Saturday, April 26, 2025
ગુજરાતી

Fact Check

શું રાહુલ ગાંધીને ભારત માતાનો અર્થ ખબર નથી? જાણો વાયરલ વિડીયોનું સત્ય

Written By Runjay Kumar, Translated By Prathmesh Khunt, Edited By Pankaj Menon
Nov 21, 2023
banner_image

Claim : રાહુલ ગાંધીને ભારત માતાનો અર્થ ખબર નથી

Fact : રાહુલ ગાંધીને ભારત માતાનો અર્થ ખબર નથી હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલો વિડીયોને ભ્રામક રીતે રજૂ કરવામાં આવેલ છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ જાહેર સભામાં લોકોને ભારત માતાનો અર્થ પૂછતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને દાવો કરવામાં આવી રહ્યો છે કે “રાહુલ ગાંધીને ભારત માતાનો અર્થ ખબર નથી અને તેઓ ભારત માતાનું અપમાન કરી રહ્યા છે”.

રાહુલ ગાંધીને ભારત માતાનો અર્થ ખબર નથી

જો કે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે વાયરલ વીડિયો ક્લિપ થયેલો છે. રાજસ્થાનના બુંદીમાં એક જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ દેશના આદિવાસીઓ, પછાત લોકો અને દલિતોને ભારત માતા કહ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નિશાન બનાવતા કેપ્શન સાથે આ વીડિયોને ઘણા ફેસબુક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

Fact Check / Verification

રાહુલ ગાંધીને ભારત માતાનો અર્થ ખબર નથી હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલા વિડીયો અંગે કીવર્ડ સર્ચ કરતા કોંગ્રેસના સોશ્યલ મીડિયા ચેરપર્સન સુપ્રિયા શ્રીનેત દ્વારા શેર કરવામાં આવેલ સંપૂર્ણ વિડીયો જોવા મળે છે. અહીંયા તેમણે લગભગ 3 મિનિટ 40 સેકન્ડનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં રાહુલ ગાંધી કહેતા સંભળાય છે કે, “હમણાં જ ચાંદનાજીએ ‘ભારત માતા કી જય’નો નારા લગાવ્યો. તો સવાલ એ છે કે દરેક વ્યક્તિ આ નારા લગાવે છે, ‘ભારત માતા કી જય’ ખૂબ સંભળાય છે. પરંતુ આ ભારત માતા કોણ છે, તે શું છે, તે પ્રશ્ન છે. જેના વખાણ કરીએ છીએ, બધા કરે છે, હું કરું છું, તમે લોકો કરો છો, તો આ ભારત માતા કોણ છે?”

રાહુલ ગાંધીને ભારત માતાનો અર્થ ખબર નથી

રાહુલ ગાંધીએ આગળ કહ્યું, “જુઓ, ભારત માતા આ ધરતી છે. આ દેશની જનતા છે ભારત માતા તમારા ભાઈઓ, બહેનો, માતાઓ, પિતાઓ, ગરીબ લોકો, અમીર લોકો, વૃદ્ધો, બધા લોકો જેમનામાં ભારત માતાનો અવાજ ગુંજતો હોય છે. આ ભારત માતા છે. તેથી મેં સંસદમાં ભાષણ આપ્યું અને કહ્યું, જુઓ, મારે જાણવું છે કે આ ભારત માતા કોણ છે, મતલબ કે આ લોકો કોણ છે? કોની વસ્તી કેટલી છે? કેટલા આદિવાસીઓ, કેટલા દલિત, કેટલા પછાત લોકો, કેટલા ગરીબ, કેટલા અમીર. જો આપણે ‘ભારત માતા કી જય’ ના નારા લગાવીએ અને તેના માટે આપણે આપણા જીવનનું બલિદાન આપીએ, તો આપણે એ શોધવું પડશે કે ભારત માતા કોણ છે? જો આ દેશમાં કેટલા પછાત લોકો, કેટલા દલિત અને કેટલા ગરીબો છે તે આપણે જાણતા નથી તો ભારત માતા કી જયનો અર્થ શું છે. તેથી આ દેશે હવે ક્રાંતિકારી કામ કરવું પડશે. આ દેશે જાતિની વસ્તી ગણતરી કરવી પડશે.

આગળ તપાસમાં અમને 19 નવેમ્બર 2023ના રોજ લાઇવ કરવામાં આવેલો વિડિયો પણ મળ્યો જે રાહુલ ગાંધીના અધિકૃત YouTube એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં રાજસ્થાનના બુંદીમાં આયોજિત જનસભામાં રાહુલ ગાંધીએ આપેલું સમગ્ર ભાષણ હાજર હતું. 35 મિનિટનો વીડિયો સાંભળ્યા પછી અમને જાણવા મળ્યું કે રાહુલ ગાંધીએ ભારત માતાના અર્થ અને જાતિ ગણતરીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે “હું અંદાજ લગાવી શકું છું કે દેશમાં કુલ વસ્તી માંથી ઓછામાં ઓછી 50 ટકા પછાત છે.

આ અંગે અમર ઉજાલાની વેબસાઇટ પર 19 નવેમ્બર 2023ના રોજ પ્રકાશિત થયેલો અહેવાલ પણ મળ્યો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધીએ બુંદીમાં જાહેર સભામાં ભારત માતાનો ઉલ્લેખ કરીને જાતિ ગણતરીનું પગલું ભર્યું હતું. આ દરમિયાન તેમણે જ્ઞાતિની વસ્તી ગણતરીની માંગને લઈને વડાપ્રધાન મોદી પર પણ પ્રહારો કર્યા હતા.

Conclusion

રાહુલ ગાંધીને ભારત માતાનો અર્થ ખબર નથી હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલો વિડીયોને ભ્રામક રીતે રજૂ કરવામાં આવેલ છે. રાહુલ ગાંધીએ રાજસ્થાનની એક જાહેર સભામાં જ્ઞાતિની વસ્તી ગણતરીની માંગને લઈને વડાપ્રધાન મોદી પર પણ પ્રહારો કર્યા હતા.

Result : Missing Context

Our Source
Video Tweeted by Supriya Shrinet on 19th Nov 2023
Live Video of 19th Nov 2023 on Rahul Gandhi Youtube account

આ પણ વાંચો : રાહુલ ગાંધીને ભારત માતાનો અર્થ ખબર નથી હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલો વિડીયો અંગે ન્યૂઝચેકર હિન્દી ફેકટચેક અહીં વાંચો.

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,944

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.