દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીના પરિણામ આવી ચુક્યા છે, જેમાં 4 રાજ્યોમાં ભાજપ અને પંજાબ એક માત્ર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે પંજાબમાં આ વખતે મુખ્યમંત્રી પદના દાવેદાર ભગવંત માન છે. સોશ્યલ મીડિયા પર ચૂંટણી પરિણામ અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે, જે ક્રમમાં પંજાબમાં ખાલિસ્તાની નારા લાગ્યા હોવાનો એક વિડિઓ શેર કરવામાં આવ્યો છે.
ફેસબુક પર “પંજાબની નવી સરકારની ભેટ..ખાલિસ્તાની ખેલ શરૂ” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવ્યો છે. વિડીઓમાં પંજાબી એક્ટર દિપ સિદ્ધુના પોસ્ટર સાથે ‘ખાલિસ્તાની ઝિંદાબાદ’ના નારા સાંભળવા મળે છે. વાયરલ પોસ્ટ ટ્વીટર અને ફેસબુક પર હિન્દી તેમજ અંગ્રેજી કેપશન સાથે પણ શેર કરવામાં આવેલ છે.

રશિયા-યુક્રેન સંદર્ભે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ભ્રામક અફવાઓ પર ફેકટચેક જાણવા અહીંયા ક્લિક કરો
Fact Check / Verification
પંજાબની નવી સરકાર આવ્યા બાદ ખાલિસ્તાની ઝિંદાબાદના નારા લાગ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીઓના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર Pranav Jain નામના યુઝર્સ દ્વારા ફેબ્રુઆરી 2022ના ‘એન્ટી ઇન્ડિયા ખાલિસ્તાની સ્લોગન ભટિંડા’ ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોઈ શકાય છે. નોંધનીય છે કે વિડીઓમાં પંજાબી એકટર અને દિલ્હી લાલ કિલ્લા હિંસાના આરોપી દિપ સિદ્ધુના પોસ્ટર પણ જોવા મળે છે.
દિપ સિદ્ધુ અને ખાલિસ્તાની ઝિંદાબાદના નારા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન tribuneindia અને etvbharat દ્વારા 16 ફેબ્રુઆરીના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ, પંજાબી એક્ટર અને એક્ટિવિસ્ટ દિપ સિદ્ધુના લુધિયાણાના થ્રીકે ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અંતિમ વિદાયમાં મોટા પ્રમાણમાં યુવાનોએ કેસરી ધ્વજ, સિદ્ધુની તસ્વીર સાથે ‘દીપ સિદ્ધુ અમર રહે’ , ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’, ‘સંત જરનૈલ સિંહ ભિંડરાવાલે ઝિંદાબાદ’ વગેરે નારા લગાવ્યા હતા.

ઉપરાંત, ફેસબુક પર NEWSJ દ્વારા 25 ફેબ્રુઆરીના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ ‘લાલ કિલ્લા હિંસાના આરોપી દિપ સિદ્ધુની યાદમાં કાઢવામાં આવેલ રેલીમાં ખાલિસ્તાની ઝિંદાબાદના નારા લાગ્યા’. જો..કે આ રેલી પંજાબના ક્યાં શહેરમાં નીકળી રહી છે, તે અંગે કોઈ પુખ્તા મીડિયા રિપોર્ટ જોવા મળતા નથી.

ટ્વીટર પર પત્રકાર ‘અંશુલ સક્ષસેના‘ દ્વારા ફેબ્રુઆરી 24ના પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ જોઈ શકાય છે, જે મુજબ પંજાબના ભટિંડામાં એકટર દિપ સિદ્ધુ અને આતંકી ભીંડરાવાલેના પોસ્ટર સાથે ખાલિસ્તાની નારા લગાવી રહ્યા છે.
Conclusion
પંજાબના ભટિંડા શહેરમાં એકટર દિપ સિદ્ધુના મૃત્યુ બાદ ફેબ્રુઆરી 2022ના કાઢવામાં આવેલ એક રેલી દરમિયાન આ પ્રકારે નારા લગાવવામાં આવ્યા હતા. હાલમાં, ચૂંટણી પરિણામ આવ્યા બાદ પંજાબમાં ખાલિસ્તાની નારા લાગ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
Result :- False Context / Missing Context
Our Source
Media Reoprts of Tribuneindia and Etvbharat
Facebok Video of NEWSJ
Journalist Anshul Saxena Tweet on Viral Video
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044