Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ભારતમાં રસ્તાઓ પર ખાડા પડવા કે રસ્તા ધોવાઈ જવા એ સામાન્ય બાબત છે. વરસાદી માહોલ વચ્ચે આવા જર્જરિત રસ્તાઓની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. આ ક્રમમાં યુઝર્સ એક રસ્તાની તસ્વીર શેર કરી રહ્યા છે, તસ્વીર જોતા એવું લાગે છે કે રસ્તાનો એક ભાગ કાપીને તેની બાજુમાં મૂકવામાં આવ્યો હોય.
ફેસબુક પર “અંધભક્તો ને આવો વિકાસ જોઈએ છે. સેન્સર સિસ્ટમ થી સજ્જ ઓટોમેટિક રોડ…જે બાજુએ જવું હોય રોડ ઓટોમેટિક ફરી જશે.” ટાઇટલ સાથે કટાક્ષ કરતી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે તમિલનાડુ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રામા સુગંથને તેમના વેરિફાઈડ હેન્ડલ પરથી આ તસ્વીર ટ્વીટ કરી છે. આ તસ્વીરને તેઓએ ગુજરાતની ગણાવીને પીએમ મોદીના ‘ગુજરાત મોડલ’ પર નિશાન સાધ્યું હતું.
આ પણ વાંચો : થાઈલેન્ડના બિસમાર રસ્તાની તસ્વીર અંગે Newschecker હિન્દી દ્વારા 28 જુલાઈના ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
સોશ્યલ મીડિયા પર જર્જરિત રસ્તાની વાયરલ થયેલ પોસ્ટ અંગે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા આ અંગે થાઈલેન્ડની ન્યુઝ સંસ્થાનો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલો જોવા મળે છે. 4 સપ્ટેમ્બર 2019ના રોજ થાઈ મીડિયા સંસ્થા થેન્સેટકીજની વેબસાઈટ પર આ તસ્વીર અંગેના સમાચાર પ્રકાશિત થયા હતા, જે મુજબ તસ્વીરમાં દેખાતો તૂટેલો રસ્તો થાઈલેન્ડના અમનત ચારોન પ્રાંતના ચાનુમાન જિલ્લાનો છે.
સમાચારમાં લખવામાં આવ્યું છે કે ભારે વરસાદને કારણે રસ્તાની હાલત કથળી ગઈ હતી, જે બાદ સંબંધિત એજન્સીઓને આ મામલે તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સંદર્ભે ન્યૂઝ1લાઈવ નામની થાઈલેન્ડની વેબસાઈટે પણ આ તૂટેલા રસ્તા વિશે જાણ કરી હતી. જે અનુસાર, રસ્તાને થાઈલેન્ડના ચાનુમાન જિલ્લો પણ જણાવવામાં આવ્યો છે.
વાસ્તવમાં, થાઈલેન્ડના એક ફેસબુક યુઝરે 31 ઓગસ્ટ, 2019ના રોજ વાયરલ તસવીર સહિત આ રોડની કેટલીક અન્ય તસ્વીરો પણ પોસ્ટ કરી હતી. આ પોસ્ટ બાદ આ તસ્વીર થાઈલેન્ડમાં ચર્ચામાં આવી હતી. રસ્તાની આવી હાલત માટે લોકોએ ત્યાંની સરકાર અને વહીવટીતંત્રની આકરી ટીકા કરી હતી.
જો કે, કેટલાક અહેવાલોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માર્ગ માપદંડો અનુસાર બનાવવામાં આવ્યો હતો, પરંતુ પૂરની અસર એટલી હતી કે રસ્તો તેની સામે ટકી શક્યો ન હતો.
આ અહેવાલો પરથી સ્પષ્ટ થાય છે કે રસ્તાની આવી ખરાબ હાલતની આ તસ્વીર ભારત કે ગુજરાતનો નથી પરંતુ થાઈલેન્ડની છે. જોકે, ચોમાસાની શરૂઆતથી જ ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં જર્જરિત રસ્તાઓની તસ્વીરો વાયરલ થઈ રહી છે, જે સરકાર અને વહીવટીતંત્ર સામે સવાલો ઉભા કરી રહ્યા છે.
સોશ્યલ મીડિયા પર જર્જરિત રસ્તાની વાયરલ થયેલ પોસ્ટ ખરેખર થાઈલેન્ડના રસ્તાની છે. વાયરલ તસ્વીરમાં દેખાતો તૂટેલો રસ્તો થાઈલેન્ડના અમનત ચારોન પ્રાંતના ચાનુમાન જિલ્લાનો છે. સોશ્યલ મીડિયા યુઝર્સ તેમજ કોંગ્રેસ નેતા દ્વારા આ તસ્વીર ગુજરાતની હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.
Our Source
Report of Thai News Website Thansettakij, published on September 4, 2019
Report of Thai News Website News1Live, published on September 1, 2019
Facebook post of August 31, 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
February 8, 2025
Komal Singh
August 5, 2024
Vasudha Beri
July 11, 2024