Fact Check
Olympics ખેલાડી નીરજ ચોપરા દ્વારા કિસાન આંદોલનના સમર્થનમાં ટ્વીટ કરવામાં આવી હોવાનો ભ્રામક દાવો વાયરલ
તાજેતરમાં સમાપ્ત થયેલ ટોક્યો olympicsમાં ભારતને કુલ 7 મેડલ મળ્યા હતા. એક ગોલ્ડ, બે સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સાથે આ અત્યાર સુધીની તમામ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતથી ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલા તમામ ખેલાડીઓ પરત પોતાના દેશમાં પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં ભારતના ખૂણેખૂણેથી આ ખેલાડીઓના ભવ્ય સ્વાગતના સમાચાર આવી રહ્યા છે અને ટોક્યો ઓલિમ્પિક અને મેડલ વિજેતાઓને લઈને સોશિયલ મીડિયા પર ઉત્સાહનું વાતાવરણ છે.
ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેતા પહેલા, જે ખેલાડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ ઓછી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા હતા , હવે લાખો લોકોએ તેમને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. આ કારણોસર, આ રમતવીરોના નામે પેરોડી હેન્ડલ્સ બનાવીને કેટલીક પોસ્ટ કરવામાં આવેલ છે. ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા દ્વારા ટ્વીટર પર કિસાન આંદોલનને સમર્થન આપતી ટ્વીટ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
નીરજ ચોપરા દ્વારા કથિત રીતે કરવામાં આવેલ ટ્વીટ આમ આદમી પાર્ટી ગુજરાત અને અન્ય AAP ગ્રુપ પર શેર કરવામાં આવેલ છે. આ ટ્વીટ મુજબ નીરજે લખ્યું છે કે “ગોલ્ડ મેડલ લાવવાનો કોઈ અર્થ રહેતો નથી, જયારે સરકારના અત્યચારથી ખેડૂતો પીડાય રહ્યા હોય“

Factcheck / Verification
નીરજ ચોપરાના નામે બનાવેલા નકલી ટ્વિટર હેન્ડલ્સ
ઓલમ્પિક્સમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાના નામે અનેક નકલી ટ્વિટર હેન્ડલ્સ બનાવવામાં આવ્યા હતા. આવા જ એક નકલી ટ્વિટર હેન્ડલે એક ટ્વીટ શેર કરતા લખ્યું કે, “આ ગોલ્ડ મેડલ મારા અને મારા કોચની વર્ષોની મહેનતનું પરિણામ છે. મોદીજીને શ્રેય આપવાનો પ્રયાસ કરશો નહીં”

નીરજ ચોપરાનું વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ
તમને જણાવી દઈએ કે ટ્વિટર પર 2017 માં બનાવેલ નીરજ ચોપરાનું એકાઉન્ટ વેરિફાઈડ છે . નોંધનીય છે કે નીરજ ચોપરાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા છેલ્લું ટ્વિટ 8 ઓગસ્ટ, 2021 ના રોજ કરવામાં આવ્યું હતું અને અગાઉનું ટ્વિટ 26 જુલાઈ, 2021 ના રોજ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે નીરજ ચોપરાએ ખેડૂતો આંદોલન અંગે કોઈપણ ટ્વીટ કર્યું નથી.

આ પણ વાંચો :- શું ખરેખર એશિયાનું સૌથી મોટું કતલખાનું ‘અલ-કબીર’ જ્યાં 1000થી વધુ ગાયોની દરરોજ હત્યા કરવામાં આવે છે?
Conclusion
નીરજ ચોપરાના નામે સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં નકલી ટ્વિટર હેન્ડલ બનાવવામાં આવેલ છે. નીરજ ચોપરા દ્વારા કિસાન આંદોલન અંગે કોઈપણ ટિપ્પણી કરવામાં કરવામાં આવેલ નથી. અમે વાચકોને જણાવવા માંગીએ છીએ કે સેલિબ્રિટી કે કોઈપણ પ્રખ્યાત વ્યક્તિના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરેલા નિવેદનોને અધિકારી તરીકે ધ્યાનમાં લેવા જોઈએ અને પેરોડી હેન્ડલ્સ પરથી કરવામાં આવેલ ટ્વીટ તપાસવા માટે ફેક્ટ-ચેકર્સની મદદ લેવી જોઈએ.
Result :- False
Our Source
Neeraj Chopra
Twitter Search
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044