Tuesday, October 19, 2021
Tuesday, October 19, 2021
HomeFact ChecksUP ના ગોવર્ધન પર્વતના વેચાણની તૈયારી મોદી સરકાર કરી રહી હોવાના ભ્રામક...

UP ના ગોવર્ધન પર્વતના વેચાણની તૈયારી મોદી સરકાર કરી રહી હોવાના ભ્રામક દાવાનું સત્ય

ભારતની રાજકોષીય ખોટ રૂપિયા 6.45 લાખ કરોડની છે. તેનો અર્થ એ થયો કે ખર્ચ બહુ વધારે અને કમાણી બહુ ઓછી છે. ખર્ચ અને કમાણી વચ્ચે 6.45 લાખ કરોડનું અંતર છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે સરકાર પોતાની કંપનીઓનું ખાનગીકરણ અને વિનિવેશ કરીને પૈસા એકઠા કરે છે. UP

ત્યારે સોશ્યલ મીડિયા પર આ મુદ્દે કેટલાક યુઝર્સ દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે કે ખાનગીકરણની નીતિ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ સંદર્ભેમાં ફેસબુક પર ‘Surat AAP‘ પેજ પર એક ન્યુઝ પેપરની તસ્વીર શેર કરવામાં આવેલ છે. પોસ્ટ શેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે UPમાં આવેલ ગોવર્ધન પર્વત મોદી સરકાર વેચવા તૈયાર છે.

UP

ફેસબુક પોસ્ટમાં ન્યુઝ પેપર કટિંગ સાથે UP “ઉત્તરપ્રદેશ મથુરા માં આવેલ ગોવર્ધન પર્વત મોદી સરકારે વેચવાની તૈયારી કરી દીધી છે .. ગોવર્ધન પર્વત કરોડો હિંદુઓ ની આસ્થા નું પ્રતિક છે તો આમાં હિન્દુ ધર્મ ખતરા માં આવે કે નહી … ? આતો ખાલી પૂછ્યું .. બાકી ભલે ને બધું વેચી મારે કોઈને ક્યાં પડી છે.આ ફેંકુ જૈન ધર્મ અને મુસ્લિમ ધર્મ ની કોઈ વસ્તુને હાથ નહિ લગાડે લખી રાખજો ..હીનદુવાદી કયા ગયા” લખાણ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

મોદી સરકાર સત્તા પર આવતા ઘણી સરકારી કંપનીના ખાનગીકરણ માટે કાર્યરત છે. ત્યારે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ દાવો કે UPમાં આવેલ ગોવર્ધન પર્વતનું સરકાર વેચાણ કરવાની તૈયારી કરી રહી છે. જે વિષય પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન zeenews દ્વારા 8 ફેબ્રુઆરીના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.

UP

અહેવાલ મુજબ, ઓનલાઇન શોપિંગ માર્ટ IndiaMART ના CEO તેમજ અન્ય 3 આરોપી પર UP ગોવર્ધન પર્વત ની શીલા વેચવાની જાહેરાત કરવા માટે FIR દાખલ કરવામાં આવેલ છે. મથુરાના એસપી શિરીષ ચંદ્રે જણાવ્યું હતું કે, ઇન્ડિયામાર્ટ કંપની, તેના સીઈઓ અને સપ્લાયર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઈન્ડિયામાર્ટે ટેક્નોલજી સુવિધાઓનો ખોટો ઉપયોગ કરીને ધાર્મિક ભાવનાઓ ભડકાવી છે.

આ પણ વાંચો :- UPમાં મંદિરમાં પાણી પીવા ગયેલા મુસ્લિમ બાળકને ઢોર માર માર્યો હોવાની ઘટના સંદર્ભે ભ્રામક તસ્વીર વાયરલ

આ વિષય પર વધુ તપાસ કરતા navbharattimes અને tv9hindi દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ ઇન્ડિયામાર્ટ ના સપ્લાયરની ચેન્નાઇથી ધરપકડ કરવામાં આવેલ છે. પોલીસે જણાવ્યું છે કે આ FIR મથુરા સ્થિત સામાજિક કાર્યકર કેશવ મુળિયાની ફરિયાદના આધારે UP ગોવર્ધન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. અધિકારીઓ કહે છે કે આ પોલીસ સ્ટેશનમાં આ મામલે વધુ 10 ફરિયાદો નોંધાઈ હતી, જેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના મતે વેબસાઇટ પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પત્થરો કુદરતી છે. એક પત્થરની કિંમત વેબસાઇટ 5,175 પર જણાવેલ છે.

08_02_2021-go_vardhan_21347803.jpg

સોશ્યલ મીડિયા પર વાયરલ દાવા મુદ્દે સર્ચ કરતા NDTV News feed અને NewIndianXpress દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં UP ગોવર્ધન પર્વતની શીલા નું વેચાણ કરી રહેલા સપ્લાયર અને ઇન્ડિયા માર્ટના CEO સામે પોલીસ કાર્યવાહી થઇ રહી છે.

જયારે આ ઘટના સંબંધિત માહિતી માટે અમે SP શિરીષ ચંદ્રા સાથે વાતચીત કરતા જાણવા મળે છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર જાહેરાત કરનારા ચેન્નાઈના પ્રેમકુમારને 15 મી ફેબ્રુઆરી 2021 ના ​​રોજ ચેન્નઈથી ધરપકડ કરવામાં આવેલ છે. તપાસ હજુ ચાલુ છે. જાહેરાતના સંદર્ભમાં, અમે ઈન્ડિયા માર્ટના અધિકારીઓ વિરુદ્ધ પણ તપાસ કરી રહ્યા છીએ. બી પ્રેમકુમાર સિવાય હજી અન્ય કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

Conclusion

મોદી સરકાર UPમાં આવેલ ગોવર્ધન પર્વત વેચવાની તૈયારી કરી રહી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. ઇન્ડિયા માર્ટ શોપિંગ સાઈટ પર ગોવર્ધન પર્વતની શિલાઓ વેચવા માટે જાહેરાત મુકવામાં આવેલ હતી, જે સંદર્ભે કેટલાક સોશ્યલ વર્કર દ્વારા ફરિયાદ નોંધાવાવમાં આવી હતી. જે મુદ્દે પોલીસ દ્વારા ઇન્ડિયામાર્ટના CEO સાથે અન્ય ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ધાર્મિક ભાવના ભડકાવવા મુદ્દે ગુનો દાખલ કરવામાં આવેલ છે. મોદી સરકાર દ્વારા આ પ્રકારે પર્વત અથવા તેની શીલા વેચાણ કરવા માટે પરવાનગી આપવામાં આવેલ નથી.

Result :- False


Our Source

zeenews
navbharattimes
tv9hindi

Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. A graduate in BCA, Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular