્યું હતું.
Conclusion
પીએમ મોદીની તસ્વીર સાથે વાયરલ થયેલ ન્યુઝ બ્રેકીંગ પ્લેટ સાથે કરવામાં આવેલ દાવો ભ્રામક રીતે શેર કરવામાં આવેલ છે. 2017માં વિધાનસભા ચૂંટણી સમયે ભાભર ખાતે પીએમ મોદી દ્વારા એક જનસભા દરમિયાન કહેવામાં આવેલ વાતને હાલમાં સુરત ખાતે પીએમ મોદીની સભાના સંદર્ભમાં ભ્રામક રીતે શેર કરવામાં આવેલ છે.
Result : Missing Context
Our Source
Media Report Of webdunia , DEC 2017
YouTube Video On Narendra Modi Official Channel, DEC 2017
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.