PM મોદી આ મહિનામાં બે વખત ઉત્તરપ્રદેશના પ્રવાસે હતા. UP ખાતે અર્બન કોન્ક્લેવ આઝાદીના 75માં અમૃત મોહત્સવ દરમ્યાન વિવિધ સરકારી યોજનાનું લોકાર્પણ અને બિઝનેસ મીટ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી પણ નજીક આવી રહી છે. સોશ્યલ મીડિયા પર કાર્યક્રમ દરમ્યાન યોજનાના લાભાર્થી અને પ્રધાનમંત્રી વચ્ચે થયેલ સંવાદનો એક વિડિઓ વાયરલ થયેલ છે.
ફેસબુક પર “અમેરિકામાં ઈજ્જત ગુમાવ્યા પછી, આજે લખનૌમાં ગયા છે” ટાઇટલ સાથે PM મોદીનો લખનૌ ખાતે યોજાયેલ અર્બન કોન્ક્લેવ કાર્યક્રમનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં વડાપ્રધાન મોદી સરકારી યોજનાના લાભાર્થી સાથે વાતચિત્ત કરી રહ્યા છે. વિડીઓમાં PM દ્વારા ‘પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના’ અંગે સવાલ કરતા કોઈપણ લાભ સરકાર તરફથી મળ્યો ના હોવાનો જવાબ મહિલા દ્વારા આપવામાં આવે છે. સોશ્યલ મીડિયા પર આ વિડિઓ પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવતી યોજનાઓ કે અન્ય કોઈપણ લાભ ન મળતા હોવાના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification
ઉત્તરપ્રદેશ ખાતે યોજાયેલ અર્બન કોન્ક્લેવ દરમ્યાન PM મોદી અને યોજનાના લાભાર્થી વચ્ચે થયેલ વાતચીતના વિડિઓમાં એક તરફ ન્યુઝ સંસ્થાન આજતકનો લોગો જોઈ શકાય છે. ઉપરાંત વિડીઓમાં લાભાર્થીનું નામ બબીતા અને ગામનું નામ લલિતપુર જોવા મળે છે. જયારે બબીતા, લલિતપુર અને PM મોદી જેવા કીવર્ડ ગુગલ સર્ચ કરતા યુટ્યુબ ચેનલ Narendra Modi પર સમાન વિડિઓ જોવા મળે છે.
“આવાસ યોજનાના લાભાર્થીએ PM મોદીને જમવા માટે આમંત્રણ આપ્યું” ટાઇટલ સાથે પબ્લિશ કરવામાં આવેલ વિડીઓમાં જોઈ શકાય છે કે સૌપ્રથમ PM મોદી આવાસ યોજનાનો લાભ મળ્યો કે નહીં, કેટલા પૈસાની સહાય મળેલ છે જેવા સવાલ પૂછે છે. વિડીઓમાં 1:58 મિનિટ પછી જોઈ શકાય છે કે નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંગે સવાલ કરવામાં આવે છે, જેના જવાબમાં મહિલા ના પાડે છે. ત્યારબાદ PM મોદી આ મહિલાને સ્વનિધિ યોજનાના લાભ અને કેવી રીતે ફાયદો લેવો વગેરે જેવા મુદ્દે સલાહ આપે છે.
આ પણ વાંચો :- AAP નેતા દ્વારા ફેસબુક પર ભાજપ અધ્યક્ષ C.R.Patil ના નિવેદનને ભ્રામક દાવા શેર કરવામાં આવ્યું, જાણો શું છે સત્ય
અર્બન કોન્ક્લેવના આ વિડિઓ અંગે વધુ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન AAJ TAK દ્વારા 5 ઓક્ટોબરના પબ્લિશ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. આજતક દ્વારા પબ્લિશ કરવામાં આવેલ વિડીઓમાં 2 મિનિટ પછી PM મોદી અને આવાસ યોજનાના લાભાર્થી વચ્ચે થયેલ વાતચીત સાંભળી શકાય છે.
વડાપ્રધાન મોદી દ્વારા ઉત્તર પ્રદેશ લખનૌ ખાતે 3 દિવસના અર્બન કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ દરમ્યાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ 75 યોજનાઓ જેવી કે 10 નવા સ્માર્ટ સીટી, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઇલેટ્રીક બસ સર્વિસનું PM મોદીના હસ્તે ડિજિટલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
Conclusion
ઉત્તરપ્રદેશ ખાતે યોજાયેલ અર્બન કોન્ક્લેવ દરમ્યાન PM મોદી અને યોજનાના લાભાર્થી વચ્ચે થયેલ વાતચીતના વિડિઓને ભ્રામક રીતે રજૂ કરવામાં આવેલ છે. ઉત્તરપદેશમાં યોજાયેલ અર્બન કોન્ક્લેવ કાર્યક્રમના વિડિઓના 8 સેકન્ડના એક ભાગને ભ્રામક રીતે શેર કરવામાં આવેલ છે. PM મોદી અને યોજનાના લાભાર્થી વચ્ચે થયેલ સંવાદનો સંપૂર્ણ વિડિઓ Narendra Modi ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે.
Result :- Misplaced Context
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044