Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
પ્રધાનમંત્રી મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં રાજ્યમાં અનેક સભાઓ અને રોડ-શો કરી રહ્યા છે. હાલમાં પીએમ મોદીએ મોઢેરા સૂર્યમંદિર ખાતે કેટલાક ખાત મુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર મોઢેરા ખાતે પીએમ મોદીની એક જનસભામાં ખાલી ખુરશીઓ જોવા મળી હોવાનો વિડીયો વાયરલ થયો છે.
સોશ્યલ મીડિયા પર આ પોસ્ટ સૌપ્રથમ સોશ્યલ એક્ટિવિસ્ટ પ્રશાંત ભૂષણ દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી. ત્યારબાદ વડનગરના ધારાસભ્ય કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી દ્વારા પણ વાયરલ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં આ વિડીયો “ગુજરાતમાં પ્રધાનમંત્રીની વધતી લોકપ્રિયતા” ટાઇટલ સાથે શેર કરવામાં આવ્યો છે.
આ ક્રમમાં ન્યુઝ સંસ્થાન GSTV દ્વારા પણ ફેસબુક પર વાયરલ વિડીયો “ધજાગરા! PM ના કાર્યક્રમમાં ફરી ખુરશીઓ ખાલી જોવા મળી, લોકોએ ભાષણ અધવચ્ચે છોડીને હાલતી પકડી” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે.
મોઢેરા ખાતે પીએમ મોદીની એક જનસભામાં ખાલી ખુરશીઓ જોવા મળી હોવાના વાયરલ વિડીયો અંગે યૂટ્યૂબ પર નરેન્દ્ર મોદી ઓફિશ્યલ ચેનલ પર ગુજરાતના મોઢેરામાં પીએમ મોદીના ભાષણનું લાઇવ સ્ટ્રીમિંગ જોવા મળે છે. વીડિયોમાં લગભગ 33 મિનિટ પછી વાયરલ વીડિયોના સ્ક્રીનિંગમાં સાંભળવા મળતા મોદીના ભાષણનો ભાગ જોઈ શકાય છે.
પીએમ મોદી આ સમયે ઉત્તર ગુજરાતમાં પર્યટનની સંભાવનાઓ વિશે વાત કરતા કહ્યું હતું “મિત્રો, મોઢેરા ખાતેના સૂર્ય મંદિરની સાથે, બહુચરાજી ખાતેનું તીર્થ, ઉમિયા માતાનું મંદિર, રાણી કી વાવ , તારંગા ટેકરી, રૂદ્ર મહાલય, વડનગર તોરણ… કોઈ બસમાં બેસીને મુલાકાત લે તો બે દિવસ આ સ્થળોની મુલાકાત લેતા રહે” પીએમ મોદીના ભાષણના અંતમાં જ્યારે કેમેરાને લોકો તરફ ઘુમવામાં આવે છે, ત્યારે આખો હોલ લોકોથી ભરેલો જોઈ શકો છો.
આ ઉપરાંત, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાયેલ જનસભાની કેટલીક તસ્વીરો ટ્વીટર પોસ્ટ મારફતે શેર કરવામાં આવી હતી. અહીંયા પીએમ મોદીની જનસભામાં વિશાળ ડોમમાં ભારે માત્રમાં ભીડ જોઈ શકાય છે. તેમજ CM ભુપેન્દ્ર પટેલના ઓફિશ્યલ ફેસબુક પેજ પરથી આ ઇવેન્ટનું લાઈવ વિડીયો પોસ્ટ કરવામાં આવેલ છે. અહીંયા પણ અલગ-અલગ સમય પર પીએમના ભાષણ સમયે લોકોની ભીડ જોઈ શકાય છે.
ન્યુઝચેકર દ્વારા ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા યામલ વ્યાસ સાથે વાયરલ વિડીયો અંગે પુછપરછ કરતા તેઓએ જણાવ્યું કે વાયરલ વિડીયો સભા ખતમ થયા બાદ સભામંડપમાં સ્ક્રીન પર પીએમ મોદીના ભાષણનું રેકોર્ડિંગ ચાલી રહ્યું છે. જયારે, પીએમ મોદી ભાષણ આપી રહ્યા હતા તે સમયે ભારે માત્રમાં લોકો એકઠા થયા હતા.
તેમજ અમે મેહસાણા જિલ્લાના Mscમાં અભ્યાસ કરતા વિધાર્થી શ્રવણ નાઈ સાથે વાતચીત કરી હતી. શ્રવણ પીએમ મોદીની મોઢેરા ખાતેની આ સભામાં હાજર હતા અને તેઓએ જણાવ્યું કે પીએમ મોદીના ભાષણ સમયે આખો સભામંડપ લોકોથી ભરાયેલો હતો. વાયરલ વિડીયો સભા ખતમ થયા બાદ લેવામાં આવ્યો હોવાનું જણાય છે.
મોઢેરા ખાતે પીએમ મોદીની એક જનસભામાં ખાલી ખુરશીઓ જોવા મળી હોવાનો વાયરલ વિડીયો સભા ખતમ થયા પછી લેવામાં આવેલ છે. પીએમ મોદીની મોઢેરા ખાતે યોજાયેલ જનસભા સમયે મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોઈ શકાય છે. ઉપરાંત ભાજપ પ્રવકતા અને મોઢેરા ખાતે રેલીમાં હાજર વ્યક્તિના જણાવ્યા અનુસાર પીએમના ભાષણ સમયે સભા સ્થળ લોકોથી ભરાયેલું હતું.
Our Source
YouTube Live Video Of PM Modi Event At Modhera, 9 OCT 2022
BJP President C.R.Patil Tweet, 9 OCT 2022
CM Bhupendra Patel Facebook Live Video, 9 OCT 2022
Telephonic Conversation With Chief Spokesperson Yamal Vyas, Gujarat State BJP
Telephonic Conversation With Local Student Of Mehsana District
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
May 10, 2025
Dipalkumar Shah
April 26, 2025
Dipalkumar Shah
April 23, 2025