Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
સોશિયલ મિડિયામાં સમાંયતરે ધર્મને લઈ ઘણી પોસ્ટ વાયરલ થતી હોય છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, (presidentofindia) “રાષ્ટ્રપતિ દ્વારા દેશના તમામ અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ કરવામાં આવ્યો.”
ફેસબુક યુઝર્સ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, (presidentofindia) “રાષ્ટ્રપતિ દ્વારા દેશના તમામ અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ કરવામાં આવ્યો.”
Factcheck / Verification
દેશના અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતા સામેલ કરવાનો આદેશ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આપવામાં આવ્યો હોવાના દાવા પર તપાસ શરૂ કરતા સૌ પ્રથમ presidentofindia વેબસાઈટ પર જઈ જાહેર કરવામાં આવેલ પ્રેસ રિલીઝ તપાસ કરતા આ પ્રકારે આદેશ આપતો કોઈ લેટર કે નોટિફિકેશન જોવા મળેલ નથી.
જયારે વાયરલ દાવા પર વધુ તપાસ માટે ભારતીય શિક્ષા મંત્રાલયની વેબસાઈટ dsel.education પર જઈ 2014 થી 2020માં કરવામાં આવેલ શિક્ષણ નીતિના સુધારા અંગે તપાસ શરૂ કરી. જયારે અત્યાર સુધી થયેલા શિક્ષણ સુધારામાં વાયરલ દાવા અંગે કોઈપણ ઉલ્લેખ જોવા મળેલ નથી. રામાયણ કે ભગવત ગીતા અભ્યાસ ક્રમમાં ઉમેરવામાં આવી હોવાનો દાવા અંગે કોઈ સાબિતી જોવા મળેલ નથી.
ગુગલ પર વાયરલ દાવા મુદ્દે સર્ચ કરતા guruasthadigitalnews વેબસાઈટ પર પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ છીંદવાળા જિલ્લાના સામાજિક કાર્યકર ભગવાનદિન સાહુની આગેવાની હેઠળની અન્ય સામાજિક અને ધાર્મિક સંગઠનોએ દેશના તમામ શાળાના અભ્યાસક્રમોમાં ભગવદગીતા અને રામાયણનો સમાવેશ કરવા જિલ્લા કલેકટર મારફત રાષ્ટ્રપતિને એક નિવેદન રજૂ કર્યું હતું.
મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું હતું કે શ્રી રામ જીનું જીવન બલિદાન તરીકે જાણીતું છે, શ્રી કૃષ્ણનું જીવન એક સંઘર્ષ હતું. શ્રી રામ ઉપરાંત શ્રી કૃષ્ણ, આપણી સંસ્કૃતિમાં, હનુમાનજી, બુદ્ધ, મહાવીર, શિવાજી, મહારાણા પ્રતાપ, ચંદ્ર ગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક અને સતી અનુસુઇયા, ગાર્ગી, મદાલસા, સાવિત્રી, સીતા સબરી, ઝાંસીની રાણી જેવી ઘણી સ્ત્રીઓ. અન્ય મહાન માણસો.જેનું જીવન આપણા માટે ખૂબ પ્રેરણાદાયક રહ્યું છે.
આ પણ વાંચો :- UP ના ગોવર્ધન પર્વતના વેચાણની તૈયારી મોદી સરકાર કરી રહી હોવાના ભ્રામક દાવાનું સત્ય
15 જુલાઇએ presidentofindia ને સ્મૃતિપત્ર આપતી વખતે સાધ્વી રેખા બેન, સાધ્વી પ્રતિમા બેન, કરુણેશ પાલ, શિક્ષણશાસ્ત્રી વિશાલ ચોટ્રે, આધુનિક વિચારક હર્ષુલ રઘુવંશી, કુંબી સમાજના યુવા નેતા અંકિત ઠાકરે, પવાર સમાજના પ્રમુખ હેમરાજ પટલે, બજરંગ દળ આઇટી સેલના પ્રભારી નિતેશ સાહુ, ભુપેશ પહાડે, ઓમપ્રકાશ દેહરીયા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા.
Conclusion
presidentofindiaદ્વારા દેશના તમામ અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ કરવામાં આવ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. છીંદવાળા જિલ્લાના સામાજિક કાર્યકર ભગવાનદિન સાહુની આગેવાની હેઠળની અન્ય સામાજિક અને ધાર્મિક સંગઠનોએ દેશના તમામ શાળાના અભ્યાસક્રમોમાં ભગવદગીતા અને રામાયણનો સમાવેશ કરવા જિલ્લા કલેકટર મારફત રાષ્ટ્રપતિને એક નિવેદન રજૂ કર્યું હતું. જયારે આ વિષય પર રાષ્ટ્રપતિ દ્વારા હજુ કોઈ આદેશ જાહેર કરવામાં આવેલ નથી.
Result :- False
Our Source
guruasthadigitalnews
dsel.education
presidentofindia
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.