Authors
Claim : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ “ત્રણ મહિના ફ્રી રિચાર્જ” ઓફર આપી
Fact : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ “ત્રણ મહિના ફ્રી રિચાર્જ” ઓફર આપી હોવાનો ભ્રામક મેસેજ વાયરલ થઈ રહ્યો છે.
સોશ્યલ મીડિયા ગ્રુપ્સ પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ “ત્રણ મહિના ફ્રી રિચાર્જ” ઓફર આપી રહ્યા છે, જેથી વધુ લોકો 2024ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને મત આપી શકે.
ન્યૂઝચેકરેના Whatsapp મેસેજ પર અગાઉ આ દાવો ભાજપ સરકારના નામે કરવામાં આવ્યો હતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી “ત્રણ મહિનાનું ફ્રી રિચાર્જ” ઓફર કરી રહ્યા છે. જો..કે આ મેસેજ ભ્રામક હોવાનું જણાયું હતું.
Fact Check / Verification
ન્યૂઝચેકરે “ભાજપની ફ્રી રિચાર્જ યોજના”ના દાવાને ભ્રામક સાબિત કર્યો હતો, જાણવા મળ્યું હતું કે આવી કોઈ યોજના નથી. સ્કેમ ડિટેક્ટર વેબસાઇટને આધારે શેર કરવામાં આવેલ લિંક શંકાસ્પદ માનવામાં આવી હતી.
ત્યારે, હાલમાં કોંગ્રેસના નામે ‘ફ્રી રિચાર્જ યોજના’ મેસેજ સાથે શેર કરવામાં આવેલ લિંક અને આગાઉ ભાજપ સરકારના નામે વાયરલ થયેલી ‘ફ્રી રિચાર્જ યોજના’ સાથે શેર કરવામાં આવેલ લિંક એક સમાન છે. જે વેબસાઈટ લિંક શંકાસ્પદ માનવામાં આવી છે.
“કોંગ્રેસ ફ્રી રિચાર્જ યોજના” માટે કીવર્ડ સર્ચ કરતા અમને કોઈ વિશ્વસનીય સમાચાર અહેવાલો અથવા આવી યોજનાના સત્તાવાર નિવેદનો જોવા મળતા નથી. અમે આ યોજના માટે કોંગ્રેસની અધિકૃત વેબસાઈટની પણ તપાસ કરી જે અંગે કોઈ જાહેરાત કે પ્રેસ રિલીઝ જોવા મળતી નથી.
ન્યૂઝચેકરને જાણવા મળ્યું કે “2024offer.com” વેબસાઈટ સ્કેમ ડિટેક્ટર મુજબ ખૂબ જ શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે અમે સાયબર સિક્યોરિટી નિષ્ણાતોનો સંપર્ક કર્યો છે, પ્રતિસાદ મળતા અહેવાલ અપડેટ કરીશું.
Conclusion
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ “ત્રણ મહિના ફ્રી રિચાર્જ” ઓફર આપી હોવાનો ભ્રામક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આગાઉ પણ ભાજપ સરકારના નામે ફ્રી રિચાર્જ યોજનાના ભ્રામક મેસેજ વાયરલ થયા હતા.
Result : False
Our Source
Analysis
Scam Detector review
આ પણ વાંચો : ફ્રી રિચાર્જ યોજના અંગેના વાયરલ દાવા પર ન્યૂઝચેકર ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત અહેવાલ અહીં વાંચો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044